જાંબુના જે ઠળિયાને આપણે નકામા સમજીને ફેંકી દઈએ છીએ, પણ હકીકતમાં તે આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આજે અમે તમને જાંબુના ઠળિયાના ગુણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, એ જાણ્યા પછી કે તમે પણ ક્યારેય જાંબુના ઠળિયાને નકામા સમજીને નહિ ફેંકો.
જાંબુના ઠળિયાને સુકવી, તેનો પાવડર બનાવી નિયમિતપણે સેવન કરવાથી ઘણા રોગો મૂળમાંથી દૂર થાય છે. આવો આપણે જાણીએ કે જાંબુના ઠળિયાથી આપણા શરીરને ક્યાં ક્યાં ફાયદા થાય છે. જાંબુના ઠળિયા પેટને લગતી ઘણી સમસ્યાઓ દૂર કરે છે.
જાંબુને એવા ફળોની શ્રેણીમાં ગણવામાં આવે છે જેનો ઉનાળામાં લોકો વધુ વપરાશ કરે છે. ઉનાળામાં તે સૌથી વધુ ગમતું ફળ છે. શું તમે જાણો છો કે જાંબુ ઘણા રોગોમાં ફાયદાકારક છે. જાંબુમાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે. એટલે કે જાંબુ ખાવાથી ભૂખ જલ્દી લાગતી નથી.
જાંબુના ઠળિયાનું ચૂર્ણ નિયમિત લેવાથી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને પાચન શક્તિ વધારે મજબૂત બને છે. કિડનીની પથરીથી પીડાતા લોકો માટે જાંબુના ઠળિયાનું ચૂર્ણ વરદાનથી ઓછું નથી. રોજ સવાર સાંજ એક એક ચમચી ચૂર્ણ લેવાથી કિડનીની પથરીમાં રાહત મળે છે.
જાંબુ ના ઠળિયાથી પેશાબમાં થતી તકલીફો પણ દૂર થાય છે. જાંબુ બ્લડ સુગરને સંતુલિત કરવામાં ખૂબ મદદગાર છે. જાંબુના ઠળિયામાં જામ્બોલીન અને જામ્બોસીન સંયોજનો હોય છે, જે બ્લડ સુગરને ઘટાડે છે. જાંબુના ઠળિયા ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં વધારો કરવામાં પણ અસરકારક છે.
દાંતને મજબૂત અને સુંદર બનાવવા માટે જાંબુના ઠળિયા ખુબ જ ફાયદાકારક છે. તેના માટે જાંબુના ઠળિયાને ભેગા કરી અને તડકે સુકવી દેવા જોઈએ. ત્યારબાદ તેને પીસી અને તેનું ચૂર્ણ બનાવી લેવાનું છે. આ ચૂર્ણને રોજ દાંત ઉપર લગાવવાથી દાંત અને પેઢા પણ મજબૂત બનશે અને દાંતની પીળાશ પણ દૂર થશે.
જાંબુના ઠળિયા હાઈ બ્લડ પ્રેશર સામે ખૂબ મદદગાર છે. જાંબુના ઠળિયામાં એક પ્રકારનો એન્ટીઓકિસડન્ટ હોય છે, જેને એલીજીક એસિડ કહેવામાં આવે છે. જે બ્લડ પ્રેશરની ઝડપી ગતિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જે લોકોને ટોયલેટમાં જતી વખતે લોહી પડતું હોય એવા લોકોએ જાંબુના ઠળિયાના ચૂર્ણનું સેવન જરૂર કરવું જોઈએ. તેનાથી ઘણો ફાયદો મળે છે.
જાંબુના ઠળિયામાં પણ ફ્લેવોનોઈડ અને ફિનોલિક સંયોજનો હોય છે, જે અત્યંત શક્તિશાળી એન્ટીઓકિસડન્ટ માનવામાં આવે છે. જે શરીરમાંથી હાનિકારક મુક્ત રેડિકલને દૂર રાખવામાં મદદ કરે છે, સાથે શરીરની ઇમ્યુનિટી વધારે છે. જાંબુના ઠળિયામાં રહેલું ફાઇબર પાચકતંત્રની કામગીરી સુધારવામાં મદદ કરે છે.
મહિલાઓને માસિક ધર્મ દરમિયાન દુખાવો થતો હોય છે તો તેમાં જાંબુના ઠળિયાનું ચૂર્ણ ખુબ જ લાભકારક માનવામાં આવે છે. રોજની એક ચમચી ચૂર્ણ આ સમસ્યામાં ઘણો જ ફાયદો આપે છે. જાંબુના ઠળિયામાં ફાઇબર ભરપુર માત્રામાં હોય છે, જેના કારણે તે પેટને સુરક્ષિત રાખવામાં અને વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે.
જાંબુના ઠળિયાને ધોઈને આછા કપડાથી ઢાંકીને તડકામાં સૂકવો. જ્યારે ઠળિયા સંપૂર્ણપણે સૂકાઈ જાય ત્યારે ટુકડા કરી લો. પછી તેમને ગ્રાઇન્ડર માં પીસી લો, જેથી તે પાવડર થઈ જશે, આ ચુર્ણને પાણી સાથે સવારે ખાલી પેટ સેવન કરો. જાંબુના ઠળિયા આંતરડાના ચાંદા, બળતરા અને અલ્સરની પીડાથી રાહત મેળવવા માટે દવા તરીકે પણ વાપરી શકાય છે.