લીલા શાકભાજી અને ફળ બંને સ્વસ્થ શરીર માટે જરૂરી હોય છે. ઠંડીમાં જે સૌથી વધુ ફળ બજારમાં જોવા મળે છે તે જામફળ છે. જામફળના ફાયદા પણ ગજબના છે. જામફળનાં નાના કદનાં ઝાડ કે જેને આપણે જામફળી કહીએ છીએ, અલાહાબાદ, બનારસ અને મિરજપુરમાં તથા ગુજરાતમાં વડોદરા, ધોળકા, પાદરા તથા મહુવામાં ઘણાં થાય છે.
જામફળીને ભાદરવા-આસો મહિનામાં ફૂલો આવે છે. અને પછી તેને જામફળ બેસે છે. જામફળ બે જાતનાં-સફેદ ગર્ભવાળાં અને લાલ ગુલાબી ગર્ભવાળાં જોવા મળે છે. જેમાથી સફેદ જાતનાં વધારે મીઠાં હોય છે. જામફળમાં રહેલા વિટામિનો અને ખનિજ શરીરને અનેક પ્રકારની બિમારીઓથી બચાવવા માટે મદદરૂપ થાય છે. સાથે સાથે તે ઇમ્યુન સિસ્ટને પણ મજબૂત બનાવે છે.
જામફળ ખાવામાં ટેસ્ટી હોવાની સાથે સાથે વજન ઓછુ કરવામાં પણ મદદરૂપ છે. તેમા કેલરી ખૂબ ઓછી અને ફાઈબર ખૂબ વધુ હોય છે. એક જામફળમાં 112 કેલરી હોય છે. જેનાથી ઘણા સમય સુધી ભૂખ લાગતી નથી. અને ધીરે ધીરે વજન ઘટવુ શરૂ થઈ જાય છે.
જામફળ શૂગર પેશન્ટ માટે લાભદાયક છે. જામફળમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. જે ડાયાબિટીશ પેશન્ટ માટે લાભદાયક હોય છે. ફાઇબર શૂગર લેવલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તેના સિવાય જામફળ ના પાન પાચન ક્રિયા ને લાભદાયક થાય છે ઘણા ઉપાયો થી પણ જાણવા મળ્યું છે કે જામફળ ના પાન ના અર્ક રોગપ્રતિકારક હોય છે તેનો અર્થ એ થાય છે કે તમારા અટરડાં માં હાનિકારક રોગો ને બેઅસર કરી દે છે જે તમને કબજિયાત નું કારણ બની શકે છે.
દરરોજ જામફળ ના પાન ના 60 ગ્રામ પાન ના અર્ક ના ઉપયોગ થી માસિક ધર્મ ના દુખાવા ની તીવ્રતા માં અછત આવે છે આ ઉપયોગ માં આ અર્ક અમુક દુખાવા ની દવાઓ થી વધારે શક્તિશાળી ગણવા માં આવે છે.પાચન ક્રિયા ને સ્વચ્છ રાખે છે જામફળ ડાઈટરી ફાઇબર નો એક ઉતકુષ્ઠ સ્ત્રોત હોય છે એટલા માટે વધારે જામફળ ખાવા થી મલ છુટકારા માં સારો ફાયદો જોવા મળે છે અને કબજિયાત ની સમસ્યા નથી રહેતી માત્ર એક જામફળ તમારા દરરોજ ની ફાઇબર જરૂરિયાત ને 21 ઘણું આપી શકે છે.
વિટામિન સી શરીરમાં રોગો સામે લડવાની ક્ષમતાને મજબૂત બનાવે છે. પણ કદાચ એ નહી જાણતા હોય કે સંતરા કરતા જામફળમાં ચાર ગણુ વધુ વિટામિન સી હોય છે. તેનાથી ખાંસી તાવ જેવા નાના મોટા ઈંફેક્શનથી બચાવ થાય છે.
કેન્સર થવાના ખતરાને ઓછુ કરે છે. જામફળમાં વિટામીન સી હોય છે અને લાઇફોપીન નામનુ ફાઇટો ન્યૂટ્રિએન્ટસ જોવા મળે છે. જે કેન્સરથી ખતરાને ઓછું કરવાનું કામ કરે છે. જામફળમાં વિટામિન સી હોવાના કારણે આ શરીરની પ્રતિરોધક ક્ષમતા પણ વધારે છે. જામફળમાં પ્રચૂર માત્રામાં આયોડીન હોય છે. જે થાઇરોડની સમસ્યાથી બચવામાં મદદ કરે છે. આસાથે હોર્મોનલ સંતુલન પણ બની રહે છે.
જામફળમાં પિત્તનું શમન કરવાનો ગુણ હોવાથી તે ખૂબ જ ઉપયોગી ફળ છે. પિત્તની અધિકતાને લીધે હાથ-પગનાં તળિયાં બળતાં હોય કે પેટમાં દાહ-બળતરા થતી હોય તો જામફળનાં બીજ કાઢી નાખી, પીસીને તેમાં ગુલાબજળ અને સાકર મેળવીને પીવાથી પિત્તનો પ્રકોપ શાંત થાય છે. જામફળ મીઠાં હોય છે, એટલાં શક્તિદાયક પણ હોય છે. જામફળ સાત્ત્વિક અને મેધ્ય-બુદ્ધિવર્ધક હોવાથી વિદ્યાર્થીઓ અને માનસિક શ્રમ કરનારા અને બુદ્ધિજીવીઓએ ખાવા જેવા છે.
કાચા જામફળને જરા પાણી સાથે પથ્થર પર ઘસીને સવારે કપાળ પર જ્યાં દુખાવો થતો હોય ત્યાં લેપ કરવાથી બે-ત્રણ કલાકમાં જ આધાશીશી મટે છે. એક દિવસમાં જો પૂરેપૂરો ફાયદો ન થાય તો બીજા દિવસે સવારે ફરીથી લેપ કરવો અને સવારે એક કે બે પાકાં જામફળ ખાવાં.
વિટામિન એ આંખોને સ્વસ્થ રાખવાનુ કામ કરે છે. જામફળમાં જોવા મળતા પોષક તત્વ મોતિયાબિંદ બનવાની શક્યતાને ઓછા કરે છે. તેને ખાવાથી નબળી આંખોની રોશની વધવા માંડે છે. ભોજન કર્યા પછી રોજ એક જામફળ ખાવાથી પાચનક્રિયા મજબૂત થાય છે. જો જામફળનુ સેવન સંચળ સાથે કરો છો તો તેનાથી પાચન સંબંધી પરેશાની દૂર થાય છે. બાળકોના પેટમાં કીડા પડી ગયા છે તો તેમને જામફળ ખાવા માટે આપો તેનાથી ફાયદો થાય છે.
જામફળના પાન દિવસમાં 3-4 વાર ચાવવાથી દાંતમાં થતો દુખાવો બંધ થાય છે. અને દાંત પણ હેલ્ધી બને છે. જામફળનું નિયમિત સેવન કરવાથી શરદી જેવી સમસ્યાઓ થવાનું જોખમ ઘટી જાઈ છે. કબજિયાતની સમસ્યાથી બચવા માટે સંચળ સાથે જામફળનું સેવન કરવાથી આ બીમારી દૂર થાય છે.
જામફળમાં રહેલું પોટેશિયમ શરીરમાં સોડિયમની અસર ઓછી કરે છે જેથી બ્લ્ડપ્રેશરનું સંતુલન બની રહે છે. આ સિવાય કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઓછું કરે છે. મેગ્નેશિયમ તનાવના હાર્મોંસને કંટ્રોલ કરવાનુ પણ કામ કરે છે. જે જામફળમાં ભરપૂર માત્રામાં હોય છે. દિવસ ભરના થાકને દૂર કરવા માંગો છો તો જામફળ ખાવ. આનાથી માનસિક રૂપે થાક નહી લાગે.
એંટિ એજિંગ ગુણોથી ભરપૂર જામફળ સ્કિનના ડેમેજ સેલને રિપેયર કરી તેને હેલ્ધી રાખે છે. જેનાથી જલ્દી કરચલીઓ પડતી નથી. તેના પાનને વાટીને પેસ્ટ બનાવી પછી આંખો નીચે લગાવો. તેનાથી આંખોના સોજા અને કાળા કુંડાળા ઠીક થઈ જશે.
મોઢામાંથી દુર્ગંધ આવે છે તો જામફળના કોમળ પાનને ચાવો. જામફળના પાંદડાઓનું સેવન કરવાથી મોઢાના છાલાઓને દૂર કરી શકાય છે. જામફળમાં બીટા કેરોટીન હોઈ છે જે શરીરને ચામડીને લગતી બિમારીઓથી બચાવે છે. જામફળ ખાવાથી દિમાગ તેજ થાય છે. આ સાથે જ રકત પરિભ્રમણ સારું રહે છે.