ઘણા બધા ઘરોમાં વૃદ્ધ લોકોને ઘણી વાર ઈસબગુલના ઝીણા દાણા અને તેના ભૂસાનો ઉપયોગ કરતા જોયા હશે. ઈસબગુલને આયુર્વેદમાં પેટની તમામ સમસ્યાઓ માટે રામબાણ ઔષધી માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે, ઈસબગુલ હોય છે શું અને તેનાથી શું શું ફાયદા થાય છે.
હકીકતમાં જોઈએ તો, ઈસબગુલ પ્લાંટાગો ઓવાટા નામના છોડનું બીજ હોય છે. તેનો છોડ દેખાવામાં ઘઉંના છોડ જેવો લાગે છે. તેમાં નાની નાની પાંદડીઓ અને ફૂલ પણ લાગે છે. આ છોડ પર ઉગેલા બીજ સફેદ રંગના પદાર્થથી ઢંકાયેલા હોય છે. આ સફેદ પદાર્થને જ ઈસબગુલનું ભૂસુ કહેવાય છે.
એકથી દોઢ ચમચી ઈસબગુલનું ભૂસુ એક ગ્લાસ પાણીમાં પાંચ મિનિટ સુધી પલાળી રાખો. થોડી વારમાં તે ચિકણુ થઈ જાય છે અને જેલ જેવુ થઈ જશે. હવે આ જેલને પી જાવ. આવુ દરરોજ સુતા પહેલા કરવુ. આ ઉપરાંત ભૂંસાને છાસ અથવા દહીમાં નાખીને પણ પી શકો. પેટ સાફ નથી થતુ તો એક એક ચમતી ત્રિફલા પાઉડર અને બે ચમચી ભૂસાને ગરમ પાણીમાં નાખીને પીઓ.
ઈસબગુલના દાણા અને ભૂસામાં ઔષધીય ગુણો મળી આવે છે. જો કે, મોટા ભાગના લોકો તેના ભૂસાનો ઉપયોગ કરતા હોય છે. ઈસબગુલના ભૂસામાં વધારે માત્રામાં ફાઈબર હોય છે. તે પાચન સંબંધી સમસ્યાઓમાં ખૂબ કામમાં આવે છે. ઈસબગુલના ભૂસાનું સેવન કરવાથી તે ગેસ, એસિડિટી, પાચન, કબ્જ, જેવી સમસ્યામાં ખૂબ રાહત આપે છે. આ ભૂસાનો ઉપયોગ કોઈ પણ ઉંમરના લોકો કરી શકે છે.
ઈસબગુલ પર થયેલા એક અનુસંધાન મુજબ ભોજનના ૩ કલાક પહેલા જે મહિલાઓએ ઈસબગુલનું સેવન કરે, તેના શરીરમાં આહારથી ચરબીનું અવશોષણ ઓછું થઈ જાય છે. એટલે કે એનાથી શરીરમાં ચરબીનો સંગ્રહ ઓછો થાય છે. ઈસબગુલ આંતરડામાંથી મળને બહાર કાઢી દે છે. તેથી સંક્રમણ થવાની શક્યતા દુર થઈ જાય છે.
ઈસબગુલનું ભૂસુ ફાઈબર યુક્ત હોવાની સાથે સાથે કોલેસ્ટ્રોલ ફ્રી હોય છે. આ ઉપરાંત હદયની માંસપેશિયો મજબૂત બનાવવા માટે પણ મદદગાર થાય છે. લાંબા સમય સુધી કબ્જથી પરેશાન રહેતા લોકોને ઘણી વાર પાઈલ્સની સમસ્યા થાય છે. તેમાં ગુદાની આસપાસની નસો સોજાઈ જતી હોય છે. જેના કારણે ખૂબ જ પરેશાની આવી શકે છે.
ઈસબગુલનું સેવન કબ્જની સમસ્યામાં ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેના કારણે પાઈલ્સમાં પણ ખૂબ રાહત મળે છે. આજ કાલ વજન વધવો એક મોટી સમસ્યા બની ગયુ છે. જેના કારણે તમામ પરેશાનીઓ લોકોને ઘેરી લેતી હોય છે. ત્યારે ઈસબગુલ વજન ઓછુ કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે. તેને ખાધા બાદ પેટ લાંબા સમય સુધી ભર્યુ રહે છે.
આંતરડાના સોજાની સમસ્યા માં, 100 ગ્રામ વરીયાળી, ઈસબગુલ અને નાની ઈલાયચીને એક સાથે વાટીને પાઉડર બનાવી તેમાં ૩૦૦ ગ્રામ દેશી ખાંડ ભેળવીને કાચની બોટલમાં ભરીને રાખી દો. આ ચૂર્ણને બે ચમચીના પ્રમાણમાં સવારે નાસ્તો કરતા પહેલા પાણી સાથે લેવામાં આવે, અને ૨ ચમચી સાંજે ભોજન કર્યા પછી હુફાળા પાણી કે દૂધ સાથે લેવામાં આવે તો ઘણો લાભ થાય છે.
લગભગ ૪૫ દિવસ સુધી આ પ્રયોગ કર્યા પછી બંધ કરી દો. તેનાથી સવારે પેટ સાફ થવું, કબજિયાત, આંતરડાના સોજાનો રોગ દુર થઈ જાય છે. ઈસબગુલનુ ભૂસુ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભકારક સાબિત થાય છે. બીપીની સમસ્યા અને હાર્ટ ડિસીઝથી ઝઝૂમી રહેલા લોકો માટે ઈસબગુલ અને તેનુ ભૂસુ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.