એક ચપટી હળદર માં મીઠુ અને સરસોનું તેલ મિક્સ કરીને દાંતની માલિશ કરવી પછી તેને પંદર મિનિટ સુધી એમ જ મૂકી રાખો અને તે બાદ જે લાળ બને તેને થૂંકી દો. દિવસમાં બે વાર તેનો ઉપયોગ કરવાથી પાયોરિયાથી જડમૂળથી છૂટકારો મેળવવામાં મદદ મળશે.
લવિંગનું તેલ ઇન્ફેક્શન રોકવામાં સહાયક બને છે તથા દાંતોના દર્દમાં અને પેઢાંની બિમારીનો સારો ઉપચાર છે. થોડું લવિંગનું તેલ લો અને આ તેલથી ધીરેધીરે બ્રશ કરો. આ તેલને ઇન્ફેક્શનવાળા એરિયામાં લગાવતી વખતે વધારે સાવધાની રાખો, પેઢાં પર લવિંગનું તેલ થોડી જ માત્રામાં લગાવો અને ધીરે ધીરે માલિશ કરો.
પાયોરિયાના ઇલાજમાં મીઠું ખબ જ ઉપયોગી માનવામાં છે. મીઠું એન્ટીબેક્ટેરિયલ છે જેના લીધે તે પાયોરીયાના બેકટેરિયાનો નાશ કરે છે. પાયોરિયામાં મીઠાનો ઉપયોગ કરવાથી સોજો, દુખાવો અને લોહી નીકળતું હોય તો તે બંધ થાય છે. પાયોરીયાથી બચવા માટે કાચા શકભાજી ખાવાથી આરામ મળે છે.
ઓરેગાનો ઓઇલમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી વાઇરલ ગુણધર્મ જોવા મળે છે. આ તેલ ઘરેલૂ ઉપચારમાં ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે અને ખાસ કરીને દાંત અને પેઢાની બિમારીઓમાં તે વધારે અસરકારક સાબિત થાય છે.
પાયોરિયામાં તમે ગ્લાસ પાણીમાં બે ચમચી મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરીને તેનાથી દિવસમાં બે થી ત્રણ વખત કોગળા કરો કે જેનાથી થોડા જ દિવસમાં આ બીમારી નાબુદ થઇ જાય. લીમડો એક ઔષધીય વનસ્પતિ છે, જેના અનેક ફાયદા છે જેમાં પાયોરીયાનો ઈલાજ પણ થઇ શકે છે. લીમડો અન્ય રોગની જેમ પાયોરિયાનો પણ ખાત્મો બોલાવે છે.
લીમડો પાયોરીયાને મૂળમાંથી નાબુદ કરી શકે છે. પાયોરીયાના ઇલાજમાં લીમડાના પાંદડાનો રસ કાઢીને પેઢા પર દુખાવો થતો હોય તે જગ્યા પર લગાવવાથી અને મોઢામાં પાંચ મિનીટ સુધી રાખીને ગરમ પાણીથી કોગળા કરવાથી પાયોરિયા દુર કરી શકાય છે. દિવસમાં આ ઉપાય બે વખત કરવાથી પાયોરિયા મટે છે.
લસણ પણ પાયોરીયામાં રાહત પહોંચાડે છે. વાસ્તવમાં લસણમાં એન્ટીબાયોટિક ગુણો હોય છે જે અનેક પ્રકારના ઇન્ફેક્શન સામે લડવાની ક્ષમતા ધરાવે છે. જો દાંતનો પાયોરીયા કોઇ ઇન્ફેક્શનને કારણે થયો હોય તો લસણ તે ઇન્ફેક્શનને દૂર કરશે, જેનાથી દર્દ પણ છુમંતર થઇ જશે. આ માટે લસણની બે ત્રણ કળીઓ કાચી ચાવી ને ખાવી જોઈએ.
લસણને કાપીને કે તેના ટૂકડાં કરીને પીડા થતી હોય તે દાંત પાસે રાખી શકો છો. લસણમાં એલિસિન હોય છે જે દાંતની પાસેના જીવાણું, કીટાણુંનો નાશ કરે છે. પણ લસણનો ઉપયોગ તેને કાપ્યા કે પીસ્યા બાદ તુરંત કરવો. વધારે સમય સુધી તે ખુલ્લામાં રહેશો તો તેમાં રહેલું એલીસિન ઉડી જશે અને પછી તેનો કોઇ ખાસ લાભ નહીં થાય.
ડુંગળીના ટુકડા તવા પર શેકીને દાંતોની નીચે દબાવીને મોઢું બંધ કરી લેવુ, આમ કરવાથી પાયોરિયાના દર્દમાં રાહત મળે છે. આ પ્રકારે દસ થી બાર મીનીટમાં લાળ મોઢામાં ભેગી થશે. આ લાળને મોઢામાં બધી બાજુ ફેરવો અને પછી તેને બહાર થૂંકી નાખો. દિવસમાં ચાર થી પાંચ વખત અને આઠ થી દસ દિવસ કરવાથી પાયોરિયા જડમૂળમાંથી ખતમ થશે.
સવારે ઉઠતા જ દસ ગ્રામ નારીયેલ નું તેલ કે તલ નું તેલ લઈને મોઢા માં ભરો અને દસ મિનીટ સુધી મોઢામાં તેને ફેરવતા રહો, પછી તેને થુંકી દો, ધ્યાન રાખો કે તેને પીવાનું નથી. આ રીતે રાત્રે સુતી વખતે પણ કરો. આ ક્રિયાને ગંડુષકર્મ પણ કહે છે. આ પદ્ધતિથી પાયોરીયાને મૂળમાંથી નાબુદ કરી શકાય છે.
તુલસીનાં પાન ચાવવાથી અને તુલસીનાં પાનનાં ઉકાળાના કોગળા કરવાથી દાંત અને પેઢાં મજબૂત બને છે. પોલા થઈ ગયેલ અને કહોવાઈ ગયેલ દાંતના પોલાણમાં લવિંગ અને કપૂર અથવા તજ અને હિંગ વાટી દબાવી લેવાથી પાયોરીયામાં આરામ મળે છે. પાયોરીયાથી બચવા માટે કાચા પાલકનો રસ એક ઔષધિ નું કામ કરે છે, તથા પાલક સાથે ગાજરનો રસ સરખી માત્ર માં મેળવીને પીવાથી તે અસરકારક સાબિત થાય છે.