માનવજાતિ આદિકાળથી સૌંદર્યની પૂજારી રહી છે, પરમ સૌદર્યને ઈશ્વરનો એક અંશ માન્યો છે. તેથી જ, ઈશ્વરના સ્વરૂપને સત્યમ્ શિવમ્ સુંદરમ્ કહ્યું છે. માનવ પણ ઈશ્વરનો જ એક અંશ છે. તેથી તે પોતાના પરમ પિતાની પેઠે સુંદર હોય તે સ્વાભાવિક જ છે.
આ પૃથ્વી પર જન્મતું દરેક નવજાત શિશુ ઈશ્વરના આ સૌંદર્યનો અંશ લઈને જ જન્મે છે. પછી કાળક્રમે પોતાના ગુણ મુજબ તે સૌંદર્યના અંશને ખીલવે છે અથવા જાળવી રાખે છે કે પછી કુરૂપ કરી નાખે છે. આ બાબત જેટલી આંતરિક સૌંદર્યને લાગુ પડે છે તેટલી જ દૈહિક સૌંદર્યને પણ લાગુ પડે છે.
સફેદ ડાઘનાં દર્દીઓને જેના વિષે જાણવાની વધુમાં વધુ તાલાવેલી હોય છે, તે છે, સફેદ ડાઘમાં શું દવા કરવી જોઈએ. સામાન્ય રીતે સફેદ ડાઘ એ ત્વચાનો વિષય હોઈ ઘણાંખરાં દર્દીઓ સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે પહોંચી જવું વધુ પસંદ કરે છે. પરંતુ આપણે જાણ્યું તેમ સફેદ ડાઘ અંગેની આધુનિક તબીબી વિજ્ઞાનની સમજણ અને સારવાર હજુ સંશોધનના તબક્કામાં છે અને તે ઉપરાંત હાલ વપરાતી મોટા ભાગની ઍલોપેથિક દવાઓનું મૂળ આયુર્વેદમાં જ રહેલું છે.
નારિયળ તેલ ત્વચાને ફરી વર્ણકતા પ્રદાન કરવામાં સહાયક છે. સાથે જ ત્વચા માટે શ્રેષ્ઠ. તેમા જીવાણુરોધી અને સંક્રમણ વિરોધી ગુણ પણ જોવા મળે છે. પ્રભાવિત ત્વચા પર દિવસમાં 2થી 3 વાર નારિયળ તેલથી મસાજ કરવાથી ફાયદો થાય છે.
લીમડો એક સારો રક્તશોધક અને સંક્રમણ વિરોધી તત્વોથી ભરપૂર ઔષધિ છે. લીમડાના પાનને છાશ સાથે વાટીને તેનો લેપ બનાવીને ત્વચા પર લગાવો. જ્યારે આ સંપૂર્ણ રીતે સૂકાય જાય તો તેને ધોઈ લો. આ ઉપરાંત લીમડાના તેલનો પ્રયોગ પણ કરી શકો છો અને લીમડાના જ્યુસનું સેવન પણ કરી શકો છો.
હળદર ને સરસિયાના તેલ સાથે હળદર પાવડરનો લેપ બનાવીને લગાવવો પણ લાભકારી છે. આ માટે 1 કપ કે લગભગ 250 મિલીલીટર સરસિયાના તેલમાં 5 મોટી ચમચી હળદર પાવડર નાખીને મિક્સ કરો અને આ લેપને દિવસમાં બે વાર પ્રભાવિત ત્વચા પર લગાવો. 1 વર્ષ સુધી આ પ્રયોગને સતત કરો. આ ઉપરાંત તમે હળદર પાવડર અને લીમડાના પાનનો લેપ પણ કરી શકો છો.
રક્તસંચારને સારુ બનાવવા અને મેલેનિનના નિર્માણમાં આદુ ખૂબ લાભકારી છે. તેના રસને પાણીમાં મિક્સ કરીને પીવો અને પ્રભાવિત ત્વચા પર પણ લગાવો. સફરજનના સિરકાને પાણી સાથે મિક્સ કરીને પ્રભાવિત ત્વચા પર લગાવો. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી સફરજનનો સિરકો મિક્સ કરીને પીવો પણ લાભકારી રહેશે.
લાલ માટીમાં પુષ્કળ પ્રમાણમાં તાંબુ જોવા મળે છે. જે મેલેનિનના નિર્માણ અને ત્વચાના રંગનુ પુન: નિર્માણ કરવામાં મદદરૂપ છે. તેને આદુના રસ સાથે મિક્સ કરીને પણ પ્રભાવિત સ્થાન પર લગાવવુ લાભકારી રહેશે.
શરીર પર પડતા આવા ડાઘને દૂર કરવા માટે જીવન શૈલી અને ખાન-પાનમાં પરિવર્તન કરવું જરુરી છે. આ રોગથી પીડતાથી વ્યક્તિએ કારેલાનું શાક વધુમાં વધુ ખાવું જોઈએ. તેમણે ખાટું, મીઠાવાળું, માછલી, દૂધ અને દહી જેવા આહારોથી બચવું જોઈએ. ગરમ દૂધમાં હળદરનો પાઉડર નાખીને દિવસમાં બે વખત 5 મહિના સુધી પીવાથી ફાયદો થાય છે. સાબુ અને ડિટર્જન્ટ પાઉડરનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
આમળા અને ખદિરની અંતરછાલનો ઉકાળો બનાવી તેમાં બે રતી બાવચીનું ચૂર્ણ મેળવી લાંબો વખત પીતા રહેવાથી સફેદ ડાઘ મટે છે. બકાનલીમડો, લીમડો, દંતીમૂળ, ચિત્રકમૂળ તથા ભોરિંગણીનાં મૂળનો ઉકાળો પીતા રહેવાથી સફેદ ડાઘ મટે છે. રોજ સવારે તુલસીનાં પાનની ચા પીવાથી સફેદ ડાઘ મટે ઊમરાની છાલનું ચૂર્ણ તથા બાવચીનું ચૂર્ણ સરખા ભાગે લઈ તેનું નિત્ય બે રતી પ્રમાણમાં સેવન કરવાથી સફેદ ડાઘ મટે છે.
લીમડાનાં પાન, આવળનાં પાન, ઝીણી આવળ, હળદર, દારુહળદર, જીરુ, ધાવડી, લીંબોડી, હરડે, બહેડાં અને આમળાંને સરખા ભાગે મેળવી તેનું ચૂર્ણ કરી ઠંડા પાણી સાથે લેવાથી સફેદ ડાઘ સારો થાય છે. સફેદ ડાઘવાળાએ આમળાનો ઉપયોગ બારેમાસ કોઈ ને કોઈ રીતે ચૂર્ણ, ઉકાળો, ગોળી, તાજાં આમળાં કે ચ્યવનપ્રાશ સ્વરૂપે કરતા રહેવાથી લાભ થાય છે.
જે વ્યક્તિ સફેદ ડાઘની સમસ્યાથી પીડાતી હોય તેણે તાંબાના વાસણમાં આખી રાત ભરી રાખેલું પાણી સવારે ઉઠીને પીવું જોઈએ. ગાજર, દૂધી અને દાળનો ખોરાક વધુ લેવો જોઈએ. જેનાથી શરીરમાં પોષક તત્વોની અછત ન થાય. 2થી 4 બદામ રોજ ખાવી જોઈએ.
આયુર્વેદમાં સફેદ ડાઘની સારવારમાં વપરાતી કેટલીક અત્યંત પ્રસિદ્ધ જડીબુટ્ટીઓનું રાસાયણિક સંઘટન તપાસી તેમાં રહેલાં ઉપયોગી તત્ત્વોનો અભ્યાસ કરી, તેનું કૃત્રિમ નિર્માણ કરી, ટીકડી અને મલમ સ્વરૂપે વપરાય છે. ઔષધિ એની એ જ હોવા છતાં આધુનિક વિજ્ઞાનની મર્યાદિત સફળતા પાછળનું મુખ્ય કારણ તેની પાયાની સમજણ છે. તે પાયાની સમજણને અવગણવાથી પૂરતી સફળતા મળતી નથી.
મોટા ભાગનાં વૈદ્યો અને કેટલાક ડૉક્ટરો પણ સફેદ ડાઘના દર્દીઓને લગાવવા માટે બાકુચી તેલ સૂચવે છે. આ તેલ બાકુચી કે બાવચી નામની વનસ્પતિના છોડનાં બીજમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. આ તેલ સફેદ ડાઘના દર્દીઓમાં ખૂબ સારું પરિણામ આપે છે. બજારમાં આ તેલ બે પ્રકારનાં મળે છે : બાવચીના બીજને તલના તેલમાં ઉકાળીને બનાવેલ બાકુચી તેલ અને બાવચીનાં બીજને પીલીને કે તેલપાતન વિધિ દ્વારા કાઢવામાં આવેલ તેલ.