કબજિયાત હોવી મતલબ તમારું પેટ સાફ નથી થયુ કે પછી તમારા શરીરમાં તરલ પદાર્થોની ઉણપ છે. કબજિયાત દરમિયાન વ્યક્તિ તાજગી નથી અનુભવી શકતો. જો લાંબા સમયથી કબજિયાત રહે છે અને તમે આ બીમારીનો ઈલાજ નથી કરાવ્યો તો આ એક ભયંકર બીમારીનું રૂપ લઈ શકે છે. કબજિયાત થવા પર વ્યક્તિને પેટ સંબધી તકલીફો પણ થાય છે. જેમ કે પેટ માં દુ:ખવુ, વ્યવસ્થિત રૂપે તાજગી અનુભવવામાં પરેશાની થવી, શરીરમાંથી મળ સંપૂર્ણ રીતે ન નીકળવો વગેરે. કબજિયાત માટે પ્રભાવશાળે પ્રાકૃતિક ઉપાયો ઉપરાંત આયુર્વેદિક સારવાર દ્વારા પણ કબજિયાત દૂર થઈ શકે છે.
કબજિયાત થતા વધુ માત્રામાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, ડોક્ટર્સ ગરમ પાણી પીવાની પણ સલાહ આપે છે. કબજિયાતના રોગીને પાતળા તરલ પદાર્થ અને સાદુ ભોજન જેવુ કે ઉપમા, ખિચડી વગેરે ખાવાની સલાહ આપવામં આવે છે. કબજિયાત દરમિયાન ઘણીવાર છાતીમાં બળતરા થવા લાગે છે. આ પરિસ્થિતિમાં એસીડીટી થવાથી અને કબજિયાત ને કારણે ખાંડ અને ઘી ને મિક્સ કરીને ખાલી પેટે ખાવુ જોઈએ.
લીલા શાકભાજીઓ અને ફળો જેવા કે પપૈયુ, દ્રાક્ષ, શેરડી, જામફળ, ટામેટા, બીટ, અંજીર ફળ, પાલકનો રસ કે કાચી પાલક, કિશમિશને પાણીમાં પલાળી ખાવ. રાત્રે મોટી દ્રાક્ષ ખાવાથી કબજિયાત દૂર કરવામાં મદદ મળે છે. હકીકતમાં પાણી અને પાતળા પદાર્થોની ઉણપ કબજિયાતનું મુખ્ય કારણ છે. પાતળા પદાર્થોની કમીથી મળ આંતરડામાં સૂકાય જાય છે અને મળનો નિકાસ માટે જોર લગાવવું પડે છે, જેથી કબજિયાતના રોગીને ખાંસી થવા માંડે છે.
ડોક્ટર્સ કબજિયાતને દૂર કરવા માટે મોટાભાગે ઈસબગુલ ખાવાની સલાહ આપે છે. ઈસબગુલને રાત્રે સૂતા પહેલા ગરમ દૂધમાં કે પાણીમાં મિક્સ કરીને પીવું જોઈએ. ખાવામાં લીલા પાંદડાની શાકભાજી ઉપરાંત રેશેદાર શાકભાજીનું સેવન વિશેષરૂપે કરવુ જોઈએ. જેનાથી શરીરમાં પાતળા પદાર્થોમાં વધારો થાય છે.ચિકાશવાળા પદાર્થો પણ કબજિયાત દરમિયાન લેવા ફાયદાકારક રહે છે.
ગરમ પાણી અને ગરમ દૂધ કબજિયાત દૂર કરે છે. રાત્રે ગરમ દૂધમાં કેસ્ટનર મતલબ દિવેલ નાખીને પીવુ એ કબજિયાત દૂર કરવાનો અસરકારક ઉપાય છે. લીંબૂના રસને પાણીમાં નાખીને, દૂધમાં ઘી નાખીને, ગરમ પાણીમાં મધ નાખીને પીવાથી કબજિયાત દૂર થાય છે. સવાર સવારે ગરમ પાણી પીવાથી પણ કબજિયાત દૂર થવામાં ઘણી મદદ મળે છે. અળસીના બીજનો પાવડર પાણીની સાથે લેવાથી કબજિયાત દૂર થવામાં મદદ મળે છે.
આ રીતે અસરકારક પ્રાકૃતિક ઉપચાર અને આયુર્વેદિક ઉપચારના માધ્યમથી કબજિયાતને સ્થાયી રૂપથી સહેલાઈથી દૂર કરી શકાય છે. પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે, આપણે આખા દિવસમાં 8થી10 ગ્લાસ પાણી જરૂર પીવું જોઇએ. સમયસર પાણી પીવાથી શરીરમાં થતા નાના મોટા રોગોનો નાશ થઇ જાય છે. સવારે ઉઠીને બે ગ્લાસ ગરમ પાણી પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. કારણકે કબજિયાતનું મૂળ કારણ શરીરમાં પાણીની કમી હોય છે. ગરમ પાણી તમારા શરીરમાં જમા થયેલા કચરાને સરળતાથી બહાર કાઢી દે છે.
મેથી પણ કબજિયાતની સમસ્યા માટે ઉત્તમ મનાય છે, દરરોજ સૂતા પહેલા એક ચમચી મેથીનું ચૂરણ પાણીમાં મેળવીને પીવું જોઇએ. મેથી સવારે તમારા પેટને સાફ કરવામાં મદદરૂપ સાબિત થશે. દરરોજ દહીં ખાવાથી પણ કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ સિવાય રોજ રાતે 1 ચમચી મેથી દાણા પાણીમાં પલાળી સવારે તેણે ઉકાળી નવશેકું રહે એટલે નરણાં કોઠે પીવાથી પણ પેટની સમસ્યાઓ ખતમ થાય છે. એસિડિટી, પેટનો દુખાવો, આફરો, બેચેની જેવી સમસ્યામાં મેથી દાણાનું સેવન બેસ્ટ છે.
વરિયાળી કબજિયાત દૂર કરી ડાઈજેસ્ટિવ સિસ્ટમ અને બોવેલ મૂવમેન્ટને વધારે છે. તેના ઉપયોગ માટે 1 કપ વરિયાળીને સૂકવીને શેકી લો. પછી તેને બારીક પીસીને એક જારમાં ભરી લો. રોજ રાતે સૂતા પહેલાં તેનો અડધી ચમચી પાઉડર પાણી સાથે લો.