માત્ર 24 કલાકમાં વર્ષો જૂની કબજિયાતને જડમૂળથી છુટકારો મેળવવાનો 100% પરિણામ વાળો ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કબજિયાતની સમસ્યાએ હાલના સમયમાં દરેક વ્યક્તિને વધારે થતી સમસ્યાઓમાંથી એક છે આ સમસ્યા પાછળ નું મુખ્ય કારણ આપણું રહેણીકરણી અને ખાનપાન છે. કબજિયાત દરમિયાન વ્યક્તિ તાજગી નથી અનુભવી શકતો.

જો તમને લાંબા સમયથી કબજિયાત રહે છે અને તમને આ બીમારીનો ઈલાજ નથી કરાવ્યો તો આ એક ભયંકર બીમારીનું રૂપ લઈ શકે છે.  આજ પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે લોકો દવાઓથી લઇને ઘણી ચીજોનો સહારો લે છે. આથી આજે અમે તમને કબજિયાત દૂર કરવાના ઘરેલુ ઉપાયો જણાવી રહ્યા છીએ.

સવારે ભૂખ્યા પેટે એક કપ ગરમ પાણીમાં અડધું લીંબુ નીચવીને તેમાલ એક નાની ચમચી કેસ્ટર ઓઇલ ઉમેરીને પીઓ. આ પાણી પીવાના 15-20 મિનિટ બાદ પેટ સાફ થઇ જશે. તે સિવાય રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં 2-4 ટીંપા કેસ્ટર ઓઇલ ઉમેરીને પીઓ. જેથી સવારે પેટ સહેલાઇથી સાફ થઇ જશે.

બીલીનું ફળ કબજિયાત દુર કરવા માટે ફાયદાકારક છે. અડધો કપ બીલીના ફળનો ગર્ભ અને ચમચી ગોળ નાખીને સાંજે ભોજન લેતા પહેલા સેવન કરવાથી કબજિયાત દુર થાય છે. બીલીના ફળનું સરબત બનાવીને પીવાથી પણ ફાયદો થાય છે.  રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દુધમાં 1 થી 2 ગ્લાસ ગરમ દુધમાં 1 થી 2 ચમચી એરંડાનું તેલ નાખીને પીવાથી કબજિયાત દુર થાય છે. એરંડાનું તેલ શરીરના આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે.

અળસી ના બીજ એક ગ્લાસ હુફાળા દૂધ સાથે રાત્રે સેવન કરવાથી સવારે પેટ ખુબ સરળતાથી સાફ થઇ જાય છે. નારિયેળ પાણી પણ પેટ સાફ કરવામાં રામબાણ છે. રોજ નારિયેળ પાણી સવારે ખાલી પેટ પીવાથી પેટ સાફ થાય છે. ત્રિફળાની બે ચમચી ચૂર્ણ રોજ રાત્રે સુતા પહેલા ગરમ દૂધ કે ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત દુર થઇ જાય છે.

મધનો ઉપયોગ કબજિયાત દુર કરવા માટે ફાયદાકારક છે. મધ શરીરમાંથી કફને પણ સાફ કરી નાખે છે. મધમાં લેક્સટીવ ગુણ મળી આવે છે. જે કબજીયાતની સમસ્યા દુર કરવામાં સહાયક થાય છે. મધ શરીરના કચરાને સાફ કરે છે. સવારમાં ભૂખ્યા પેટે મધ ખાવાથી કબજિયાત થોડા સમયમાં જ દુર થાય છે.  રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દુધમાં બે ચમચી મધ ભેળવીને પીવાથી કબજિયાત મટે છે.

એક ગ્લાસ પાણીમાં એક ચમચી મુલેઠીનું ચૂર્ણ અને એક ચમચી  ગોળ ભેળવીને તેનું સેવન કરવાથી કબજીયાતની સમસ્યા દુર થાય છે.  મુલેઠી કબજિયાતમાં આંતરડામાંથી જૂના મળને સાફ કરવાનું કાર્ય કરે છે. પાકા ટમેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ સાફ થઈ થાય છે અને જેનાથી કબજીયાતની સમસ્યા દુર થાય છે.

સૂકા અંજીરને રાતના સમયે પાણીમાં પલાળીને રાખો અને સવારે ચાવીને ખાઓ. તેને દૂધની સાથે પણ પી શકો છો. 5-6 દિવસ સેવન કરવાથી કબજિયાત દૂર થશે. પાલકનું શાક કે તેના જ્યૂસને ડાયેટમાં સામેલ કરો. જેથી કબજિયાતની સમસ્યાથી રાહત મળશે અને સ્વાસ્થ્ય પણ સારુ રહેશે.

જીરું, મેથી અને અજમાને હળવા ગરમ કરીને પીંસી નાખો. જેમાં કાળું મીઠું નાખીને આ ત્રણેયનું મિશ્રણ ડબામાં રાખી લો. દરરોજ અડધી ચમચી હળવા હુંફાળા પાણી સાથે પીવાથી કબજિયાતમાં ફાયદો થાય છે. અજમો અને સોનમુખીનું ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે. અજમાના ચૂર્ણમાં સંચોરો નાખી ફાંકવાથી કબજિયાત મટે છે.

પપૈયું કબજીયાતની સમસ્યા દુર કરે છે. જેનું વિટામીન ડી રોગ પ્રતિકારક શક્તિપણ વધારે છે. કાચા પપૈયાને સલાડ, ચટણી કે મુરબ્બો કે હળવો બનાવીને ખાવામાં ઉપયોગમાં લઇ શકાય છે. વડનું ફળ ખાવાથી પણ કબજિયાત દુર થાય છે. આ મેં બતાવેલા ઉપાયો કબજિયાતના દર્દી માટે ખુબજ ફાયદાકારક છે.

1 ગ્રામ તજ અને 5 ગ્રામ હરડેનું ચૂર્ણ, 100 મિ.લિ. ગરમ પાણીમાં રાત્રે પીવાથી સવારે ખુલાસાથી ઝાડો થઇ કબજીયાત મટે છે. 30-40 ગ્રામ કાળી દાક્ષ રાત્રે ઠંડા પાણીમાં પલાટી સવારે મસળી, ગાળી થોડા દિવસ પાવાથી કબજીયાત મટે છે. સિંધવ અને મરી બારીક વાટી દાક્ષને લગાડી રાત્રે 1-1 દ્રાક્ષ ખૂબ ચાવીને ખાવાથી ઝાડાની શુદ્ધિ થઇ કબજીયાત મટે છે.

આદુનો 10 ગ્રામ રસ અને લીંબુના 10 ગ્રામ રસમાં 1.5 ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી કબજીયાત મટે છે. આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ એકત્ર કરી ભોજનની શરૂવાત લેવાથી કબજીયાત મટે છે. એક ગ્લાસ ઠંડા પાણીમાં લીંબુનો રસ પ્રાત:કાળે પીવાથી કબજીયાતમાં ફાયદો થાય છે. 10 ગ્રામ લીંબુનો રસ અને 10 ગ્રામ ખાંડ 100 મિ.લિ. પાણીમાં એકાદ માસ સુધી દરરોજ રાત્રે પીવાથી જીર્ણ કબજીયાત મટે છે.

એક ગ્લાસ સહેજ ગરમ પાણીમાં 1-1 ચમચી લીંબુ અને આદુનો રસ તથઆ 2 ચમચી મધ મેળવી પીવાથી અજીર્ણ અને કબજીયાત મટે છે. સવારમાં વહેલા ઉઠી થોડું ગરમ પાણી પીવાથી દસ્ત સાફ આવે છે. અને કબજીયાત દૂર થાય છે. એક ચમચો કાળા તલ પાણીમાં પલાળી વાટી માખણ કે દહીંમાં મેળવી રોજ સવારે ખાવાથી કબજીયાત મટે છે.

ખજૂર રાત્રે પાણીમાં પલાળી, સવારે મસળી, ગાળીને પીવાથી રેચ લાગીને મળ શુદ્ધિ થાય છે. ખજૂરની 4-5 પેસી રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે મસળી તેમાં મધ નાખી 7 દિવસ સુધી પીવાથી કબજીયાત મટે છે. જામફળનું થોડાં દિવસ સુધી નિયમીત સેવન કરવાથી 3-4 દિવસમાં જ મળ શુદ્ધિ થવા માંડે છે અને કબજીયાત મટે છે. મેથીનું 3-3 ગ્રામ ચૂર્ણ સવાર-સાંજ ગોળમાં કે પાણીમાં લેવાથી કબજિયાત મટે છે. મેથીનાં કુમળાં પાનનું શાક બનાવીને ખાવાથી કબજિયાત મટે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top