કડવું કરિયાતું તાવ ઉપર ઉત્તમ ઔષધ છે. કોઈપણ પ્રકારનો તાવ કરિયાતાથી સારો થાય છે. સંન્નિપાત જવર એટલે એકસરખો ન ઊતરનારો મોટો તાવ, એના ઉપર કરિયાતું અચૂક ઔષધ છે. આ આયુર્વેદનાં કડવાં ઔષધોમાં જો હરીફાઈ કરવામાં આવે તો કદાચ કડવું કરિયાતું પ્રથમ પુરસ્કાર લઈ આવે અને તેમજ જે અતિશય કડવાં ઔષધોમાં કડવું કરિયાતુંની સામે કદાચ બીજું કોઈ ઔષધ ટકી શકે નહીં
તો ચાલો આજે અમે તમને જણાવીશું કડવું કરિયાતુંથી થતાં અનેક ફાયદાઓ. ૨૦ ગ્રામ કડવું કરિયાતું અને ૧૦ ગ્રામ સૂંઠ ખાંડી અડધા લિટર પાણી લઈ ઉકાળવું. ઉકાળો કરી તેને સવાર સાંજ પીવો જોઈએ. આનાથી પસીનો થઈ જલદી તાવ ઊતરે છે. દશ ગ્રામ કરિયાતું લઈ ખોખરું કરી ૩૦ ગ્રામ પાણીમાં રાત્રે પલાળવું, સવારે તે પાણી ગાળી લઈ તેમાં ૧૦ ગ્રામ મધ અને ૩ ગ્રામ ખડીસાકર નાખવી આ મિશ્રણ સારી ભૂખ લાગાડે છે અને શક્તિ આપે છે.
કરિયાતું ઝાડો સાફ લાવનાર અને પાચન કરનાર હોવાથી સોજામાં ઉપયોગી છે. આખા શરીરે અથવા એકાદ ભાગમાં જો સોજો ચડતો હોય તો કરિયાતું અને સૂંઠ સરખા ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી લેવું. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ સવાર-સાંજ બે વખત લેવું. થોડા દિવસમાં સોજા ઉતરવા લાગશે.
કોઈ કોઈ વખત વધારે તાવ આવ્યો હોય ત્યારે શરીરમાં સણકા આવતા હોય અને ઠંડી લાગતી હોય ત્યારે દિવસમાં પાંચ-છ વખત લાગે છે ત્યારે કરિયાતું ઉપર પ્રમાણે રાત્રે ગરમ પાણીમાં પલાળીને સવારે ગાળીને મધ નાખી પીવું જોઈએ. આમ કરવાથી તાવથી આવતી ઠંડી બંધ થશે અને હાડમાંનો તાવ ઉતારી જશે.
કરિયાતું ઠંડું હોવાથી શરીરના કોઈપણ ભાગમાંથી થતાં રક્તસ્ત્રાવને પણ મટાડે છે. કરિયાતું અને સુખડ-ચંદનનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું સવાર-સાંજ સાકર સાથે ફાકવું. આહારમાં તીખા, ખાટા, ગરમ પદાર્થો બંધ કરવા. મળી શકે તો બકરીનું દૂધ પીવું. થોડા દિવસમાં જ રક્તસ્ત્રાવ બંધ થઈ જશે.
હ્રદય ની શક્તિ વધારનાર, હૃદયને શાંત કરનાર, બ્લડપ્રેશરને સપ્રમાણ કરનાર તથા આંતરડાની નબળાઈ અને કબજિયાતને દૂર કરનાર છે આ કડુ લીવરની ક્રિયાને સુધારનાર છે. કડુ ઉત્તમ પરિણામ આપનાર ઔષધ છે. તાવ સાથે મોટે ભાગે કબજિયાત પણ જોવા મળે છે. ત્યાં કડુ બે રીતે કામ કરે છે અને તે ઝાડો સાફ લાવી કબજિયાતને દૂર કરે છે.
કરિયાતું શીતળ છે. એટલે શરીરમાં થતી બળતરા શાંત કરે છે. હાથ-પગ, આંખો કે આખા શરીરમાં ખૂબ જ બળતરા થતી હોય તો થોડા દિવસ આ પ્રમાણે ઉપચાર કરવો. કરિયાતું, ધાણા અને સાકર ૧૦-૧૦ ગ્રામ લઈ, બધાને ભેગા ખાંડી ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ રાત્રે એક ગ્લાસ પાણીમાં મેળવી દઈ, સવારે તે પાણી પી જવું. મૂત્રમાર્ગની બળતરા પણ આ ઉપચારથી મટે છે.
હૃદયના રોગોમાં કડુ અને જેઠીમધ સરખા ભાગે લઈ સવાર-સાંજ સાકરના પાણી સાથે પીવું જોઈએ અને ત્યારબાદ સુવાવડ પછી નવજાત શિશુને ધાવણ પચતું ન હોય તો કડુ પી શકાય છે અને તેમજ પેટના કૃમિનો નાશ કરનાર અને કટુપૌષ્ટિક હોવાથી વજન ન વધતું હોય તેમના માટે કડુ આશીર્વાદસમાન ઔષધ છે.
આ કડુ,કરિયાતું, વાવડિંગ, કાંચકા, કાળીજીરી અને કાળી દ્રાક્ષ. આ ઔષધો સમભાગે લાવી ખાંડીને અધકચરો ભુક્કો કરી લેવો જોઈએ અને બે ચમચી જેટલો આ ભુક્કો બે ગ્લાસ પાણીમાં નાંખી ઉકાળવો જોઈએ અને તેની સાથે જ એક કપ જેટલું દ્રવ્ય બાકી રહે ત્યારે ઉતારી અને ગાળી લેવી જોઈએ, તેને ઠંડું પાડીને પી જવું જોઈએ.
થોડા દિવસ આમ તાજેતાજો ઉકાળો બનાવીને પીવાથી પેટના કૃમિ-કરમિયાં મરીને બહાર નીકળી જશે અને તેમજ તમને લીવર અને જઠરની સમસ્યા દૂર થવાથી ભૂખ પણ સારી લાગશે . આ કડુ કરિયાતું હૃદયની શક્તિ વધારનાર, હૃદયને શાંત કરનાર, બ્લડપ્રેશરને સરખું કરનાર તથા આંતરડાની નબળાઈ અને કબજિયાતને દૂર કરનાર છે અને આ ઉપરાંત જણાવવામાં આવ્યું છે કે આ કડુ લીવરની ક્રિયાને સુધારનાર છે.