ભારતમાં ખજૂર સહેલાઈથી મળી જાય છે. ખજુરના ફળ ૧ થી દોઢ ઈંચ લાંબા, અંડાકાર અને ઘાટા લાલ રંગના હોય છે. જો ખજૂરના ફાયદાઓ જોવા જઈએ તો શરીરમાંથી થાક અને ચક્કર દૂર કરે છે. શરીરમાં લોહી સંચારની ક્રિયા મજબૂત થાય છે તેમજ શરદી, ખાંસી અને તાવમાં બચાવ કરે છે. તો આજે આપડે ખજૂર પાક બનાવવાની રીત જોઈશું.
ખજૂર પાક માટે ની સામગ્રી:
500 ગ્રામ પોચી ખજૂર, 3 ચમચી ઘી, અડધો કપ સમારેલી બદામ, અડધો કપ સમારેલા કાજુ, અડધો કપ સમારેલા પિસ્તા, 1 કપ નારિયેળ નું ખમણ, 200 ગ્રામ માવો, 1 ચમચી ખસખસ
ખજૂર પાક બનાવવાની રીત:
સૌપ્રથમ પોચી ખજૂર માંથી ચપ્પા ની મદદ થી ઠળિયા કાઢી ને તેને એક બાઉલ માં મૂકો. હવે એક જાડા તળિયા વાળી કડાઈ માં 3 ચમચી ઘી નાખી તેમાં સમારેલા કાજુ,બદામ અને પીસ્તા 2-3 મિનિટ સાતળી લ્યો.હવે ડ્રાયફ્રૂટ ને એક બાઉલ માં કાઢી એજ કડાઇ માં ખજૂર ને સેકી લ્યો ખજૂર ને ઘી માં શેકતી વખતે સતત હલાવતા રહેવું.
ખજૂર નો કલર બદલાય જાય અને બધું એક રસ થાય ત્યાં સુધી સેકો. ખજૂર સેકાય ગયા બાદ તેને એક બાઉલ માં કાઢી તેજ કડાઈ માં મોવો સેકો.માવા નો કલર આછા કૉફી કલર નો થાય ત્યાં સુધી સેકો. માવો સેકાઈ ગયા પછી તે કડાઈ માં ખજૂર નાખી માવો અને ખજૂર સરખી રીતે મિક્સ કરો. હવે તેમાં સાતળેલા ડ્રાયફ્રુટ અને ટોપરું ઉમેરી બધું બરાબર મિક્ષ કરી દ્યો.
હવે એક થાળી ને ઘી થી ગ્રીસ કરી ને તેમાં ખજૂર પાક પાથરી દ્યો. એક વાટકી ને ઘી થી ગ્રીસ કરી ને તેને ખજૂર પાક પર એક સરખું ફેરવી ને સરખું લેવલ કરી દ્યો.હવે તેના પર ખસખસ પથરી ને ફરી વાટકી ફેરવી દ્યો.જેથી ખસખસ સરખી ચોટી જાય. હવે ખજૂર પાક ના સરખા પિસ પાડી દ્યો.તો તૈયાર છે ખજૂર પાક.