કાજુ સૂકા મેવા તરીકે પ્રથમ સ્થાન ધરાવે છે. કાજુનાં ઝાડ આંબાની છોડ જેવાં, સદા લીલાંછમ રહેનારા અને મધ્યમકદનાં હોય છે. તેનાં ઝાડ આશરે ત્રીસથી ચાળીસ ફૂટ ઊંચાઈનો થાય છે. તેના પાન ચાર થી આઠ ઇંચ લાંબો અને ત્રણ થી પાંચ ઇંચ પહોળાં થાય છે તેનાં પાન સુગંધીદાર હોય છે. તેનાં ફળ કોમળ અને જમરૂખના ફળ જેવાં થાય છે.
ફળ પાકે ત્યારે પીળા રંગનાં થાય છે. તેના ફળની આગળ તેનું બી વળગેલું હોય છે. ફળની છાલ કઠણ હોય છે. તેના બીજ ને કાજુ કહે છે. તેની અંદર ભીલામાના જેવી ચીકાશ હોય છે. જે શરીરે લાગે તો ભિલામાની માફક ઊઠી નીકળે છે. વસંત અને ગ્રીષ્મઋતુમાં તેનાં ઝાડ વધારે વિકસે છે. કાજુના ઝાડની શીતળ છાયામાં બેસી લોકો આરામ પ્રાપ્ત કરે છે.
કાજુમાં વિટામિન એ, બી, સી, ઇ, કે વગેરે જોવા મળે છે. કાજુમાં વિટામિન ઇ વધારે છે. કાજુમાં ફાઈબર પણ વધુ માત્રામાં જોવા મળે છે. કાજુમાં આયર્ન પણ હોય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, જસત જેવા ખનિજો પણ આ ડ્રાયફ્રૂટમાં જોવા મળે છે.
કાજુ મોનોસેચ્યુરેટેડ ફેટનો સ્ત્રોત માનવામાં આવે છે જે હૃદય માટે ખુબજ લાભકારી છે. હૃદય ની તંદુરસ્તી માટે રોજ સૂતી વખતે કાજુ ખાવાથી ફાયદો મળે છે. આ સિવાય કાજુમાં કોલેસ્ટ્રોલની માત્રા એકદમ ઓછી હોય છે માટે કાજુ ખાવાથી મોટાપાની સમસ્યા પણ રહેતી નથી અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જેને લીધે વજન પણ નિયંત્રણમાં રહે છે.
કાજુ પ્રોટીનનો પણ સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે અને હાડકાની મજબૂતી માટે પ્રોટીનની ખાસ જરૂર રહે છે. એવામાં કાજુનું સેવન હાડકાને મજબૂતી આપવાની સાથે સાથે સાંધાઓના દર્દને પણ દૂર કરે છે. સવારે ભૂખ્યા પેટે અને રાત્રે સૂતી વખતે બે કાજુ ખાવા હાડકા માટે ખુબ અસરકારક સાબિત થાય છે.
કાજુ માં મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ખનીજ જોવા મળે છે જે હાડકાંને મજબૂત બનાવવા માટે ફાયદાકારક છે અને કાજુનું સેવન કરવાથી શરીરના હાડકાં મજબૂત બને છે. કાળી દ્રાક્ષ કે લીલી દ્રાક્ષ સાથે બેથી ત્રણ તોલા કાજુ ખાવાથી અજીર્ણ કે ગરમીને કારણે થયેલી કબજિયાત મટે છે. કાજુનાં સેવનથી કેન્સર જેવી જીવલેણ બીમારી સામે પણ બચી શકાય છે. કાજુમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. તેની સાથે સાથે તેમાં વિટામિન-બી પણ હાજર હોય છે.
જો વાળ ખરવાની સમસ્યાથી પીડિત છો તો આજથી કાજુ ખાવાનું શરૂ કરી દો અને કાજુમાં મળતા પોષક તત્વો વાળને યોગ્ય પોષણ આપે છે. આને કારણે અકાળે વાળ ખરતા ઓછા થાય છે અને વાળ વધુ મજબુતબને છે. કાજુમાં હાજર કોપર સફેદ વાળ થતાં અટકાવે છે.
ત્વચા સુધારવા માટે કાજુનું સેવન કરવું એ એક સારો વિકલ્પ છે અને કાજુ ખાવાથી ત્વચા નરમ અને સાફ રહે છે અને ત્વચાની સુંદરતા વધારવા માટે આ ડ્રાયફ્રૂટ ખાવા જોઈએ. ચહેરા પરથી ખીલ અને ડાઘ દૂર કરવામાં કાજુ ફાયદાકારક છે અને સામાન્ય શબ્દોમાં કાજુના સુકા ફળોમાં વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો હોય છે.
કાજુનું ફળ તૂરું, મધુર, લઘુ અને ધાતુવર્ધક છે. એ વાયુ, કફ, ગોળો, ઉદરરોગ, તાવ, વ્રણ, અગ્નિમાંદ્ય, કોઢ, સંગ્રહણી, મસા અને આનાહ–આફરો મટાડે છે. વળી એ વાતશામક, ભૂખ ઉઘાડનાર અને હૃદય માટે હિતકારી છે. હૃદયની નબળાઈ માટે કાજુ ઉત્તમ મનાય છે.
કાજુના બીમાંથી પીળા રંગનું તેલ નીકળે છે. તે તેલ પૌષ્ટિક અને જૈતુન (Olive)ના તેલ કરતાં વધુ ગુણકારી ને શ્રેષ્ઠ છે. શુદ્ધ ઘીના અભાવમાં કાજુનું તેલ ઉત્તમ ફાયદાકારક બને છે. શિયાળાની વહેલી સવારે દરરોજ ખાલી પેટે બેથી ત્રણ તોલા કાજુ ખાઈ ઉપર મધ ચાટવાથી મગજની શક્તિ તથા યાદશક્તિ વધે છે.
કાજૂનું નિયમિત સેવન કરવાથી બ્લ્ડપ્રેશરને નિયંત્રમાં લાવી શકાય છે. કાજુમાં સોડિયમ અને પોટેશિયમનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે માટે તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે જવાબદાર છે. કાજુનું તેલ ચામડીના બહારના નાના મસા પર ચોપડવાથી ફાયદો થાય છે. તેમજ પગ ફાટીને પડેલા ચીરા પર કાજુના તેલની માલિશ કરવાથી ફાયદો થાય છે.
કાજુ પુરુષોની સેક્સ લાઈફને વધુ સારી બનાવી શકે છે. જો કોઈ પુરુષને એમ લાગે કે તે તેના પાર્ટનરની સાથે ફિઝિકલ થતી વખતે સારું પરફોર્મન્સ આપી શકતો નથી તો કાજુનું સેવન તેના માટે સારું રહે છે. જો તમે પ્રેગ્નેન્સી માટે સેક્સ કરી રહ્યાં હોવ તો કાજુને ડાયટમાં જરૂર સામેલ કરો.