કાળા મરીમાં વિટામિન સી અને એન્ટી ફ્લેમેટરી ભરપૂર પ્રમાણમાં હોય છે. રસોડામાં મરીમસલા તરીકે ઉપયોગમાં લેવાતા કાળા મરીને દવા તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. આ સિવાય કાળા મરીમાં વિટામિન એ, ઇ, કે, સી અને વિટામિન બી 6, થાઇમિન, નિયાસિન, સોડિયમ, પોટેશિયમ વગેરે ગુણધર્મો છે.
કાળામરીના નીયમિત સેવનેથી સ્થુળતા અને પેટને લગતી તમામ તકલીફો દૂર કરી શકાય છે. આજે અમે તમને કાળા મરીના ફાયદાઓ વિશે જાણીએ. મરી આંખોની રોશની વધારવા માટે મદદ કરે છે. કાળા મરીનો પાવડર બનાવી લો. તેને બદામ, ખાંડ, વરીયાળી અને ત્રિફળા પાવડર સાથે તેનો નિયમિત પ્રયોગ કરવાથી આંખોની રોશની વધે છે. સફેદ મરીનું સેવન કરવાથી મોતિયા જેવી સમસ્યાઓ માટે પણ ખુબ જ ઉપયોગી છે.
કાળા મરીને કાળી દ્રાક્ષ સાથે મિક્સ કરી 2થી 3 વખત ચાવીને ખાવાથી પેટના કીડા દૂર થાય છે. તો છાશમાં કાળા મરીનો પાવડર મિક્સ કરી પીવાથી પણ આવો જ ફાયદો થાય છે. લીંબુના ટૂકડાં પરથી બી કાઢી તેમાં મરીનો પાવડર અને માઠાનો પાવડર ભરી તેને ગરમ કરીને ચૂસવાથી કબજિયાતમાં લાભ થશે. એક કપ ગરમ પાણીમાં 3-4 પીસેલા કાળા મરી સાથે લીંબુનો રસ મિક્સ કરી પીવાથી ગેસની ફરિયાદ દૂર થશે.
કાળા મરી એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપુર હોય છે, માટે તે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ ઉપયોગી છે. સફેદ મરીના સેવનથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે જેના પરિણામે શરદીના વાઈરસનો નાશ કરવા શરીર સક્ષમ બને છે. સાથે ગરમ સ્વભાવ પણ શરદીને મટાડે છે. સફેદ મરીનું મધ સાથે સેવન કરવાથી શરદી મટે છે.
અડધી ચમચી કાળા મરીના પાવડરને થોડા ગોળમાં મિક્સ કરી નાની-નાની ગોળીઓ બનાવી ચૂકવાથી ખાંસીમાં રાહત મળે છે. પાણીને તુલસી, કાળા મરી, આદું, લવિંગ અને ઇલાયચી સાથે ઉકાળીને ચા બનાવી પીવાથી તાવ શરદી અને તાવમાં લાભ થાય છે. બારીક પીસેલા કાળા મરીને સાકરમાં મિક્સ કરી મુકો. આ મિશ્રણને ચરટી મધ સાથે મિક્સ કરી ખાવાથી ગળાની તકલીફમાં રાહત મળે છે અને અવાજ સ્પષ્ટ બને છે.
દાંતોની તમામ પ્રકારની સમસ્યાઓ જેવી કે દાંતનો દુ:ખાવો, દાંત ખરાબ થવા વગેરે કાળામરીથી સારું થઇ જાય છે. દાંતમાં દુ:ખાવો થાય ત્યારે કાળામરીના દાણાને ચાવવા જોઈએ, આનાથી દાંતનો દુ:ખાવો સારો થવા લાગે છે. દાંતોમાં પાએરિયાની સમસ્યા હોય તો મરીના પાઉડરને મીઠા સાથે મિક્ષ કરીને દાંતો ઉપર લગાવવાથી તમને રાહત મળશે
કાળામરી બ્લડપ્રેસરને નિયંત્રિત કરવા અને શરીરને આરામ અપાવવામાં ઘણા ફાયદાકારક છે. જો તમને હાઈ બ્લડ પ્રેસરની સમસ્યા છે, તો રોજ જમ્યા પછી એક ચમચી કાળામરી એક ગ્લાસ પાણી સાથે પીવો તો તમારું બ્લડ પ્રેસર કંટ્રોલમાં આવી જશે. નિયમિત રૂપથી મરીનું સેવન કરવામાં આવે તો કોલેસ્ટ્રોલ લેવલ નિયંત્રણમાં રહે છે અને જેનાથી હાર્ટએટેકનો ખતરો ઓછો થાય છે. હ્રદયના રોગ સાથે જોડાયેલા દર્દીઓ માટે કાળા મારી ખુબ જ ઉપયોગી છે. તેના સેવનથી હ્રદય સ્વસ્થ રહે છે.
શરીર પર, છાતીમાં, પગમાં અને હાથોમાં ઉગેલા વધારાના નકામાં વાળ અને રુવાંટી ને દુર કરવામાં મરી ખુબ જ ઉપયોગી છે. બદામના તેલમાં આ કપૂર અને સફેદ મરી મિક્સ કરીને આ મિશ્રણ વધારા વાળ કે શરીર પરની રુવાંટીઓ પર લગાવી દેવાથી અને તેને 15-20 મિનીટ માટે લગાવી રાખવાથી વાળ દુર થઇ શકશે.
શરદી અને કફ થવા પર કાળા મરીનો પાવડર બનાવીને ખાવાથી ખાંસી અને કફ ઠીક થાય છે. શરદી- ખાંસી માટે કાળા મરી રામબાણ સમાન છે. જેમાં ભરપુર માત્રામાં એન્ટીબાયોટીક ગુણ હોય છે જે બોડીની અંદર ગરમી પેદા કરીને શરદીમાં થનારી સમસ્યાઓથી છુટકારો અપાવે છે. મેથીના દાણાનો પાવડર, હળદર પાવડર અને કાળા મરીના પાવડરનું સેવન 1 ગ્લાસ દૂધ સાથે કરવાથી સુગરનું લેવલ નિયંત્રણમાં રહે છે અને ડાયાબિટીસમાં ફાયદો મળે છે. જેના પરિણામે ડાયાબીટીસ નિયંત્રણમાં રહે છે.
ગળું બેસી ગયું હોય ત્યારે તમારે મરી સાથે ઘી અને સાકર ભેળવીને તેને ચાટવાથી તે ગળું ખુલી જશે. તેનાથી ગળું ખુલતા તમારો અવાજ પણ સારો થઇ જશે. 8 થી 10 મરીના ભુક્કા પાણીમાં ઉકાળીને તેના કોગળા કરવા તેનાથી કોઈ પણ જાતનો ચેપ લાગશે નહિ. આંખની રોશની નબળી પડી ગઈ હોય ત્યારે તમારે તેને પીસીને તેનો પાઉડર બનાવીને તમારે તેમાં દેશી ગાયનું શુદ્ધ ઘી ભેળવીને તેને રોજે ખાવાથી આંખની રોશનીમાં વધારો થાય છે. તેનાથી આંખની નબળાઈ પણ દૂર થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.