આ ખાસ ટામેટાં ખાવાથી તમને એટલો ફાયદો થશે કે તમે વિચાર પણ નહીં કરી શકો. કાળા ટામેટા વિશે તમે જાણતા હશો કે થોડા સમય પહેલા જ ભારત આવ્યા હતા અને જો તમને ટામેટા ખાવાનું ગમતું હોય તો તમારા માટે આ સારા સમાચાર હશે.
ચાલો તમને કાળા ટામેટાંના ફાયદા જણાવીએ. કાળા ટમેટાં સૌ પ્રથમ બ્રિટનમાં ઉગાડવામાં આવ્યા હતા. આ ટમેટા ઉગાડવાનો શ્રેય બ્રિટનના રે બ્રાઉનને જાય છે. આ ટમેટા આનુવંશિક પરિવર્તન દ્વારા બનાવવામાં આવે છે.
અંગ્રેજીમાં તેને ઈન્ડિગો રોઝ ટામેટા કહેવામાં આવે છે. હવે આ કાળા ટામેટા ભારતમાં પણ થઈ ગયા છે. એટલે કે તેની ખેતી ભારતમાં પણ શક્ય થઈ છે.બીજના પેકની કિંમત 110 રૂપિયા છે, જેમાં 130 બીજ છે.આ ખાસ ટમેટા ઘણા બધા રંગમાં ફેરફાર કરે છે,આ ટમેટા સામાન્ય ટામેટાની જેમ ઉગે છે.
સૌ પ્રથમ તે લીલોતરી હોય છે. તે પછી લાલ રંગ ના થાય છે. પછી તેનો રંગ વાદળી બનીને કાળો થઈ જાય છે. જેને કાળો ટમેટા કહેવામાં આવે છે.તેમા ફરક માત્ર એટલો છે કે તેમાં વધુ પોષક તત્ત્વો જોવા મળે છે.
કેન્સર ના દરદ્દીને કાળા ટામેટાં ખૂબ ફાયદા કારીક સાબિત થયા છે. કાળા ટામેટાં મુક્ત રેડિકલ્સ સામે લડવાની મહતમ ક્ષમતા ધરાવે છે. મુક્ત રેડિકલ ખૂબ સક્રિય કોષો છે જે સ્વસ્થ કોષોને નુકસાન પહોંચાડે છે. અને આ કારણોસર, આ કાળો ટમેટા કેન્સર સામે લડવામાં પણ સક્ષમ છે.
કાળા ટામેટાં એન્ટી ઓક્સિડેન્ટથી ભરપુર હોય છે. આ સાથે તેમાં પ્રોટીન, વિટામિન એ, સી, મિનરલ્સ જોવા મળે છે. જે તમને તમારા બ્લડ પ્રેશરના નિયંત્રણ રાખવામાં મદદ રૂપ છે.
કાળા ટામેટાં આખની દ્રષ્ટિ પણ ઉતેજીત અને સ્વસ્થ છે. કાળા ટામેટાં આંખો માટે ખૂબ ફાયદાકારક છે. તે તમારા શરીરમાં વિટામિન એ અને વિટામિન સીની ઉણપને ભરવામાં મદદ કરે છે. કાળા ટામેટાં ખાવાથી હાર્ટ એટેક આવવાની સંભાવના ઓછી રે છે. કારણ કે તેમાં એન્થોસીયાનિન છે જે તમને હાર્ટ એટેકથી બચાવે છે. નિયમિતપણે કાળા ટામેટાંનું સેવન કરવાથી તમને ક્યારે હાર્ટ એટેક આવવાની સંભાવના રેસે નઈ.
એન્ટીઓક્સીડેન્ટ મિનરલ્સ જેવા મેગ્નેશિયમ અને પોટેશિયમ તત્વો કાળા ટામેટામાં છે. સારા કોષોને નુકસાન કરતાં ફ્રી રેડિકલ્સથી લડવાની ક્ષમતા કાળા ટામેટા ધરાવે છે. વીટામીન એ અને સી ભરપુર છે.બેટ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.
કાળા ટામેટાં કાચા ખાવામાં તે ખાટા હોતા નથી ન તો ખૂબ મીઠા હોય છે. બહાર કાળા અને અંદર લાલ-બ્રાઉન હોય છે. લીલા, લાલા કે કાળા ટામેટા રાંધીને ખાવાથી નુકસાન કરે છે ઍટલે તેને રાંધીને ખાવામાં આવતા નથી. તેને કાચા ખાવાથી અનેક ગણો ફાયદ કારક છે.
ગુજરાતમાં ધણા બધા રોગ નો ફેલાવો છે, જેમ કે ડાયાબિટીસ, હ્રદયરોગ, ચામડી, કેન્સર મળીને 1.20 કરોડ દર્દીઓ છે. જો ખોરાકમાં જો થોડો ફેર કરવામાં આવે તો આ રોગો પાછળ 20 થી 22 હજાર કરોડનું દવાનું ખર્ચ ન કરવું પડે.
ગુજરાતનું લાલ ટામેટા કરતાં કાળા ટામેટાના છોડ વધારે વધે છે. કાળા ટામેટા ગરમ પ્રદેશમાં થાય છે. ગુજરાતનું વાતાવરણ તેને અનુકુળ છે. કાળા ટામેટા ખાવાથી ચામડીની ચમક વધે છે. જુવાની જળવાઈ રહે છે. કાચા સલાડના રૂપમાં, શાકભાજી સ્વવરૂપે ટમેટાનું સેવન શરીર માટે ફાયદા કારક છે. તેમાંથી વિટામીન એ બી તથા સી ત્રણે મળે છે. તેવું તાજેતરના સર્વે દ્વારા જાણવા મળે છે.
કાળા ટામેટામાં ફ્રી રેડિકલ્સથી લડવાની ક્ષમતા હોય છે. ફ્રી રેડિકલ્સ ખુબ વધારે સક્રિય સેલ્સ હોય છે. જે સ્વ્સ્થ સેલ્સને નુક્શાન પહોંચાડે છે. આ ઉપરાંત આ ટામેટા સ્થુળત દૂર કરવામાં પણ મદદરૂપ છે. તેને ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. જેનાથી વજન પણ ઓછું થાય છે.
કાળા ટામેટા ખવાથી શરીર થાક ઓછો લાગે છે. શરીરમાં પોટેશીયમ, કેલ્શીયમ અને સોડીયમની માત્રા ઘટી જાય છે. રાત્રે વધુ પડતો દારુ પીવાયો હોય તો ટામેટાનો રસ પીવાથી હેંગઓવર દુર થાય છે. ટામેટાં ખાદ્યચીજોનો સ્વાદ વધારવાની સાથોસાથ મગજનું પણ ધ્યાન રાખે છે.