આજના આ બેઠાડા જીવનના કારણે ઘણા બધા લોકોને ઘણી બધી સમસ્યા થતી હોય છે. આ ભાગદોડવાળી જીંદગીના કારણે કોલેસ્ટ્રોલ, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, વજન વધારો અને કેન્સર જેવી ગંભીર બીમારીનો પણ સામનો કરવો પડે છે. આ દરેક બીમારીમાંથી રાહત મેળવવા માટે એક ખૂબ જ ઉપયોગી છે અળસીનું બી. અળસી એ તલ કરતા થોડું મોટું એવું હોય છે. અળસીના બીજમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન ડી, વિટામિન બી, વિટામિન ઈ, ઓમેગા-૩ અને ઓમેગા-૬, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, એન્ટીઓક્સિડેન્ટ્સ વગેરે આવેલા હોય છે.
શાકાહારી લોકોના શરીરમાં ઓમેગા-૩ ફેટી એસિડની ખૂબ જ જરૂર પડતી હોય છે. કારણકે આપણા શરીરમાં ઓમેગા-૩ બનતું નથી. અળસીમાં ભરપૂર પ્રમાણમાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે. અળસીમાં લાઈનીન નામનું તત્વ હોય છે કે ચરબી ને જમા થતી રોકે છે અને શરીરને મજબૂત બનાવે છે. જે લોકો કસરત માટે સમય કાઢી ન શકતા હોય તે લોકોએ અળસી ખાવાની આદત પાડવી જોઈએ.
અળસીના બીજ ખાવાથી કબજિયાત દૂર થાય છે. જે લોકોને વાળ ખરવાની બીમારી હોય તેની માટે અળસી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. અળસી ખાવાથી ડાયાબિટીસમાં નિયંત્રણ રહે છે. અમેરિકામાં ડાયાબિટીસના દર્દીઓ હંમેશા પોતાની સાથે રાખતા હોય છે. જે લોકોને હૃદયની બીમારી હોય તે લોકો માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે કારણ કે અળસી માં ઓમેગા-૩ હોય છે બળતરા ઘટાડે છે.
એક રિસર્ચ પ્રમાણે અળસી કેન્સર સામે પણ રક્ષણ આપે છે. અળસીના સેવન થી બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સરથી પણ બચાવે છે. જે વ્યક્તિ ની પાચન શક્તિ ખૂબ જ નબળી હોય તે લોકોએ તેનું સેવન કરવું જોઈએ. પાચનશક્તિ સુધારવા માટે જમવાના એક કલાક પહેલા એક ચમચી જેટલી અળસીનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે.
જો તમે તમારા વાળને અને ચહેરા ને સુંદર બનાવવા માંગતા હોય તો અળસીનું સેવન કરવું જોઈએ કારણ કે અળસી માં એન્ટીઓક્સીડેન્ટ હોવાથી તે ત્વચા માટે ખૂબ જ લાભદાયી ગણાય છે. અળસી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ પ્રભાવ પાડે છે જે લોકોને હાઇ બ્લડપ્રેશરની તકલીફ હોય તે લોકોએ તેનું સેવન કરવું જોઈએ.
જ્યારે અળસીનું સેવન કરીએ ત્યારે વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ. જે લોકોને રક્તસ્ત્રાવને સમસ્યા હોય તે લોકોએ અળસી ના બીજનું સેવન ન કરવું જોઈએ. જે લોકોને પેટમાં ગેસની સમસ્યા હોય તે લોકોએ પણ ન કરવો જોઈએ. કારણ કે ગેસનું પ્રમાણ વધારે વધી પણ શકે છે. જ્યારે શરીરમાં કોઈ ઈજા થઈ હોય ત્યારે તેનું સેવન ન કરવું જોઈએ કારણ કે તે રુજવામાં વાર લાગશે.