હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય કરવા માટે શુભ દિવસ, શુભ સમય, મુહૂર્ત જોવામાં આવે છે. અને ત્યારબાદ જ કોઈપણ કાર્ય કરવામાં આવે છે. આમ કરવાનું મુખ્ય કારણ એ હોય છે શરૂ કરેલું કાર્ય કે માંગલિક પ્રસંગ સફળતાપૂર્વક પૂર્ણ થાય અને તેમાં ભાગ લેનાર દરેક વ્યક્તિ તેનો પૂરો લાભ મેળવી શકે.
હિન્દુ કેલેન્ડર અનુસાર શરદ ઋતુમાં એક મહિનો એવો આવે છે કે જ્યારે માંગલિક કાર્યો કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે. તેને ખરમાસ અથવા મલમાસ કે કમુર્તા કહેવામાં આવે છે. કમુરતા ના સમય દરમિયાન શુભ ગ્રહો અસ્ત થઈ જાય છે.
ખરમાસ દરમિયાન લગ્ન, સગાઈ, મુંડન, ઉપનયન સંસ્કાર, ગૃહ પ્રવેશ જેવા માંગલિક કાર્યો નહીં થઈ શકે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ખરમાસ અથવા મળમાસમાં માંગલિક કાર્યો કરવાથી તેમનું ઇચ્છિત ફળ મળતું નથી. જ્યારે કેટલાક સંયોગો શુભ કાર્યો માટે વર્જીત ગણવામાં આવે છે. આવા જ એક અશુભ સંયોગનો કમુરતા નો મહિનો ગણાય છે.
૧૫ જાન્યુઆરીએ સૂર્ય ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે જેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસથી સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણમાં આવે છે. આ દિવસથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે. તેથી ત્યારબાદ શુભ કાર્યો કરવાથી તેમાં શુભતા આવે છે. ધન રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ કમુરતા શરૂ થાય છે. જોકે, પિતા-પુત્ર હોવા છતાં કટ્ટર શત્રુ ગણાતા સૂર્ય અને શનિ એક જ રાશિમાં એક માસ સુધી રહેવાના હોય સારા-નરસા પરિણામો લાગી શકે છે.
ખરમાસ દરમિયાન સૂર્ય ધન રાશિમાં હોય મકરસંક્રાંતિ સુધી ધન રાશિમાં જ રહે છે. ધન રાશિમાં હોવાથી સૂર્યની સ્થિતિ નબળી હોય છે તેમ માનવામાં આવે છે. જ્યારે લગ્ન, સગાઇ જેવા માંગલિક કાર્યો કરવા માટે સૂર્યની સ્થિતિ મજબૂત હોવી જરૂરી હોય છે. માંગલિક કાર્યો કરવા માટે શુભ મુહૂર્ત વગેરે જોવામાં આવે છે. તેમાં સૂર્યની સ્થિતિ મહત્વપૂર્ણ છે. ખરમાસ દરમિયાન સૂર્ય ધન રાશિમાં બિરાજે છે તેથી આ સમયે દે માંગલિક કર્યો કરવામાં આવે છે તેને શુભ માનવામાં નથી આવતા.
૧૩ ડિસેમ્બરથી શરૂ થતા ખરમાસ બાદ લગ્ન, સગાઈ વગેરે શુભ કાર્યો અને માંગલિક પ્રસંગો માટેના મુહૂર્ત ૧૫ જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિ બાદ આવશે. ખરમાસનો પ્રારંભ થાય તે પહેલા થોડા મુહૂર્ત એવા છે જેમાં દરેક પ્રકારના માંગલિક કાર્યો કરી શકાય છે.
કમુરતાનો પ્રારંભ ૧૩ ડિસેમ્બરથી થઈ જાય છે. ત્યારબાદ શુભ કાર્યો પર રોક લાગશે પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ માસ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાન, પૂજા, પાઠ, ઈષ્ટદેવની આરાધના કરવી જોઈએ. કમુરતા ના સમય દરમિયાન ધર્મ-કર્મમાં પરોવાયેલા રહેવાથી કમુરતાનો અશુભ પ્રભાવ ઘટે છે. કારણ કે, આ સમયમાં કરેલી પૂજા, સાધના ઝડપથી સિદ્ધ થાય છે અને સફળતા મળે છે. બીજું કે, જ્યોતિષી દૃષ્ટિકોણથી પિતા-પુત્ર, પણ કટ્ટર શત્રુ ગણાતા સૂર્ય-શનિ એક માસ સાથે ધન રાશિમાં રહેશે.