આજે અમે એક એવા વૃક્ષ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનું નામ તો કદાચ તમે સાંભળ્યું હશે પરંતુ તેના ફાયદા અને આયુર્વેદિક ઉપાય જરૂર તમે નહીં જાણતા હોય. જી, હા મિત્રો આ વૃક્ષનું નામ છે કરંજ. કરંજ એક એવું વૃક્ષ છે કે જેનું દરેક અંગ ઔષધીય પ્રયોગ માટે વાપરી શકાય છે.
કરંજ ની નાની ડાળખીના દાતણ કરવામાં આવે છે. તેના પાન એકદમ લીલા રંગના અને કાયમી ચમકતા રહેતા હોય છે. તેમાં સફેદ ગુલાબી કલરના ફૂલ આવે છે. કરંજ જોવામાં જેટલું સારું છે એટલું જ તે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. કરંજ ના બીજ ચપટા અને ઘાટા લીલા રંગ ના હોય છે. તેના બીજ માંથી તેલ બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ પણ રોગો દૂર કરવા માટે થાય છે.
દાંત સાફ કરવા માટેની કોઇ શ્રેષ્ઠ ઔષધી હોય તો તે દાતણ છે. કરંજ નુ દાતણ કરવાથી મુખ ની દુર્ગ઼ધ દુર કરવાની સાથે સાથે દાંત માં થતા પાયોરીયા મટે છે. એ પણ માત્ર આઠ દસ દિવસ નિયમિત દાતણ કરવાથી સાથે સાથે મોંધીદાટ ટુથપેસ્ટ કરતા સારી ફ્રેશનેસ પણ મળે છે આ દાતણ થી.
વાયુ વિકાર ને કારણે થતા દર્દોમાં કરંજનો ઉપયોગ કરવામાં આવે છે. કરંજ ના બીજ, સિંધા નમક, સુંઠ અને હિંગ આ બધું સરખા ભાગે લઈને ચૂર્ણ તૈયાર કરવું. ૫૦૦ મીલી ગ્રામ થી ૧ ગ્રામ આ ચૂર્ણ નવશેકા પાણી સાથે સેવન કરવું. આ ચૂર્ણની મદ્દતથી શરીર ના કોઈપણ પ્રકાર નો દુખાવો મટી જશે.
કરંજ ના બીજ, તલ અને સરસીયા બધા ને સરખા ભાગે લઈને પીસીને લેપ જેવું બનાવી લો. આ લેપને ફોડલીઓ થઇ હોય ત્યાં લગાવો. 2 થી 3 દિવસમાં ફોડલીઑ અને ખીલ બેસી જશે. કરંજ ના પાંદડા ને પીસીને તેની પોટલી બનાવી અથવા તેનો લેપ બનાવીને ઘાવ પર લગાવવાથી ઘાવ મટી જાય છે અને પગના દુખવાનો સોજો ઉતરે છે.
૧૦-૨૦ ગ્રામ કરંજ ના પાંદડા ના રસમાં ચિત્રકમૂળ, કાળા મરી અને સિંધા નમક નું ચૂર્ણ લઈને તેની બમણી માત્ર માં દહીં માં સેવન કરવાથી ચામડીના રોગો મટે છે.
ચહેરા પરની કરચલીઓ દૂર કરવા કરંજ ના તેલ માં લીંબુનો રસ નાખીને ખુબ જ હલાવો. જયારે તે મિશ્રણ નો રંગ પીળો થઇ જાય ત્યારે તે તેલ ને ચહેરા પર નિયમિત રીતે લગાવવાથી ત્વચા ચમકીલી બને છે અને કરચલીઓ સમયાન્તરે ઓછી થઇ જાય છે. ખંજવાળ માં કરંજ ના પાંદડા લઇ તેને પીસીને તેમાં લીંબુ નો રસ નાખીને શરીર પર લગાવવાથી અવશ્ય ફાયદો થાય છે.
કરંજ ના ૧-૨ ગ્રામ બીજ અને તેના ભાગ જેટલી જ હળદર અને રાઈ લઇ પીસી તેનો લેપ લગાવવાથી માત્ર ૧૦ દિવસમાં જ કોઢ માં સંપૂર્ણ લાભ થશે. સફેદ દાગ દૂર કરવા કરંજ, લીમડો અને ખેર ના પાંદડા લઇ તેને પીસીને તેનો લેપ કરવો. આ ત્રણેય વસ્તુ ને પાણીમાં ઉકાળીને તે પાણી વડે સ્નાન કરવાથી પણ ફાયદો થાય છે.
પેટના ગેસ થી પરેશાન વ્યક્તિ એ કરંજ ના પાંદડા ને ઉકાળીને તે ઉકાળો પીવાથી ગેસ છૂટો થઈને નીકળી જાય છે. પેટમાં થતો દુખાવો મટી જાય છે અને પાચનક્રિયા સારી બને છે.
લીવરમાં કીડા થઇ ગયા હોય અથવા લીવર ના વિકારોમાં ૧૦-૧૨ ગ્રામ કરંજ ના પાંદડાના રસમાં વાવડીંગ અને નાની પીપરીમૂળ નું ૧૨૫ મિલિગ્રામ અથવા ૧ ગ્રામ ચૂર્ણ મિલાવીને સવાર-સાંજ જમ્યા પછી લગાતાર ૮ દિવસ સુધી લેવાથી કીડા મરી જાય છે.