આયુર્વેદ પ્રમાણે કરિયાતું સ્વાદમાં કડવું , તીખું, શીતળ, પચવામાં હળવું, ભૂખ લગાડનાર, કફ-પિત્તશામક, આમનું પાચન કરનાર, રક્ત શુદ્ધિકર, પિત્ત સારક, કડવું છતાં પૌષ્ટિક, તાવનાશક, ધાવણ શુદ્ધિકર્તા તેમજ મંદાગ્નિ, અજીર્ણ, લિવરનાં રોગો, કમળો, કબજિયાત, સોજા, અમ્લપિત્ત-એસિડિટી, ત્વચાનાં વિવિધ રોગોને મટાડનાર છે.
આજના સમયમાં દુનિયાના સૌથી ભયાનક રોગ માંથી એક છે કેન્સર. કેન્સરનો રામબાણ ઈલાજ એટલે કરિયાતું. કરિયાતુંમાં સૌથી વધારે કેન્સર સામે રક્ષણ આપવાની ક્ષમતા હોય છે. તે વિશેષ રૂપથી લીવર કેન્સર માટે પ્રભાવી છે. એ સીવાય આ ચયાપચયને વધારે છે, જેનાથી શરીરમાં નવુ લોહી બને છે. કરિયાતું મીથનોલ પણ સારા પ્રમાણમાં હોય છે. જે પણ કેન્સર સામે લડવામાં ઉપયોગી છે.
જીર્ણ જવર (જીરણ તાવ)નું તો એ ઉત્તમ ઔષધ છે. રાત્રે એક કપ જેટલું પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરી, ઉતારીને તેમાં અડધી ચમચી કરિયાતાનું અને થોડું સૂંઠનું ચૂર્ણ નાખી વાસણ ઢાંકી દેવું. સવારે આ પાણી પી જવું. આ ઉપચારથી એકાદ અઠવાડિયામાં જીરણ તાવ મટે છે. કરિયાતું કટું પૌષ્ટિક અને પાચક રસોનો સ્ત્રાવ કરાવનાર ઔષધ છે. એટલે આ ઉપચારથી ભૂખ લાગે છે. આહારનું યોગ્ય પાચન થાય છે અને શક્તિ પણ વધે છે.
કરિયાતું એક કડવી વનસ્પતિ હોય છે. અને તેમાં લોહીને શુધ્ધ કરવા વાળા ગુણ રહેલા છે. તે લોહીના ઉત્પાદન માટે પણ સારુ હોય છે. કરિયાતું એનીમીયાના લક્ષણ દુર કરવામાં ઘણી મદદ કરે છે. કરિયાતુંમાં રહેલા અમુલ્ય તત્વોને કારણે તે ફેટી લીવર, સીરોસીસ અને બીજી ઘણી બીમારીઓ માટે સારું છે. તે લીવરની કોશીકાઓને રીચાર્જ કરીને તેના કામને ઉત્તેજીત કરે છે.
આ સારો લીવર ડીટોકસીફાયર છે. કરિયાતુંનો લીવર ઉપર ડીટોક્સીફીકેશન પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. એટલા માટે કરિયાતુંનો ઉપયોગ લીવરની તકલીફોમાં કરવો ઉત્તમ રહે છે. આજકાલની જીવનશૈલીમાં લોકો તેલ વાળા પદાર્થો વધારે ખાય છે. એના લીધે ત્વચાને લગતી સમસ્યા વધારે જોવા મળે છે.
ત્વચા રોગ અને ત્વચાના સોજા માટે કરિયાતુંની પેસ્ટ બનાવીને તેનો ઈલાજ કરી શકાય છે. કરિયાતું ઘા મટાડે છે, અને ત્વચાને જલ્દી સારી કરે છે. આને પાણી સાથે મીક્સ કરી ઘા પર લગાવો. આનાથી તમને ઘણો ફાયદો થશે. એ સીવાય કરિયાતાની પેસ્ટ ખીલના ઈલાજ માટે પણ ઉપયોગી થાય છે.
કરિયાતું શીતળ છે. એટલે શરીરમાં થતી બળતરા શાંત કરે છે. હાથ-પગ, આંખો કે આખા શરીરમાં ખૂબ જ બળતરા થતી હોય તો થોડા દિવસ આ પ્રમાણે ઉપચાર કરવો. કરિયાતું, ધાણા અને સાકર ૧૦-૧૦ ગ્રામ લઈ, બધાને ભેગા ખાંડી ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણ રાત્રે એક ગ્લાસ પાણીમાં મેળવી દઈ, સવારે તે પાણી પી જવું. મૂત્રમાર્ગની બળતરા પણ આ ઉપચારથી મટે છે.
કરિયાતું નો રસ જોન્ડીસ જેવી બીમારીઓ સામે લડવાની શક્તિ ધરાવે છે. તેના પાંદડા અને બીજ ની રાબ બનાવો. રાબ બનાવવા માટે તેના 50 ગ્રામ પાંદડાને બે કપ પાણીમાં ઉકાળો. જયારે પાણી અડધું રહે તો તેનું સેવન કરો તે જોન્ડીસ ની અસરને ઓછી કરે છે. તેના પાંદડા વાટીને જો ધાધર-ખરજવા ઉપર લગાડવામાં આવે તો ધણો ફાયદો મળે છે.
આજના સમયમાં ઉંમર વધવાની સાથે સાથે લોકોને સાંધાની સમસ્યા વધતી જઈ રહી છે. પણ જો લોકો કરિયાતાનો ઉપયોગ કરશે, તો સોજા અને સાંધાનો દુઃખાવો દૂર થશે. કરિયાતુંને દુ:ખાવો, સોજો અને સાંધાના રોગોના ઉપચાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસ કરીને રુમેટીયડ ગઠીયામાં આનો સારા પ્રમાણમાં ફાયદો મળે છે.
કરિયાતું ઠંડું હોવાથી શરીરના કોઈપણ ભાગમાંથી થતાં રક્તસ્ત્રાવને પણ મટાડે છે. કરિયાતું અને સુખડ-ચંદનનું સરખા ભાગે બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું સવાર-સાંજ સાકર સાથે ફાકવું. આહારમાં તીખા, ખાટા, ગરમ પદાર્થો બંધ કરવા. મળી શકે તો બકરીનું દૂધ પીવું. થોડા દિવસમાં જ રક્તસ્ત્રાવ બંધ થઈ જશે. કરિયાતું તાવનું પ્રસિદ્ધ ઔષધ છે. કોઈપણ પ્રકારનો તાવ એનાં સેવનથી ઉતરે છે.