કાથો ખેરના વૃક્ષના લાકડાથી બનાવવામાં આવે છે. આયુર્વેદ અનુસાર કાથો ઠંડો, કડવો, તીખો હોય છે. તે કુષ્ટ રોગ, મુખ રોગ, મેદસ્વીપણુ, ખાંસી, ઇજા, ઘા, રક્ત પિત્ત વગેરેને દૂર કરવામાં મદદરૂપ થાય છે. શરીરના સ્વાસ્થ્ય માટે અને અલગ અલગ પ્રકારના રોગોથી પણ બચાવી રાખવા માટે કાથાનો ઉપયોગ કરવામાં આવે છે અને ઘણી બીમારીઓનો ઉપચાર કરે છે.
પાનમાં લગાવવામાં આવતો કાથો ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કાથાથી આપણાં શરીરને થતાં ફાયદાઓ વિશે.
સફેદ કાથો, મોટી સોપારી અને નીલાથોથા બરાબર માત્રામાં મેળવી દો. પહેલા સોપારી અને નીલાથોથાને આગમાં શેકી લો. પછી તેમાં કાથાને ભેળવીને ચૂર્ણ બનાવી લો. ચૂર્ણને માખણમાં ભેળવીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને રોજ સવારે-સાંજે શૌચ બાદ 8થી 10 દિવસ સુધી મસા પર લગાવવાથી મસા સુકાઈ જાય છે.
કાથાને સરસોના તેલ સાથે મેળવીને રોજ 3 વાર દાંત પર લગાવો. તેનાથી લોહી આવવું તથા દુર્ગંધ આવવી બંધ થઇ જશે. કાથાને મંજનમાં ભેળવીને દાંત અને પેઢા પર રોજ સવાર-સાંજ દાંતોની તમામ બિમારીઓ દૂર થાય છે.
કાથાનું ચૂર્ણ બનાવીને દરરોજ સવારે, બપોરે અને સાંજે ત્રણ ટાઈમ લેવાથી ત્વચા થી લગતા રોગોમાં રાહત થાય છે. જો આખા શરીરમાંથી કોઈપણ જાતનું ઇન્ફેક્શન લાગે તો કાથાના ચુર્ણને પાણીમાં નાખી ઉકાળી લેવું અને પછી તે પાણીથી સ્નાન કરવાથી ઇન્ફેક્શન દૂર થાય છે.
સનોમઠ નામના રોગમાં મૂત્ર ધીમે ધીમે ઓછું આવવા લાગે છે. તેથી શરીરમાં કફ જામતો જાય છે. તેથી વાયુ ની સમસ્યા ઉત્પન્ન થાય છે. આ સમસ્યામાં કાથો પાણીમાં ગરમ કરીને પાણી અડધુ થઇ જાય ત્યાં સુધી ગરમ થવા દેવું અને ત્યારબાદ સવાર-સાંજ આ પાણી પીવાથી ફાયદો થાય છે.
મલેરિયાના તાવ માટે કાથાની ગોળી બનાવી લો. તેની એક ગોળી ખાવાથી તાવ નહીં આવે. આ ગોળી બાળકો અને ગર્ભવતી સ્ત્રીઓને આપવી નહીં. 300થી 700 મિલી ગ્રામ કાથાનો સવાર સાંજ સેવન કરવાથી ખાટા ઓડકાર બંધ થઈ જાય છે.
સફેદ કાથાને વાટીને હળવા ગરમ પાણીને મેળવીને કાનમાં નાખવાથી કાનનો દુ:ખાવો દૂર થાય છે. કાથાને પાણીમાં ભેળવીને દરરોજ નહાવાથી કુષ્ટ રોગ દૂર થાય છે. જો ઘાવમાંથી પસ નિકળી રહ્યું હોય તો કાથાને ઘા પર લગાવવાથી પસ નિકળવાનું બંધ થઈ જાય છે, તથા ઘા સૂખાવા લાગે છે.
દિવસમાં ત્રણ વાર કાથો, હળદર અને મિશ્રી 1-1ગ્રામની માત્રામાં ભેળવીને ચૂસવાથી ખાંસી દૂર થાય છે. 300 મિલીગ્રામ કાથાનું ચૂર્ણ મોઢામાં રાખીને ચૂસવાથી બેસેલુ ગળુ, અવાજ રોકાવી, ગળાની ખરાશ, અને ચાંદા વગેરે દૂર થઈ જાય છે. તેનો દિવસમાં 5 થી 6 વાર પ્રયોગ કરવો જોઇએ.
કાથાને પકવીને પ્રયોગ કરવાથી ઝાડા બંધ થઇ જાય છે. સાથે જ તેના પ્રયોગથી પાચન શક્તિ પણ ઠીક થઇ જાય છે. તેનું 300થી 700 મિલી ગ્રામની માત્રા સુધી પ્રયોગ કરો. 5 ગ્રામની માત્રામાં કાથો, વાવડિંગ અને હળદર લઇને પાણીની સાથે પીસીને યોની પર લગાવો. તેનાથી ખંજવાળ અને બળતરા બંને દૂર થઇ જશે.
જો કોઈ પણ વ્યક્તિને હાથી પગાની સમસ્યા હોય તો એમણે દરરોજ સવારે બપોરે સાંજે એક ચમચી મધ મા કાથો નાખી ચાટી જવું જેનાથી હાથી પગાની સમસ્યામાં રાહત મળે છે. કાથો એક ગ્લાસ પાણીમાં ઉકાળો તે પાણીથી આંખો ઉપર છંટકાવ કરો. આંખોને ઘણો આરામ મળશે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.