કેળા જે દરેક જગ્યાએ ખુબજ આશાની થી પ્રાપ્ત થતું ફળ છે. કેળા પણ એક એવું જ ફળ છે જે વિટામિન, પ્રોટીન અને બીજા પોષક તત્વોથી ભરપૂર છે. એમ તો કેળા બારે મહિના બજારમાં ઉપલ્બ્ધ હોય છે. પરંતુ વરસાદની સિઝનમાં તે શરીર માટે વધારે લાભદાયક હોય છે.
કેળાં માં કયા વિટામિન રહેલા હોય છે?
કેળામાં થાયમિન, રિબોફ્લેવિન, નિયાસિન અને ફોલિક એસિડના રૂપમાં વિટામીન એ અને વિટામિન બી પર્યાપ્ત માત્રામાં રહેલા હોય છે. આ ઉપરાંત પણ કેળા ઉર્જાનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે. જો કે કેળામાં વિટામીન સી, વિટામીન એ, પોટેશીયમ અને વિટામીન બી6 હોય છે.
કેળા ઉર્જાનો ખૂબ જ સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે, તેમાં લગભગ 105 કલેરી મળી આવે છે. જે શરીરને કોઈપણ પ્રકારની નબળાઈથી બચાવે છે. જો તમે વ્યાયામ કર્યા પછી થાકી જાઓ છો, તો તરત એક કેળું ખાઈ લો. તે લોહીમાં ગ્લૂકોઝનું સ્તર વધારે છે અને તમને શક્તિ આપે છે.
કેળા મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે, એટલા માટે તે ખૂબ જ જલદી પચી જાય છે. અને તમારા મેટાબોલિજ્મને યોગ્ય રાખે છે. કેળામાં ફાઈબર હોય છે, જેનાથી પાચનક્રિયા મજબૂત બને છે. જે લોકો ને પેટમાં ગેસ જેવી બીમારી થતી હોય તો તેની માટે કેળા ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે. તે લોકો જેમને કબજીયાતની ફરિયાદ રહે છે, તેમણે કેળા ખાવા જોઈએ.
જો કોઈ પણ ને ડાયરીયા થયા હોય તો તેના કારણે શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે, જેનાથી શરીર માં નબળાઈ આવી જાય છે. કેળામાં પોટેશિયમ ખૂબ જ સારી એવી માત્રામાં મળી આવે છે. એટલા માટે કેળા ખાવાથી ડાયરીયા થી બચી શકાય છે.
કેળામાં પોટેશિયમની માત્રા વધારે હોય છે. અને સોડિયમની માત્રા ખુબ જ ઓછી હોય છે. જેના કારણે તે તમારા બ્લડપ્રેશને કંટ્રોલ કરે છે. તે તમારા શરીરમાં પાણીની ઉણપ પણ થવા દેતા નથી એન તમારા શરીરને હાર્ટ એટેક અને સ્ટ્રોક થી બચાવે છે.
કેળામાં એવા ઘણા બધા તત્વો મળી આવે છે. જે એસિડીટી થવાથી બચાવે છે. તે તમારા પેટમાં અંદરની પરત ચઢાવીને અલસર જેવી બિમારીઓથી બચાવે છે. કેળામાં ટ્રીપ્ટોફેન ખૂબ જ અધિક માત્રામાં મળી આવે છે. જે સેરોટોનીનમાં બદલી જઈને તમારા મૂડને સારો કરે છે, અને એકાગ્રતાના સ્તરને વધારે છે. જેનાથી તમને સારી ઊંઘ આવે છે.
કેળાના ઉપયોગથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે. કેળામાં વિટામીન સી, એ, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને કાર્બોહાઈડ્રેટ્સ ભરપૂર માત્રામાં હોય છે. એવામાં તેને ખાવા અને સ્કીન પર લગાવા બન્ને જ ફાયદાકારક હોય છે.
પાકા કેળા, આમળાનો રસ, અને સાકર એકત્ર કરી સ્ત્રીઓને પીવડાવવાથી સ્ત્રીઓનો પ્રદર અને બહુમુત્ર્ રોગ મટે છે. કેળા નું ચાર-પાંચ તોલા પાણી ગરમ કરેલા ઘીમાં નાખીને પીવાથી બંધાયેલો પેશાબ તરત જ છૂટી જાય છે. કેળા નો રસ ગૌમૂત્ર માં નાખીને પીવાથી પેશાબની ગરમી મટે છે.
કેળામાં સેક્સુઅલ હોર્મોન વધારવાની ક્ષમતા હોય છે, ખાસ કરીને પુરુષોમાં. કેળામાં સેરોટોનીન મળી આવે છે જે સંભોગ પછી ની ખુશી મહેસુસ કરે છે. કેળાનું સેવન કરવાથી આતરડામાં અમુક જાત ના જીવાણુઓ વધે છે. આ જીવાણુઓ શરીર માં નુકસાન કરતા બીજા જીવાણુઓનો નાશ કરે છે. અને આતરડા માં થતાં સડા ને અટકાવે છે. તેથી આતરડા ના દર્દો થતા નથી.
જેના શરીર ની અંદર હિમોગ્લોબીન ની અછત હોય તેને કેળા નું સેવન કરવું જોઈએ. કેળા નું સેવન કરવાથી તે સમસ્યા ધીરે ધીરે ઓછી થાય છે.