તમને થાક લાગે, શરીરમાં તાકાત જ નથી રહી એવું લાગે, દાદરા ચડવા-ઊતરવામાં થાકી જવાય આ બઘા લક્ષણો કેલ્શિયમની ઊણપના છે. કેલ્શિયમ આપણાં હાડકાંને મજબૂત કરવા માટે જરૂરી છે. આ સિવાય હાર્ટ, નર્વ્સ અને મસલ્સ યોગ્ય રીતે કામ કરે એના માટે પણ પૂરતા પ્રમાણમાં કેલ્શિયમની જરૂર રહે છે. તેના કારણો ઘણા હોય છે.
પીરિયડ્સ અને પ્રેગ્નન્સીના લીધે મહિલાઓને કેલ્શિયમની વધારે જરૂર રહે છે.અનેક રિસર્ચમાં પુરવાર થયું છે કે, કેલ્શિયમની ઉણપ હોય એવી મહિલાઓને ઘૂંટણમાં દુખાવો અને હાડકાંમાં નબળાઈ રહે છે. એટલું જ નહિ ભારતમાં આ જ કારણે ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાં નબળાં થઈને તૂટવાના કેસીસ વધી રહ્યાં છે.તો જાણીએ તેના ઉપાયો વિષે
આપણા શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ બરાબર ત્યારે જ રહે છે જ્યારે વિટામિન ડીનું પ્રમાણ વધારે હોય. શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો કેલ્શિયમ પણ યોગ્ય રીતે કામ ન કરી શકે. બદલાતી ઉંમરમાં સ્વાસ્થય અને સૌંદર્ય જાળવવું ચેલેજિંગ જરૂર છે,પણ અશક્ય નથી, માટે તેની અવગણના કર્યા વગર જે તે કારણોને દૂર કરવાં જોઇએ, જેથી વૃદ્ધાવસ્થા ભારરૂપ ના લાગે.
ખોરાક એ કેલ્શિયમ મેળવવાનો સૌથી સારામાં સારો સ્રોત છે. ઓછી ચરબીવાળા દૂધ-દહીં, ચીઝમાં સારી માત્રામાં કેલ્શિયમ રહેલું છે.લીલાં શાકભાજી જેમ કે લસણ, લીલી ડુંગળી, શક્કરીયાં, ભીંડા, પાલકની ભાજી, ગાજર, કોબીજ, લીબું વગેરેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે.કેળાં, દ્રાક્ષ, જામફળ, સીતાફળ, સંતરાં, આમળાં, પપૈયુ, ચીકુ, સફરજન, તડબૂચમાં કેલ્શિયમ સારી માત્રામાં હોય છે.
ખજૂર, અંજીર, અખરોટ, કિસમિસ ખાવાથી પણ મળે છે. આડેધડ લેવાતી કેલ્શિયમની ગોળીઓ કરતાં આહાર દ્વારા કેલ્શિયમ લેવામાં આવે તો જઠરના ખાસ પ્રકારના એસિડ પેદા થાય છે. જેનાથી કેલ્શિયમનું શરીરમાં અવશોષણ થાય છે. સૂર્યના તડકામાંથી, આહારમાંથી અથવા બજારમાં મળતા પૂરક આહાર-સપ્લિમેન્ટસમાંથી વિટામીન ‘ડી’ મળી શકે છે. તમારી ત્વચા વિટામિન-ડીની ફેકટરી છે.
સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણોને વિટામિન ‘D’ માં રૂપાંતર અને જરૂર પડે તેનો ઉપયોગ કરે છે, કસરત કરવાથી વય વધતી જાય તેમ પાચન નબળું થતાં આહારમાંના કેલ્શિયમનું અવશોષણ ઘટતું જાય છે. અને ત્વચા દ્વારા વિટામિન-ડી જનરેટ કરવાની શકિતમાં થોડો થોડો ઘટાડો થતો જાયછે, માટે હાડકાં-સ્નાયુઓને મજબૂત રાખવા, વૃદ્ધાવસ્થાની કઢંગી ચાલમાંથી બચવા માટે સ્નાયુઓને મજબૂત રાખવા.
વૃદ્ધાવસ્થાની કઢંગી ચાલમાંથી બચવા માટે નિયમિત સવારે ૩૫ થી ૪૫ મિનિટ ચાલવું જોઇએ. સવારની તાજી ઓકિસજનપ્રચૂર હવા, સૂર્યનો તડકો અને શ્રમ તમારા તન અને મનને અનન્ય તાજગી બક્ષી શકે છે. કેલ્શિયમયુક્ત આહાર લેવો જોઈએ. જંકફૂડ ખોરાક ઓછો લેવો.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.