કોઈપણ વય, જાતિ કે રોગ પ્રકાર (ડાયાબીટીસ ટાઈપ-૧ કે ટાઈપ-૨) વાળા દર્દીઓ આ નિર્દોષ ઔષધિનું સેવન લક્ષણ અનુસાર નિત્ય ક્રમે મહત્તમ ત્રણ મહિના સુધી કરી શકે. ઔષધિ લેવાનો સમય સવારે પેટની સફાઈ થયા પછીનો રાખવો. ઔષધિ લીધાના અડધો કલાક પછી હળવો આહાર લઈ શકાય. ઔષધિ સાથે જણાવેલ માપ પ્રતિદિન કેટલી માત્રામાં ઔષધ લઈ શકાય તે સૂચવે છે.
મુખવાસરૃપે ખાવા પાનમાં વપરાતો કાથો એ જ ખદીર. કેવડિયો કાથો સારી ગુણવત્તાવાળો હોય છે. કાથો રક્તની શુદ્ધિ કરનાર છે. સાથે રક્તમાં વધેલી શર્કરાને સમ કરવાનો ગુણ ધરાવે છે. મધુમેહમાં ન રુઝાતા ઘા અને ગૂમડાની આ અકસીર દવા છે.
ખેર ને સંસ્કૃતમાં તેને ખદીર કહેવામાં આવે છે. તેનું કદ મધ્યમ હોય છે. તેની છાલ ખરબચડી હોય છે. તેના પર પીળા કલરના ફૂલો થાય છે. તેની શિંગો ચાર ઈંચ લાંબી પાતળી ભૂરા રંગની હોય છે. લોહી કે કફ જામતા હોય તો ખેર ની છાલ ઉખાડી તેને ગરમ કરવામાં આવે. તે ચામડી નો ભાગ તે પાણીથી સાફ કરવામાં આવે તો તે સમસ્યામાં રાહત મળે છે.
પાન બનાવવામાં વપરાતો કાથો ખેરમાંથી બનાવવામાં આવે છે. દાંત માટે ઠંડું હોય છે. દાંતને ફાયદો પહોંચાડે છે. આ ઉપરાંત તે ખંજવાળ ઉધરસ તાવ શરદી ગળાનો સોજો જેવા રોગોમાં રાહત આપે છે. તે સ્વાદે કડવું પેટમાં થતાં કૃમિની નો નાશ કરનાર હોય છે. મોઢામાં પડેલા ચાંદા પણ મટાડે છે. આ ઉપરાંત તે ચામડીના રોગોમાં પણ કામ આવે છે.
ખેર ની છાલ ને કાઢી તેનુ ચૂર્ણ બનાવવામા આવે છે. દરરોજ સવારે, બપોરે અને સાંજે ત્રણ ટાઈમ લેવાથી ત્વચા થી લગતા રોગોમાં રાહત થાય છે. જો સમગ્ર શરીર માંથી કોઈપણ જાતનું ઇન્ફેક્શન આવ્યું હોય તો ખેરના ચુર્ણને પાણીમાં નાખી ઉકાળી તે પાણીથી સ્નાન કરવાથી ઇન્ફેક્શન દૂર થાય છે. જો તમારી ચામડી માંથી કોઈપણ જાતનું પાણી પડે છે.
આ ઉપરાંત જો કોઈ વ્યક્તિને કોઢ હોય તો તે પાણીના હવામાન પીવામાં આહારમાં ઉપયોગ કરી શકે છે. તેથી કોઢ દૂર થાય છે.સનોમઠ નામના રોગમાં મૂત્ર ધીમે ધીમે ઓછું આવવા મળે છે. તેથી શરીરમાં કફ જામતો જાય છે. તેથી વાયુ ની સમસ્યા ઉત્પન્ન થાય છે. આ સમસ્યામાં ખેરની છાલનો ભૂકો પાણીમાં ગરમ કરો પાણી અડધુ થાય ત્યાં સુધી તેને ગરમ કરવું ત્યારબાદ સવાર-સાંજ આ પાણી પીવાથી ફાયદો થાય છે.
જો તમારા દાંતમાં દુખાવો હોય કે દાંત ને લગતા કોઈ રોગ હોય કે મોંમાંથી વાસ આવતી હોય તો ખેર ની છાલનું પાણી થી કોગળા કરવાથી તેમાં રાહત મળે છે.કાથો વૃક્ષના વચ્ચેના ભાગમાં તૈયાર થાય છે. તેથી તેને ખેરસાર કહેવામાં આવે છે.
જો તમને હાથી પગાની સમસ્યા હોય તો દરરોજ સવારે બપોરે સાંજે એક ચમચી મધ મા ખેર નાખી ચાટવાથી હાથી પગાની સમસ્યામાં રાહત મળે છે. ખદિરવટી બનાવવા માટે તમારે સો ગ્રામ ખેર તથા કપૂર, સોપારી, જાયફળ, ચણકબાબ, એલચી ૨૦ ગ્રામ લેવાના છે.
ત્યારબાદ તેને મિક્સરમાં પીસી પાવડર બનાવવાનો છે તેમાં પાણી નાખી તેની નાની નાની ગોળી વાળવામાં આવે તો તેને ખદિરવટી કહેવામાં આવે છે. ખદિરવટી ગોળી સવારે, બપોરે, સાંજે મોમાં રાખી ચૂસવાથી સૂકી ઉધરસ, મોમાં ચાંદા, જીભ કે દાંત ને લગતી કોઇ પણ સમસ્યામાં રાહત મળે છે. ખદિરવટી બજારમાં તૈયાર પણ મળે છે. ચામડીના રોગ માટે ખેરનું સેવન ઉત્તમ ઔષધિ છે.
આપણે પાનમાં જે કાથો લગાવીએ છીએ તે, ‘ખેર’નાં વૃક્ષમાંથી મેળવવામાં આવે છે. કાથો અનેક પ્રકારનાં મુખ રોગોને મટાડનાર છે. એટલે પાનમાં તેનો ઉપયોગ કરવાથી મુખ નિરોગી રહે છે.
આયુર્વેદ પ્રમાણે ખેર ચામડીનાં રોગોનું સર્વોત્તમ ઔષધ છે. મહર્ષિ ચરકે સૂત્રસ્થાનનાં પચ્ચીસમાં અધ્યાયમાં કહ્યું છે કે, ‘ખદિરઃ સર્વ કુષ્ઠઘ્નાનામ્ શ્રેષ્ઠઃ’ અર્થાત્, કુષ્ઠ (ચામડીનાં રોગો)નો નાશ કરનારા ઔષધ દ્રવ્યોમાં ખેર સર્વોત્તમ છે
ખેર ચામડીના રોગોનું અક્સીર ઔષધ છે. ચામડીના કોઈપણ વિકારમાં ખેરની છાલનું અડધી ચમચી જેટલું ચૂર્ણ સવારે, બપોરે અને રાત્રે પાણી સાથે લેવું. ચામડીનો રોગ સર્વ શરીરમાં ફેલાયો હોય તો, ખેરની છાલનો ઉકાળો બનાવીને, એ ઉકાળો નહાવાનાં પાણીમાં મેળવીને તેનાથી સ્નાન કરવું.
જો કોઈ એક ભાગ અધિક દૂષિત થયો હોય અને તેમાંથી રસી, પરુ, લોહી કે કફ ઝમતા હોય તો, તે ભાગને ખેરની છાલમાં ઉકાળાથી ધોવો જોઈએ.
જે સ્ત્રીઓને અતિ પ્રસવ, અતિ સંભોગ કે પ્રદરને કારણે ગર્ભાશય શિથિલ થઈ ગયું હોય તેમને માટે ખેર આશીર્વાદ સમાન છે. ખેર તૂરા રસ યુક્ત હોવાથી ગર્ભાશયની શિથિલતા દૂર કરે છે. આ તકલીફમાં સ્ત્રીઓએ ખેરની છાલનાં ઉકાળાનું સવાર-સાંજ સેવન કરવું અથવા ખદિરારિષ્ટ નામની પ્રવાહી દવા.
જમ્યા પછી એકાદ કલાકે થોડું પાણી ઉમેરીને પી જવી. ઘણી સ્ત્રીઓને ગર્ભાશયની શિથિલતાને લીધે ગર્ભાશયમાં ગર્ભ ટકતો નથી. ત્રણ ચાર મહિને જ કસુવાવડ થઈ જાય છે. આવી સ્ત્રીઓ માટે પણ આ ઉપચાર લાભદાયક છે.