ચોમાસાનું આ અમૃત સમાન રસદાર ફળ વાયુ, પાચન, કબજિયાત, ક્ષય જેવા 50થી વધુ રોગોમાં 100% ફાયદાકારક છે, જાણી લ્યો સેવન કરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગરમ દેશોની સરખામણીમા કરછનું હવામાન ભેજવાળું હોવાને લીધે જે ખજૂર થાય છે.તે બરાબર પાકતી હોતી નથી.આ અર્ધ પાકેલું ફળ ખલેલાં અને પાકી ગયા પછી ખારેક બની જાય છે. ખારેક પીળી હોય, ખલેલા કૃશ એટલે કે બીજ પર ફોતરી જેવુ હોય.

વૃક્ષમાં પહેલા ખલેલા આવે એને સૂકવીને ખારેક બનાવી શકાય જયારે ખલેલાને વરસાદ વગર અને ખૂબ ઊંચા તાપમાને ઝાડ પર રાખવાથી ખજૂર બની જાય. ખારેકમાં ઊંચી માત્રામાં ખનિજ અને રેસા હોય છે, છે.ખજૂરમાં કોઈ ચરબી નથી, તમારા રોજિંદા ખોરાકમાં પણ ધીમે ધીમે સમાવેશ કરી શકાય છે. જાણીએ તેના ફાયદાઓ.

તમારા શરીરમાં કોલેસ્ટેરોલનું સ્તર ચકાસવામાં મદદ કરે છે. ખલેલાં પોટેશિયમનો સમૃદ્ધ સ્ત્રોત હોવાથી, તે અસરકારક રીતે તમારા શરીરના બ્લડ પ્રેશરનું નિયમન કરવામાં મદદ કરે છે. પોટેશિયમ સોડિયમની અસરને પણ ઘટાડે છે બદલાતા વાતાવરણ સાથે તે  હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે. તેના બી (ઠળિયા) તરસને રોકનાર હોવાથી કસુવાવડ વખતે સ્ત્રી ને પાણી આપવાનું ન હોય ત્યારે એક-એક ઠળિયો તેના મોં માં રાખવા અપાય છે. તેનાથી મોંમાં અમી રહે છે.

ખારેકના ઝાડ માંથી નીકળતો રસ મધ અને પિત્ત કરનાર છે. એ વાયુ તથા કફને હરનાર, રુચિ ઉત્પન્ન કરનાર, અગ્નિ પ્રદીપ્ત કરનાર અને બળ તથા વીર્યને વધારનાર છે. ખલેલાંની તાડીમાંથી ગોળ અને ખાંડ બને છે. ખલેલાંનો રસ ઠંડો અને લહેજતદાર હોય છે.તેનાં બી (ઠળિયા) બાળી તેની રાખ બનાવી કપૂર અને ઘી સાથે ખરલ કરી ખરજવા પર ચોપડાય છે. તેના ઠળિયાનું તેલ કાઢવામાં આવે છે.

ખલેલાં કે ખારેક, ઠળિયા, તેનાં ફૂલ અને પાન ઔષધિ તરીકે વપરાય છે.પાચન થાય એ પ્રમાણે જ ખજૂર ખાવા જોઈએ. ખલેલાં વૃષ્ય, સ્વાદુ, શીત અને ગુરુ છે. ઉધરસ, શ્વાસ, દમ, કચ્છ, વાત પિત્ત અને દારૂથી થયેલા રોગોને મટાડનાર છે.

ખારેક પાંચ તોલા અથવા સૂકી ખારેક, જીરું એક તોલો, સિંધવ એક તોલો, મરી એક તોલો, સૂંઠ એક તોલો, પીપરીમૂળ અર્ધો તોલો અને લીંબુનો રસ (સાઇટ્રિક ઍસિડ) એક આની ભાર એ સર્વે બારીક વાટી ચાટણ બનાવી ચાટવાથી વાયુ બેસી જાય છે.આ ચટણ ધણું જ સ્વાદિષ્ટ અને પાચક છે.જે વ્યક્તિની જઠરાંત્રિય સ્થિતિને સુધારી શકે છે.ફાઇબરની વિશાળ માત્રામાં કબજિયાતને દૂર કરવામાં મદદ મળે છે, જ્યારે હાઇ પોટેશિયમ સામગ્રી ઝાડાથી પીડાતા દર્દીઓને રાહત આપે છે.ઉપરાંત, પાચન તંત્રમાં ફાયદાકારક બેક્ટેરિયાના વિકાસને લીધે કેન્સરનો નિયમિત વપરાશ થાય

ખારેક, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ તેમાંથી બે-ત્રણ તોલા જેટલું ચાટણ લઈ ચાટવાથી ક્ષય, ક્ષયની ખાંસી, શ્વાસ અને સ્વરભેદમાં સારો ફાયદો થાય છે. બાળકોને માટે પણ આ ચાટણ સ્વાદિષ્ટ હોઈ રુચિકારક અને બળપ્રદ છે.દરરોજ થોડી

સારા ખલેલાંના લઈ ઠળિયા કાઢી નાખી, તેને સાધારણ ખાંડી તેમાં બદામ, બલદાણા, પિસ્તા, ચારોળી, સાકર ની ભૂકી વગેરે મેળવી તેને આઠ દિવસ સુધી ઘીમાં પલાળી રાખવું અને આથો લાવવો. આથો ચડ્યા પછી તેમાંથી બબ્બે તોલા જેટલું દરરોજ ખાવાથી ધાતુપુષ્ટિ થાય છે અને પિત્તનું શમન થાય છે.

ખારેકમાં કોલેસ્ટ્રોલને ઓછું કરવાની ક્ષમતા રહેલી છે. ખલેલાંમાં ભરપુર પોષકતત્વો, એન્ટીઑકિસડન્ટ અને ઇસોફ્લાવોન્સ રહેલા છે જે કોલેસ્ટ્રોલને રક્તવાહિનીમાં જમા થતું અટકાવે છે. ખલેલાંની એન્ટી એથરોસ્ક્લેરોસિસની ગુણવત્તા હૃદયને સલામતી આપે છે. તે બ્લડ પ્રેસરપણ ઓછુ કરે છે.ખારેકની પોષણ ક્ષમતા ખૂબ ઊંચી છે, તેનામાં કોલેસ્ટ્રોલનું કોઈ પ્રમાણનથી.જો તમે તમારા હૃદયને યંગ રાખવા માંગો છો તો તમે ખલેલાંનો  ઉપયોગ કરી શકો છો.તાંબુ, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને સેલેનિયમની ઊંચી માત્રાને લીધે ગર્ભાવસ્થા દરમિયાન ખારેક ખાવી લાભદાયક ગણવામાં આવે છે. હાડકાંની તંદુરસ્તી જાળવી રાખવા માટે આ તમામ મિનરલ્સ ખુબ જ નિર્ણાયક છે.

ખારેક માં રહેલું વિટામીન-કે હાડકાંને મજબૂત અને તંદુરસ્ત બનાવવા માટે મદદ કરે છે. જો તમે વૃદ્ધાવસ્થામાં ઓસ્ટીયોપોરોસિસથી દૂર રહેવા માંગતા હો, તો હવે ખારેક સાથે મિત્રતા કરી લો! તેમાં રહેલા મિનરલ્સ અને પોષકતત્વ પાચનતંત્રને તંદુરસ્ત બનાવે છે અને કબજિયાતમાંથી રાહત અપાવે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top