અત્યારે ચાલી રહેલ શિયાળાની ઋતુમાં તાજામાજા શાકભાજી આસાનીથી મળી રહે છે. આ શાકભાજીનું સેવન કરવાથી અનેક પ્રકારના અવનવા રોગો સામે રક્ષણ મળે છે તેમનો મુખ્ય રોગ છે કોલેસ્ટ્રોલ.
શું તમે જાણો છો કે વધેલા કોલેસ્ટ્રોલથી એક નહીં પરંતુ અનેક પ્રકાની સમસ્યાઓ થઈ શકે છે.જ્યારે લોહીની ધમનીઓમાં કોલેસ્ટ્રોલ એકઠું થાય છે, ત્યારે તે હાર્ટ એટેક તરફ દોરી જાય છે. બ્લૉકેજને કારણે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થતું નથી. જો સમયસર કોલેસ્ટ્રોલ પર ધ્યાન આપવામાં આવે તો મોટા જોખમથી બચી શકાય છે.નિષ્ણાતોના મતે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે ખોરાકમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે.
નિષ્ણાંત ડોક્ટરના જણાવ્યા અનુસાર જે લોકો કંદમૂળ અને તાજા શાકભાજીનું નિયમિત સેવન કરશે તેમને શરીરમાં ફાઈબરની ઉણપ હશે તો તે દુર થઇ જશે. તેમજ વિટામીન A અને વિટામીન C ની ઉણપ પણ સાવ દુર કરી દેશે. આ શાકભાજી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા ઉપરાંત વધતા વજન ઘટાડવામાં ખુબજ મદદરૂપ થાય છે, ત્વચાની તંદુરસ્તી વધારી શકે છે.
કેન્સર અને હદયને લગતી કોઇપણ બીમારી સામે ફાયદો કરે છે. વધુ પડતું કોલેસ્ટ્રોલનું પ્રમાણ હોય, ડાયાબીટીશ અને બ્લડપ્રેશરની તકલીફ હોય તો તેને ઠીક કરવા માટે ફાયદો કરે છે. મૂળવાળી શાકભાજીમાં ફાઈબર, એન્ટી ઓક્સીડેન્ટ ભરપુર માત્રા હોય છે. તેમાં પોટેશિયમ, ફોલેટ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, વિટામીન એ, બી અને સી, તેમજ મેગેનીઝ, આયર્ન, અને કોપર સારા એવા પ્રમાણમાં મળી રહે છે.
ખાવાની આદતો સુધારવાનો એક નાનકડો પ્રયાસ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખી શકે છે. જો તમે ઈચ્છો તો આમાં તમે આયુર્વેદિક પીણાંની મદદ લઈ શકો છો.જેને પીવાથી લોહીની નળીઓ ખુલી શકે છે, અને જમા થયેલું કોલેસ્ટ્રોલ પણ ઘટાડી શકાય છે.
જો કોલેસ્ટ્રોલ ઓછું કરવું હોય તો આદુ અને લસણનો રસ અવશ્ય લો. તેનો રસ તૈયાર કરવા માટે અડધી ચમચી આદુનો રસ, અડધી ચમચી લીંબુનો રસ, અડધી ચમચી લસણનો રસ,અડધી ચમચી એપલ સાઇડર વિનેગર લઇ. આ બધા રસ મિક્સ કરી ગરમ કરવા થોડું ઠંડુ થાય પછી એક ચમચી મધ નાખીને પીવાથી વધેલું કોલેસ્ટ્રોલ ઘટી જાય છે.
સમયસર કોલેસ્ટ્રોલ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. કોલેસ્ટ્રોલ વધવાથી માત્ર સમસ્યાઓ જ નહીં, પણ જીવલેણ રોગો પણ બની શકે છે. તેને નિયંત્રિત કરવા માટે, આ પીણું ખુબ જ ઉપયોગી છે. મૂળવાળા શાકભાજીમાં બીટ, શક્કરિયા, મૂળા અને ગાજરનો સમાવેશ થાય છે.
આમળામાં કુદરતી રીતે અનેક સંયોજનો હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે. એક અભ્યાસ અનુસાર, આમળાનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે કારણ કે તેની એન્ટિહાઇપરલિપિડેમિક અને હાઇપોલિપિડેમિક અસરો છે. આમળાનો ઉપયોગ કરવા માટે તેને પાણીમાં ઉકાળો અને સવારે ખાલી પેટ પાણી પીવો. આ પ્રક્રિયાને દરરોજ અનુસરો.
જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી ગયું છે, તો સવારે ખાલી પેટ અથવા રાત્રે સૂતા પહેલા કાચું લસણ ખાવું. લસણમાં એલિસન નામનું તત્વ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. લસણ ખાવાથી બ્લડપ્રેશર પણ નિયંત્રિત રહે છે. આયુર્વેદમાં અર્જુનની છાલનું વિશેષ મહત્વ છે. તે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં અસરકારક છે.અર્જુનની છાલનું રોજ ગરમ પાણી સાથે સેવન કરો.આનાથી કોલેસ્ટ્રોલથી છુટકારો મળે છે.