વાળ સંબંધિત સમસ્યાઓ ઘણા વ્યક્તિમાં સામાન્ય હોય છે. વાળની સંભાળ રાખવા માટે આપણે ઘણા પ્રયત્નો શરૂ રાખીએ છીએ. જેમ કે ડેન્ડ્રફ થવો, વાળ તૂટવા કે ખરવા. બદલાતી ઋતુમાં લોકો વારંવાર વાળ ખરવાથી પરેશાન રહે છે. આ સમસ્યાથી બચવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય અપનાવી શકો છો. આયુર્વેદ નિષ્ણાત ડૉ. નિકિતા કોહલીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ સમસ્યાને લગતી ટિપ્સ વિશે જણાવ્યું છે. તો ચાલો જોઈએ ખરતા વાળથી છુટકારો મેળવવાના કેટલાક ઘરેલું ઉપાયો.
1) જાસૂદનું ફૂલ: ખરતા વાળથી છુટકારો મેળવવા માટે જાસૂદના ફૂલો અને પાંદડાને પીસીને પેસ્ટ બનાવો અને પછી તેમાં દહીં મિક્સ કરો. તેની પેસ્ટ બનાવી ને વાળ માં લગાવો. તેને થોડી વાર રહેવા દો અને પછી હૂંફાળા પાણી અને શેમ્પૂથી વાળ ધોઈ લો. શ્રેષ્ઠ પરિણામો માટે અઠવાડિયામાં એક કે બે વાર આ રેસીપી અજમાવો. તમે આ માટે જાસૂદના ફૂલનો પાવડર પણ વાપરી શકો શકો છો.
2) ડુંગળીનો રસ: વાળની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. તેને લગાવવા માટે ડુંગળીને મિક્ષર માં નાંખો અને તેને ક્રશ કર્યા પછી તેના પલ્પમાંથી એક કપડાં વડે રસ કાઢી લો. હવે આ રસને એક બાઉલમાં રાખો અને તેને કોટનની મદદથી તમારા માથા પર લગાવો. તેને થોડી વાર રહેવા દો અને પછી પાણીથી ધોઈ લો. વાળ ખરવાથી છુટકારો મેળવવા માટે અઠવાડિયામાં બે વાર આ ઉપાય કરો.
3) એલોવેરા: એલોવેરા વાળ અને ત્વચા બંને માટે ઉત્તમ છે. એલોવીરાનું એક પાન લો અને તેને સારી રીતે ધોઈ લો. પછી તેની જેલ તમારા માથાની ચામડી પર લગાવો. તેને એક કલાક સુધી રહેવા દો અને પછી તમારા વાળને હૂંફાળા પાણીથી ધોઈ લો. સાથે સાથે તમે એલોવીરા જેલ ને મો પર પણ લગાવી શકો છો.