માત્ર થોડા સમયમાં ખરતા વાળ, ખોડો, સફેદ વાળથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વાળ ખરવા એક સાવ સામાન્ય બાબત છે, પણ જો જરૂર કરતા વધુ વાળ ખરે તો તમે વાળને લગતી સમસ્યામાંથી પસાર થઇ રહ્યાં છો. વાળની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તમારે વાળની સારી સંભાળ રાખવી જરૂરી છે. શું તમે જાણો છો કે દરરોજ 100 વાળ ખરવા સામાન્ય વાત છ.

પણ જો આનાથી વધારે વાળ ખરે તો વાળને નુકસાન થઈ શકે છે. વાળ ખરતા રોકવા માટે ઘરેલું નુસખા અજમાવી શકાય છે. આજે અમે તમને વાળ ખરતા અટકાવવાના ઘણા નુસકાઓ જણાવવા જાઈ રહ્યા છીએ.

ખોરાકમાં કોબીનું સેવન બને તેટલું વધુ કરવાથી અને કોબીનો રસ વાળનાં મૂળમાં ઘસીને નાંખવાથી ખરતા વાળ અટકે છે. એક ભાગ અડદનો લોટ, ½ ભાગ આમળાંનુ ચૂર્ણ, ¼ સીકાકાઇનું ચૂર્ણ અને ¼ ભાગ મેથીનું ચૂર્ણ રાતે પલાળી રાખી સવારે તેનાથી માથુ ધોવાથી કરવાથી ખરતા વાળની સમસ્યા મટે છે.

ભાંગરાના પાનનો તાજો રસ 15-20 મિનિટ સવાર-સાંજ પીવાથી ખરતા વાળમાં ફાયદો થાય છે. શતાવરી, આમળાં, બ્રહ્મી અને ભુંગરાજનુ સમભગ ચૂર્ણ 1-1 ચમચી દિવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી ખરતા વાળ બંધ થાય છે. ગ્રીન ટીને વાટીને વાળમાં લગાવવાથી પણ વાળ ખરતા અટકે છે.

મધને વાળમાં લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. સાથે વાળના રોગ પણ દૂર થાય છે અને વાળ સ્વસ્થ રહે છે. વાળ ખરતા હોય તો દિવેલ ગરમ કરી વારંવાર વાળ ઉપર લગાડવાથી વાળ ખરશે નહીં. વાળ ખરતા રોકવા માટે આદુના રસમાં 1 લીંબૂનો રસ મિક્સ કરીને વાળના જડમૂળથી માથા સુધી લગાવો. આવું કરવાથી ખરતા વાળ ઓછા થાય છે.

એક કપ સરસિયામાં પાંચ ચમચી મહેંદીના પાન નાંખીને તેલને ઉકાળો. પાંચ-દસ મિનિટ બાદ તેલને ઠંડુ પાડીને, ગાળીને ભરી લો, આ તેલથી માથામાં માલિશ કરો. તેનાથી વાળની વૃદ્ધિ સારી થશે. ખરતા વાળનો આ શ્રેષ્ઠ ઉપચાર છે.

ખરતા વાળની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તાજા આદુંની જડ કારગર છે. એમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફૉસ્ફરસ અને ખૂબ જ વિટામિન્સ જે સ્વસ્થ વાળના પોષણ માટે ખૂબ જરૂરી હોય છે જે મળી આવે છે. આદુમાં એવા ગુણ મળી આવે છે જેનાથી બેક્ટેરિયા વધી શકતા નથી. એમાં પ્રચુર માત્રામાં એન્ટી ઑક્સીડેન્ટ મળી આવે છે. આ જ કારણથી ટાલ અને વાળ ખરવાની સમસ્યાથી પણ છુટકારો મળે છે.

દહીંમાં લીંબૂનો રસ મિક્સ કરીને પ્રયોગ કરવાથી પણ વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. દહીંમાં લીંબૂનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી વાળમાં લગાવવી અને 30 મિનિટ પછી વાળ ધોઈ નાખવા. આ એક કારગર નુસખો છે જેથી તમારા વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જશે.

ગરમ જેતૂનના તેલમાં એક ચમચી મધ અને એક ચમચી તજનો પાવડર મિક્સ કરી તેનું પેસ્ટ બનાવો. નહાવા જતા પહેલા આ પેસ્ટને વાળમાં લગાવો અને થોડા સમય પછી વાળ ધોઈ લો. આનાથી વાળ તો ખરતા બંધ થાય જ છે સાથે વાળની અનેક સમસ્યા પણ દૂર થાય છે અને વાળ સારા રહે છે.

ભોયરીંગણીના પાનના રસની દરરોજ ૨૦ મીનીટ માલીશ કરવાથી વાળ ખરતા અટકે છે. 1-1 ચમચી શંખપુષ્પીનું ચુર્ણ દરરોજ સવાર, બપોર, સાંજ નીયમીત લેવાથી કે 1-1 કપ શંખપુષ્પીનું શરબત પીવાથી માથાના વાળનો જથ્થો વધે છે. તાજા ગોમુત્રમાં જાસુંદનાં ફુલ વાટી રાતે સુતી વખતે માથે લેપ કરવાથી અને સવારે ધોઈ નાખવાથી માથામાં વાળનો જથ્થો વધે છે.

મેંદીનાં સુકવેલાં પાનનો બારીક પાઉડર પાણીમાં પલાળી દરરોજ નહાતી વખતે માથામાં સરખી રીતે લેપ કરી થોડી વાર રહીને નાહવું. આનાથી ખરતા વાળ અટકે છે. વાળ સાથે સંબંધિત મુશ્કેલીઓ માટે કુવારપાઠું ખૂબ જ લાભદાયી હોય છે અને તે બધાના ઘરમાં સરળતાથી મળી પણ રહે છે. ઉપયોગ માટે કુવારપાઠું માંથી જેલ કાઢીને તેને તમારા વાળમાં ઘસો અને મૂળમાં સારી રીતે મસાજ કરો. મસાજ પછી 15 મિનિટ રહેવા દો અને પછી ઠંડા પાણીથી વાળ દોઈ લેવા. આનાથી ખરતા વાળ બંધ થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Show Comments