ખિજડામાં તમામ ઔષધીય ગુણધર્મો છે. ખિજડાનું ઝાડ 9-18 મીટર ઊંચું, મધ્યકાર અને હંમેશા લીલુ હોય છે. તેના ઝાડ માં કાંટા હોય છે. તેની ડાળીઓ પાતળી, વળેલી અને ભૂરા રંગની હોય છે. તેની છાલ બ્રાઉન કલરની હોય છે. ખિજડાના ફાયદાઓ વિશે લોકો સામાન્ય રીતે જાણતા નથી.
દશેરા પર ખિજડાના ઝાડની પૂજા કરવામાં આવે છે. ખિજડાના લાકડાનો ઉપયોગ ધૂપ માં પણ થાય છે. તમને ખબર નહીં હોય કે ખિજડો એ એક દવા પણ છે, જેનો ઉપયોગ રોગોના નિવારણ માટે થાય છે. કફ,ખાંસી, હરસ, ઝાડા, લોહીના રોગ, પેટની અસ્વસ્થતા અને શ્વસનના રોગો વગેરેમાં ખિજડો ફાયદાકારક છે.
તો ચાલે હવે આપણે જાણીએ ખિજડાના વૃક્ષથી થતાં અનેક ફાયદાઓ વિશે. તાંબાનાં વાસણમાં શંખને દૂધ સાથે ધસીને તેની સાથે ઘી અને ખિજડાના પાંદડાને વાટીને લેપ બનાવીને તેને આંખોમાં લગાવો. આ લેપ આંખનો દુખાવો મટાડે છે.
દાડમ અને ખિજડાની છાલનો પાવડર 1-4 ગ્રામ જેટલો લો. તેને નવશેકું પાણી અથવા મધ સાથે પીવો. આ પેટના રોગો માટે ફાયદાકારક છે. ખિજડાના નરમ પાનની પેસ્ટ કરો. આ પેસ્ટ લેવાથી અતિસારમાં ફાયદો થાય છે. ખિજડાની છાલ અથવા પાંદડાનો ઉકાળો પીવાથી મરડામાં ફાયદો થાય છે.
ખિજડાના નવા નરમ પાંદડાની પેસ્ટ 1-2 ગ્રામ બનાવી તેમા સરખા ભાગે ખાંડ ઉમેરી તેનું સેવન કરવાથી એનિમિયામાં ફાયદો થાય છે. ખિજડાના પાન પીસીને તેને ગરમ કરો. તેને નાભિની નીચે લગાવવાથી તૂટક તૂટક પેશાબ બંધ થાય છે અને પેશાબમાં થતો દુખાવો ઓછો થાય છે. 15-20 મિલી ખિજડાના પાનના રસમાં જીરું પાવડર અને ખાંડ ઉમેરો. તેને પીવાથી પેશાબની બીમારીઓ મટે છે.
જેમને વારંવાર કસુવાવડ થઈ જતી હોય તે સ્ત્રીઓ માટે ખીજડાનું વૃક્ષ આશીર્વાદ સમાન છે. આવી તકલીફ હોય તે સ્ત્રીઓને રોજ ખીજડાનાં ફૂલનું શરબત બનાવીને ગર્ભાવસ્થાની શરૂઆત થી ત્રીજા મહિના સુધી આપતા રહેવાથી કસુવાવડનો ભય રહેતો નથી. ખીજડાનાં ફૂલ બરાબર સ્વચ્છ કરી, સમભાગે સાકર સાથે વાટી, તેનું શરબત બનાવીને પીવું જોઈએ.
ખિજડાના નરમ પાનમાં 500 મિલિગ્રામ જીરું નાખીને બારીક પીસી લો. 200 મિલી ગાયનાં દૂધમાં મેળવીને તેને ગાળવું. તેમાં એક ગ્રામ જાસુદના ફૂલનો પાવડર અને 4 ગ્રામ ખાંડ મેળવીને પીવાથી ડાયાબિટીસ માં રાહત મળે છે. ખીજડાના ફૂલના પાવડર (1-3 ગ્રામ) માં સરખા ભાગે સાકર મેળવીને તેનું સેવન કરવાથી ગર્ભાશયનું પોષણ થાય છે.
ખીજડો ચામડીના રોગોનું ઉત્તમ ઔષધ છે. જૂના ખરજવામાં ઔષધ તરીકે તેનાં પાન ખૂબ જ સારું પરિણામ આપે છે. ખીજડાનાં તાજાં પાન ધોઈને બરાબર સ્વચ્છ કરી લેવાં. દહીં સાથે આ પાન વાટીને લેપ તૈયાર કરી લેવો. સવાર સાંજ આ લેપ ખરજવા પર લગાવી એક કલાક રહેવા દેવો. આ ઉપચાર કરવાથી થોડા દિવસમાં જૂનું ખરજવું પણ મટી જાય છે .
ખિજડો, મૂળાના બીજ, સરગવાના બીજ અને જવને પીસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટનો ઉપયોગ કરવાથી ગ્રંથિ અને ગળાના રોગોમાં ફાયદો થાય છે. ખિજડાના પાન પીસીને દહીં સાથે મિક્સ કરો અને તેને બળતરા થતી હોય તેવા દર્દીને લગાવો. તેનાથી બળતરા ઓછી થાય છે.
ખિજડાના દાંડીની છાલને વાટીને વીંછીના ડંખવાળા વિસ્તારમાં લગાવો. તે ફાયદાકારક છે. ખિજડાની છાલ, લીમડોની છાલ સરખા ભાગે લઈને પીસી લો. તે સાપના કરડવાથી થતી આડઅસરો માં લાભ પૂરો પાડે છે. જેમને અવારનવાર ગૂમડાં થતાં હોય અને જલદી પાકતા ન હોય તેમણે ખિજડાની જુની શીંગને વાટી તેનો લેપ બનાવી, ગૂમડા પર તેની લોપરી બાંધવી. એક દિવસમાં જ ગૂમડું પાકીને ફૂટી જશે.