જો તમે તમારા વાળને મુલાયમ બનાવવા માંગો છો તો એકવાર બેબી ઓઈલનો ઉપયોગ કરી જુઓ. આનાથી તમને ઘણા ફાયદા થશે.
બેબી ઓઈલ એટલે કે બાળકોનું તેલ જે ફક્ત બાળકો માટે જ બનાવવામાં આવે છે જે તમારા માટે પણ તેટલું જ ફાયદાકારક સાબિત થાય છે. આ તેલ તમારા વાળને મુલાયમ બનાવી શકે છે. તેનો ઉપયોગથી તમે બીજા પણ ઘણા ફાયદા મેળવી શકો છો. બેબી ઓઈલ અન્ય ઘણા ફેન્સી અને લોકપ્રિય તેલ કરતા સસ્તું છે. જો તમે તમારા વાળને હેલ્ધી બનાવવાનું વિચારી રહ્યા છો તો તેના માટે સસ્તો અને સારો વિકલ્પ છે આ તેલ. બેબી ઓઈલ ત્વચામાં ઝડપથી શોષાઈ જાય છે, જેના કારણે તે તમારા વાળને મુલાયમ બનાવે છે.
બેબી ઓઈલ કેવી રીતે કરે છે કામ
સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ પ્રિયંકા બોરકર સમજાવે છે કે આપણા વાળ કેરાટિન નામના પ્રોટીનથી બનેલા છે. સામાન્ય રીતે દરેકના વાળ એક મહિનામાં અડધા ઇંચના દરે વધે છે. પરંતુ જો તમારા વાળ શુષ્ક છે અને તેને ઘણું નુકસાન થયું છે, તો બની શકે છે કે તે વધતા બંધ થઈ ગયા હોય. આ સ્થિતિમાં બેબી ઓઈલ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. બેબી ઓઇલ સ્પ્લિટ એન્ડ્સ માટે ખૂબ જ સારી રીતે કામ કરે છે. બેબી ઓઈલ તમારા વાળને સારી રીતે હાઈડ્રેશન પ્રદાન કરી શકે છે, જે તમારા વાળને શુષ્ક અને ફ્રિજી થતા અટકાવી શકે છે. બેબી ઓઈલમાં રહેલું ખનિજ તેલ પણ તમારા વાળમાં ચમક પણ લાવી શકે છે.
બેબી ઓઈલનો ઉપયોગ કરવાના ફાયદા
તમારા વાળને મોઈશ્ચર આપે છે.
બેબી ઓઈલનો ઉપયોગ કરવાથી માથાની ચામડી મોઈશ્ચરાઈઝ અને લુબ્રિકેટેડ રહે છે. આ તેલનું બાષ્પીભવન થતું નથી અને તમારી ત્વચામાં ભેજનું નુકશાન અટકાવે છે. બેબી ઓઇલ દરેક ક્યુટિકલને સીલ કરીને માથાની ચામડીને મોઇશ્ચરાઇઝ કરે છે. જો તમે ઘણા બધા બ્લો ડ્રાય અને હેર સ્ટાઇલ ટૂલ્સનો ઉપયોગ કરો છો, તો બેબી ઓઇલનો ઉપયોગ કરવાથી તમને ફાયદો થઈ શકે છે.
શુષ્ક ખોપરી ઉપરની ચામડી (ડ્રાય સ્કૅલ્પ પ્રોબ્લેમ) થી છુટકારો અપાવે છે.
જો માથાની ખોપરી ઉપરની ચામડી સ્વસ્થ છે, તો તમારા વાળ પણ સ્વસ્થ રહેશે. જો તમારી ખોપરી ઉપરની ચામડી શુષ્ક છે, તો તે ચિંતાનો વિષય છે અને તમારે તેને ઠીક કરવાની જરૂર છે. આના કારણે તમારા વાળ વધતા બંધ થઈ જશે અને તે નબળા થઈ જશે. બેબી ઓઇલનો ઉપયોગ વાળને લુબ્રિકેટ કરે છે, જેનાથી શુષ્કતા દૂર થાય છે.
બેબી ઓઈલ વાળને મજબૂત બનાવેછે.
વાળના શાફ્ટમાં નાના છિદ્રો વાળનો વિકાસ અટકાવી શકે છે અને વાળને નબળા પણ બનાવી શકે છે. જેના કારણે વાળ ઘણું પાણી શોષી શકે છે. વધુ પડતા પાણીના કારણે વાળના છેડા ફૂલી જાય છે, જેના કારણે તે ખૂબ જ નબળા થવા લાગે છે. આ સમસ્યાથી બચવા માટે તમે વાળને શેમ્પૂ કરતા પહેલા બેબી ઓઈલનો ઉપયોગ અવશ્ય કરો.
બેબી ઓઈલ વાળને મુલાયમ કરે છે.
બેબી ઓઈલ તમારા વાળના ક્યુટિકલ્સને સીલ કરી શકે છે. જો તમે બે થી ત્રણ ટીપાં બેબી ઓઈલથી વાળમાં માલિશ કરો છો, તો તમે ખૂબ જ મુલાયમ અને સિલ્કી વાળ મેળવી શકો છો. આ તમારા વાળને બ્લો ડ્રાયર અને અન્ય હીટ પ્રોડક્ટ્સથી કુદરતી રક્ષણ આપશે. માથું ધોયા પછી તમે સીરમ તરીકે પણ બેબી ઓઈલનો ઉપયોગ કરી શકો છો.
બેબી ઓઇલ એ હીટ પ્રોટેક્ટન્ટ તરીકે કામ કરે છે.
જો તમે બહાર જાવ તો તમારા વાળ વધુ સુર્યના સંપર્કમાં અને પ્રદૂષણથી વધુ ખરાબ સંભાવના રહે છે, તેનાથી બચવા ચોક્કસપણે બેબી ઓઇલનો ઉપયોગ કરો. તે તમને બહારના વાતાવરણના હાનિકારક તત્વો જેવા કે પ્રદૂષણ અને સૂર્ય કિરણોથી બચવામાં મદદ કરે છે.
બેબી ઓઈલ તમારા વાળ માટે ઘણી રીતે ફાયદાકારક છે પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ તમારા વાળના છિદ્રોને બ્લોક કરી શકે છે અથવા તેનો વધુ ઉપયોગ કરવાથી માથાની ચામડી વધુ તૈલી બની શકે છે તેથી મર્યાદિત માત્રામાં જ તેનો ઉપયોગ કરો.