આજકાલ મોટાભાગના લોકોને કિડનીના રોગ છે. ઘણા લોકો તો ડાયાલીસીસ ના મોંઘા ખર્ચા પણ નથી કરી શકતા. આ ઉપરાંત કિડનીની સારવાર ઘણી ખર્ચાળ અને જોખમી હોય છે. વળી, કિડનીના ગંભીર રોગોમાં પણ શરૂઆતમાં ચિહનો ઓછા હોય છે.
તેથી કિડનીના રોગની શંકા પડે ત્યારે તરત જ તપાસ કરાવી રોગનું નિદાન કરાવવું જોઈએ. તેથી જ આજે અમે લઈને આવ્યા છીએ કિડનીના રોગના શરૂઆતના લક્ષણ વિષે માહિતી અને જો કિડનીની ના રોગ થાય તો શરૂઆતના તબક્કાથી જ તેની સારવારનો દેશી અને આયુર્વેદિક ઈલાજ.
આજકાલ કિડનીના રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. અમે જે આયુર્વેદિક દવાઓ જણાવીએ છીએ તેનો સૌથી મોટા ફાયદો એ છે કે તેનાથી નુકસાન થતું નથી. કિડની માટેની દવા એવા તત્વોનો નાશ કરે છે જે કિડનીને નુકસાન પહોંચાડે છે.
કિડનીને શરીરનું ફિલ્ટર કહેવામાં આવે છે કારણ કે તે શરીરમાં ફરતા લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. તો આ ફિલ્ટરની સફાઈ કરાવી પણ ખુબ જ આવશ્યક છે. કેમ કે જો આ ફિલ્ટર જ ખરાબ થઇ જાય તો શરીર ઘણી બધી બીમારીઓની પકડમાં આવી જાય છે. જો સ્વસ્થ રહેવું હોય તો કિડનીની સફાઈ કરવી ખુબ જ આવશ્યક છે.
સૌપ્રથમ કિડની ખરાબ હોવાના લક્ષણ જણાવી દઈએ જેથી તેની ઓળખ જલ્દી થઈ શકે. કંઈ પણ જમ્યા બાદ પેટના અથવા તો પીઠના ભાગમાં દુઃખાવા લાગે, અથવા વજન લગાતાર વધી રહ્યું હોય, અથવા સ્કીન પર ખંજવાળ અથવા ક્રેચીસ પડતા હોય, અથવા મૂત્રાશયમાં પ્રોબ્લેમ થાય, જેમ કે કોઈને પેશાબ વધારે થતો હોય અથવા ઓછો આવતો હોય. તો સમજી લેવું કે કિડનીની સફાઈ કરાવી ખુબ જ આવશ્યક છે
લીલી કોથમીર ખુબ જ પોષકતત્વથી ભરેલી વસ્તુ છે. કોથામીરમાં વિટામીન સી અને એ ભરપુર માત્રામાં હોય છે. અને તેમાં એન્ટીસેફટિક એન્ટી ઓક્સીડેન્ટ નામના પોષક તત્વ રહેલા છે. જો આપણે એવી પરિસ્થિતિમાં કિડનીની સફાઈ ન કરીએ તો આપણું શરીર ઘણી બધી બીમારીનું ઘર બની જાય છે. અને આપણે ત્યાર બાદ ડોક્ટર અને હોસ્પિટલના ચક્કરો ચાલુ થઇ જશે. કિડનીની સફાઈ માટે કોથમીરનું આ કોલ્ડ્રીંક ખુબ જ મહત્વનું છે. જે કિડનીમાં રહેલા વિષાણું તત્વોને બહાર કાઢી નાખે છે.
આ લીલા ધાણાના જ્યુસ સિવાય તમે સૂકા ધાણાંને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેમાં બ્લેન્ડર ફેરવી ગળીને એ પાણી પણ પિય શકો છો. આ માટે આ ચમચી જેટલા સુખ ધાણાનો ઉપયોગ કરવો. આ સિવાય મકાઈના દાણા પર ચોંટેલા ગોલ્ડન રેશા કિડની સફાઈ માટે ખૂબજ મહત્ત્વના છે. તે કિડની અને મૂત્રાશયને ડિટોક્સિફાય કરવા તેમજ બ્લડ સુગરને નિયમન કરવા અને પ્રતિરક્ષા વધારવામાં અસરકારક છે.
મકાઈના રેશાનું પાણી બનાવવા માટે બે ગ્લાસ પાણીને સારી રીતે ઉકાળો. ત્યારબાદ 1 કપ મકાઈના રેશાને પાણીમાં નાંખો અને ધીમી આંચ પર ઉકાળવા દો. આ પાણીમાં કાપેલા લીંબુના બે ટુકડા નીચોવો. અને ત્યાં સુધી ઉકાલો જ્યાં સુધી પાણી એક ગ્લાસ જેટલું ન રહી જાય. આ પીણાને દરરોજ સવાર સાંજ પીવાથી જલદીથી ફાયદો જોવા મળશે.