કિડનીના રોગના કેટલાક કિસ્સાઓમા પીઠમાં ખેંચાણ પણ થઇ શકે છે. જો મૂત્રનળીઓમાં પથરી હોય તો આ ખેંચાણ પીઠના નીચલા ભાગથી લઇને પેડુના ભાગ સુધી પહોંચી શકે છે. આ દુખાવા પોલિસિસ્ટિક નામના રોગને લીધે પણ થાય છે, આ એક પ્રકારનો કિડનીનો આનુવાંશિક વિકાર છે. જેને કારણે મૂત્રાશયમાં પાણી ભરાય છે.
કિડની રોગનું પ્રથમ લક્ષણ છે પેશાબની માત્રા અને આવર્તનમાં ફેરફાર. ઘણીવાર પેશાબની માત્રા અને આવર્તનમાં વધારો અથવા ઘટાડો જોવા મળે છે ખાસ કરીને રાત્રિનાં સમયે. ક્યારેક ઘેરા રંગનુ પ્રવાહી પણ નીકળે. ઘણીવાર એવું થાય કે પેશાબ કરવા માટે અરજ લાગે પરંતુ કરવા જતાં પેશાબ થાય નહી. પેશાબ દરમ્યાન પીડા થવી અથવા કરવામાં તકલીફ થવી, ક્યારેક એવું પણ બને કે પેશાબ કરવામાં જોર પડે, તકલીફ પડે અથવા ખૂબ પીડા થાય.
પેશાબની નળીઓમાં (કે અવયવોમા) ચેપનાં કારણે દુઃખાવો અને સખત બળતરાં થાય. જ્યારે આ ચેપનો વિસ્તાર કિડની સુધી પહોંચે ત્યારે પીઠમાં દુખાવો અને તાવ આવવાની શરૂઆત થાય. મૂત્રાશયની દિવાલમાં ચીરા કે કાપા પડતા તીવ્ર બળતરા અને તકલીફ ઉત્પન થાય છે. કિડની એરાઈથ્રોપોટિન નામનું એક હોર્મોન ઉત્પન્ન કરે છે જે લાલ રક્ત કોશિકાઓ બનાવવા મદદ કરી શરીરમાં ઓક્સિજનનું વહન કરવામાં મદદ કરે છે.
આખો દિવસ દરમ્યાન ઠંડી લાગવી એ પણ કિડીની ખરાબ થવાથી થાય છે. જો કિડનીનો રોગ થયો હોય તો રક્તક્ષયનાં કારણે શરીર ઠંડુ લાગે અથવા ટાઢ લાગે છે. આસપાસનું વાતાવરણ ગરમ હોય ત્યારે પણ શરીરને ટાઢનો અનુભવ થાય છે. પાયલોનફ્રીટિસને લીધે ઠંડીથી તાવ પણ આવી જાય છે. કિડનીના રોગોમાં એરાઈથ્રોપોટિન નો ઘટાડો થતાં લાલ રક્ત કોશિકાઓમાં ઘટાડો થાય છે અને શરીરમાં રક્તક્ષય થાય છે.
કિડનીનાં રોગમાં રક્તક્ષય (લોહીનો અપૂરતો પુરવઠો) થતાં મગજમાં ઓક્સિજનનો પુરવઠો ઘટી જાય છે જેથી ચક્કર આવે છે અને એકાગ્રતામાં મુશ્કેલી ઉત્પન થાય છે. આમ કિડનીના રોગ ને કારણે શરીરને બીજી અનેક સમસ્યા થાય છે. જાણો આ સમસ્યા દૂર કરવાના ઘરેલુ ઉપચાર.
મીઠું, ખાંડ અને ચરબીયુક્ત ખોરાક ઓછો લેવો અને શાકભાજી, ફળો અને રેસા વાળા ખોરાકનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. મીઠું રોજ 5-6 ગ્રામથી ઓછું જ લેવું જોઈએ. 40 વર્ષની ઉમર બાદ ખોરાકમાં નમકનું પ્રમાણ ઘટાડવાથી લોહીનું દબાણ અને પથરી થવાનું જોખમ ઘટે છે.
મકાઈના રેસા પણ કિડની અને મૂત્રાશયને ડિટોક્સિફાઈ કરવા ઉત્તમ માનવામાં આવે છે. મકાઈના દાણા પર ચોંટેલા ગોલ્ડન રેસા કિડનીની સફાઈ માટે ખૂબજ મહત્વના છે. તે કિડની અને મૂત્રાશયને ડિટોક્સિફાય કરવા તેમજ બ્લડ સુગરને નિયમન કરવા અને પ્રતિરક્ષા વધારવામાં અસરકારક છે.
ધુમ્રપાનને કારણે લોહીની નળીઓ સંકોચાય જાય છે અને કિડનીને લોહી ઓછું પહોચે છે. જે કિડનીની કાર્યક્ષમતા પર વિપરીત અસર કરી શકે છે. લોકો નાના મોટા દુખાવા માટે ડોક્ટરની સલાહ વગર દુખાવાની દવા લેતા હોય છે. જેના કારણે કેટલીક વખત લાંબા ગાળે કિડની બગડી શકે છે.
તંદુરસ્ત વ્યક્તિએ રોજ ૨ લિટર (દસ થી બાર ગ્લાસ)થી વધુ પાણી પીવું જોઈએ. પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની ટેવ શરીરમાંથી બિનજરૂરી કચરો અને ક્ષારને દૂર કરવા જરૂરી સાબિત થાય છે. પથરીની તકલીફ થઈ હોય તેવી વ્યક્તિએ રોજ ત્રણ લિટરથી વધારે પ્રવાહી ઉપયોગમાં લેવું જોઈએ.
લાલ શિમલા મરચામાં ફોલિક એસિડ, વિટામિન એ, વિટામિન બી 6, વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમાં પોટેશિયમ ઓછું રહેલું હોય છે. એટલા માટે કિડનીને સાફ રાખવા માટે લાલ મરચાને ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. શરીરનાં કોષોને ઓક્સિજન ઓછું મળે છે અને તેથી શરીરમાં નબળાઇ આવી જાય છે અને ભારે થાક પણ લાગે છે.