ભારત કોદરીનું સર્વોચ્ચ ઉત્પાદક છે. વિશ્વમાં લગભગ 58% કોદરીનું ઉત્પાદન માત્ર ભારતમાં થાય છે. પરંતુ ભારતમાં ખુબ જ ઓછા લોકોને કોદરી અને તેના સવાસ્થ્ય લાભો વિશેની જાણકારી હોય છે. કોદરી લાલ અને પીળી બે જાતની હોય છે. કોદરીને બે વખત પાણીમાં ધોઈ, સૂકવી અને શેકીને ઉપયોગમાં લેવાથી વધુ સહેલાઈથી પચે છે. કાંગની માફક કોદરી પણ પિત્તના રોગમાં ફાયદો કરે છે.
કોદરી ના દાણાબાજરીથી થોડાક નાના હોય છે. સાઉથમાં એ વરાગુ તરીકે ઓળખાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, ઓડિશા અને બિહારમાં એનું વાવેતર વિપુલ માત્રામાં થાય છે. કોદરી ને ભાતની માફક પણ ખાઈ શકાય છે. આમ તો કોદરીનો ઉપયોગ ગરીબ મજૂર વર્ગ દ્વારા કરવામાં આવતો રહ્યો છે. પરંતુ મેટાબોલિક સિન્ડ્રોમને લગતાં ઈન્સ્યુલીન રેઝિસ્ટન્ટ, ડાયાબિટીસ, ઓબેસિટી, હાઈ બ્લડપ્રેશર, હાર્ટ ડિસીઝ, હાયપર લિપિડેમિયા જેવા દર્દોમાં ખોરાકની પૌષ્ટિકતા વિશે વધુ સજાગતા રાખવામાં આવે છે.
કોદરીમાં રહેલા કેલ્શિયમને કોઈ ખાદ્ય પદાર્થ ટક્કર આપી શકે નહિ. હાડકાના વિકાસ માટે અને ઓસ્ટીયોપેરેસીસને રોકવા માટે કેલ્શિયમ ખુબ જ મહત્વપૂર્ણ છે. માટે બાળકોના આહારમાં કોદરીની ખીચડીનો અવશ્ય સમાવેશ કરવો તેનાથી તેમના હાડકાનો સંપૂર્ણ વિકાસ થશે.
કોદરી બ્લડ પ્રેસરને નિયંત્રણમાં રાખે છે. ઉપરાંત તે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલની માત્ર ઘટાડે છે. જેના કારણે રક્ત્વહિકાઓમાં જે રુકાવટ આવે છે તે દુર થઇ જાય છે. પરિણામે હાઈ બ્લડ પ્રેસર અને હાર્ટ અટેક જેવી સમસ્યાઓનું જોખમ ખુબ જ ઘટી જાય છે.
કોદરીમાં જે ફેટ છે. તે અન્ય અનાજની તુલનામાં ખુબ જ ઓછી છે. આ ઉપરાંત કોદરીમાં અન્સેચ્યુરેટેડ ફેટ હોય છે. માટે જો તમે વજન ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યા છો તો તમારે ઘઉં અને ચોખાના બદલામાં કોદરીની ખીચડીનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત કોદરીમાં ટ્રીપ્ટોફેન નામક એક એમીનો એસીડ હોય છે જે ભૂખ ઘટાડે છે.
આ ધાન્ય પચવામાં હલકું, પોષક તત્વોથી ભરપૂર છે. કોઈ પણ માંદગીમાં રૂટીન ખાવાનું બંધ કરીને કોદરી ખવડાવવામાં આવે છે. ખાસ કરીને તાવ, કમળો, ટાઇફૉઇડ વગેરે થયું હોય ત્યારે પાચનશક્તિ સાવ જ નબળી થઈ જતી હોય છે. એવા સમયે કોદરી શરીરને બળ પણ આપતી અને રોગ સામે લડવાની તાકાત હોય છે.
કોદરીમાં ઉચ્ચ પોલીથેનીલ અને ફાયબર રહેલા છે. જે તમારા શરીરમાં ડાયાબીટીશનું સ્તર વધારતા નથી. પરિણામે ડાયાબીટીશના દર્દીઓમાં માટે કોદરીની ખીચડી સર્વોત્તમ આહાર છે. કોદરીમાં આયરનનું પણ સારું એવું પ્રમાણ રહેલું છે. માટે જે લોકોને એનીમિયા કે લોહીની ઉણપ છે. અથવા તો જે લોકોના શરીરમાં હિમોગ્લોબીનની કમી છે, તેવા લોકોએ પોતાના નિયમિત આહારમાં કોદરીની ખીચડીનો સમાવેશ કરવો જોઈએ.
કોદરીની ખીચડીમાં લીંબુ, સાકર નાખીને ખાવાથી એ સ્વાદમાં પણ સારી લાગે છે. સ્તનપાન કરાવતી માતાએ પોતાના આહારમાં કોદરીની ખીચડીનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ. ખાસ કરીને કોદરી જયારે લીલી હોય ત્યારે તેનું સેવન કરવું. કારણ કે તે માતાના દૂધનું પ્રમાણ વધારે છે. આ ઉપરાંત દૂધ માટે આવશ્યક એસીડ, આયરન અને પોષકતત્વો પ્રદાન કરે છે.