કોદરી એક પ્રકારનું ધાન્ય છે. બહુ ઓછા લોકો આ ધાન્યના પોષકગુણો વિશે જાણે છે. કેટલાક લોકો એને મોટો મોરયો પણ કહે છે, કેમ કે એના દાણા મોરયાથી થોડાક મોટા અને જુવાર-બાજરીથી થોડાક નાના હોય છે. સાઉથમાં એ વરાગુ તરીકે ઓળખાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, ઓડિશા અને બિહારમાં એનું વાવેતર વિપુલ માત્રામાં થાય છે.
કોદરી લાલ અને પીળી બે જાતની હોય છે. કોદરીને બે વખત પાણીમાં ધોઈ, સૂકવી અને શેકીને ઉપયોગમાં લેવાથી વધુ સહેલાઈથી પચે છે. કાંગની માફક કોદરી પણ પિત્તના રોગમાં ફાયદો કરે છે. ભારત સિવાયનાં બીજાં દેશોમાં ડાયટ રેસિપી તરીકે કોદરીનો પ્રચાર વધ્યો છે. હવે આપણે આપણાં ધાન્યનો પરદેશમાં ઉપયોગ થતો જોઇને એનું અનુકરણ કરવાનું ચાલું કર્યું છે.
કોદરીનો એ છે કે એ પચવામાં હલકું છે, પણ એમાં ફાઇબર પણ વધુ હોવાથી એ ઝટપટ પચી જતું નથી. એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી એ ધીમે-ધીમે પચે છે. એટલે લોહીમાં પણ ધીમે-ધીમે ગ્લુકોઝ ભળે છે. સાથે જ ઇન્સ્યુલિન પેદા કરવામાં મદદ કરતું હોવાથી ગ્લુકોઝ લોહીમાં પડી નથી રહેતું. આનો ફાયદો ડાયાબિટીસના દર્દીઓને થઈ શકે છે.
આ અન્ન પોષક તત્વોથી ભરેલ છે. કોઈ પણ બિમારીમાં રૂટીન ખાવાનું બંધ કરીને કોદરી ખવડાવવામાં આવે તો લાભ થાય છે. ખાસ કરીને તાવ, કમળો, ટાઇફૉઇડ વગેરે થયું હોય ત્યારે પાચનશક્તિ સાવ નબળી થઈ જતી હોય છે. એવા સમયે કોદરી શરીરને બળ અને શરીરને રોગ સામે લડવાની તાકાત પણ આપે છે.
પચવામાં ભારે નહીં હોવાથી કોદરી શરીરને બળ પ્રદાન કરે છે. એટલે જ કોદરી ની ખીચડી માંદા માણસને ખાવામાં આપવામાં આવે છે. કોદરી જલ્દી પચી જાય છે તેથી શરીરમાં તાકાતનો સંચાર થાય છે. વળી લાંબા સમય સુધી પેટ ભરાયેલું લાગે છે એટલે ગરીબવર્ગ એનો વપરાશ વધું કરે છે. પ્રમેહના દરદીઓ માટે પણ કોદરીની ખીચડી બેસ્ટ ગણાય છે.
નાગલી ની જેમ આનો લોટ બનાવીને પણ વાપરી શકાય. એમાં રહેલાં ફાઇટોકેમિકલ્સ તેમજ ફોસ્ફોલિપિડ્સને લીધે ચેતતંત્રમાં પણ લાભ થાય છે તથા સંવેદના વહનના કાર્યમાં પણ સુધારો જોવા મળે છે. કોદરીમાં રહેલાં કમ્પાઉન્ડ્સ શરીરમાં ઇન્સ્યુલિન વધારીને ડાયાબિટીઝના દરદીઓને મદદ કરે છે. ઇન્સ્યુલિન હૉમોર્ન્સને કારણે લોહીમાં પડેલી શુગરનું એનર્જીમાં રૂપાંતર થવામાં મદદ થાય છે.
કોદરીમાં જે ફેટ છે તે અન્ય અનાજની તુલનામાં ખુબ જ ઓછુ છે. આ ઉપરાંત કોદરીમાં અન્સેચ્યુરેટેડ ફેટ હોય છે. માટે જો તમે વજન ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યા છો તો તમારે ઘઉં અને ચોખાના બદલામાં કોદરીની ખીચડીનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત કોદરીમાં ટ્રીપ્ટોફેન નામક એક એમીનો એસીડ હોય છે જે ભૂખ ઘટાડે છે.
કોદરીની ખીચડી માં લીંબુ, સાકર ઉમેરી આરોગવા થી એ સ્વાદમાં પણ સારી લાગે છે. ગર્ભવતી મહિલાઓ તેમ જ સ્તનપાન કરાવતી મહિલાઓને પણ આના સેવન થી લાભ થાય છે. એનાથી દૂધ વધુ આવે છે. જૉન્ડિસ ના રોગ માં પણ કોદરી આપી શકાય છે.
કોદરી માંથી ઇડલી- ઢોસા, થેપલાં, પુલાવ વગેરે વાનગીઓ તૈયાર કરી શકાય છે. નાનાં બાળકો તેમજ સગર્ભા માતાઓ માટે કોદરીની વાનગીઓ ઉત્તમ સાબિત થઈ છે. એમાં ફાઇબર વધારે પ્રમાણમાં જોવા મળે છે. એ ઉપરાંત ડાયાબીટીસનાં દરદીઓને ડોક્ટર કોદરીનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાની સલાહ આપતાં થયા છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.