કોળું આપણાં શરીર માટે ખૂબ ઉપયોગી છે. તેને અનેક રીતે ઔષધિ તરીકે વાપરી શકાય છે. શરીરમાં નવો જોમ લાવવા માટે નિયમિત કોળા નો રસ મધ સાથે લેનાર ને અજબ સ્ફૂર્તિ મળે છે. સંસ્કૃતમાં કોળાના કૂષ્માંડ, પુષ્પફળ, પીતપુષ્ય, બૃહત્ફળ વગેરે નામો છે.રસ બનાવવા માટે પાકું કોળું જ ઉપયોગમાં લેવામાં આવે છે. માત્ર કોળાનો માવો પણ ઉપયોગમાં લઈ શકાય. પણ માવો બનાવતાં પહેલાં એના બી કાઢી નાખવા. કોળું વેલા ઉપર થાય છે. સફેદ, ભૂરાં, રાતાં અને લાલ એમ ચાર પ્રકાર ના કોળા થાય છે.
કોળાનો ગર્ભ કાઢી તેના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે. શરીરના સોજા ઉતારવામાં, ડાયાબિટીસમાં તેમજ પથરીના રોગમાં કોળાનો રસ ખૂબ જ ફાયદાકારક છે. એનો રસ જ્યૂસરમાં કાઢીને પીવાથી નામર્દને નવી ચેતના આપે છેઅને પૌરુષગ્રંથિને મજબૂત બનાવે છે.
કોળાના રસમાં મધ, એલચી તથા સાકર મેળવી પીવાથી ચક્કર આવતા હોય તો તે તથા મગજનું બેભાનપણું મટે છે. ભૂરા કોળાના રસમાં સાકર મેળવી અર્ધો કપ એ ૨સ સ્ત્રીઓ પીએ તો વધુ પડતું માસિક નિયમિત બને છે, તથા શરીરની બળતરા તથા યોનિનો દાહ મટે છે.
કોળાના બિયાંના મગજને દૂધમાં પીસીને ગાળી લીધા પછી મધ સાથે પીવાથી અરુચિ, રક્તવિકાર તથા પેટનું ભારેપણું મટે છે, અને કૃમિ હોય તો તે નીકળી જાય છે. કરમિયાં નીકળી જાય તો તરત દર્દીને ખીચડી ખવડાવવી જોઈએ.
કોળાના રસમાં ગોળ નાખી પિવડાવવાથી દારૂનો નશો ઉતરે છે અને બેભાનપણું દૂર થાય છે. કોળાનો રસ પીવાથી શરીરમાં વિકાર થયો હોય અગર ઝેરી પદાર્થની અસર થઈ હોય તો તે મટે છે. રક્તપિત્ત, હોય તો એક માસ સુધી પાશેર કોળાનો રસ પીવાથી રોગ મટે છે.
કોળાનો રસ અને ગુવારફળીનો રસ મધ સાથે પીવાથી અપૂર્વ શક્તિ પ્રાપ્ત થાય છે અને બળહિનને બળ મળે છે. કોળાના રસમાં સાકર મેળવી નિયમિત એક ગ્લાસ પીવાથી મૂત્રાશયના રોગો મટે છે.
કોળાના રસમાં દિવેલ નાખી પીવાથી પેટના કૃમિ મટે છે. કોળાનો રસ વીંછીના ડંખ પર ચોપડવાથી વીંછીના ઝેરનો નાશ થાય છે. કોળાના રસમાં ગાજરનો રસ મેળવીને પીવાથી પાંડુરોગ મટે છે. કોળામાં વિટામિન ‘બી’ તત્ત્વનું પ્રમાણ વિશેષ હોઈ કોળાનો રસ સુવર્ણ ભસ્મ જેટલો જ ગુણકારી ગણાય છે. એનો રસ બેથી ચાર ઔંસ પીવો જોઈએ. પરંતુ એનું યોગ્ય પ્રમાણ પીનારે પોતાની પ્રકૃતિ પ્રમાણે જ નક્કી કરવું જોઈએ. કોળાનો ૨સ સ્થાવર-જંગમ વિષ ઉપર પિવડાવવો. અને સાથે કોળાનો કટકો ખાવા આપવો. આથી એવા ઝેરનો વિકાર મટે છે.
પથરી થઈ હોયતો કોળાના રસમાં હીંગ અને જવખાર નાખી દરરોજ પીવાથી પથરીના ટુકડા થઈ બહાર નીકળી જાય છે અને પેશાબ અટકીને આવતો હોય તો પણ મટે છે. આ રોગમાં દિવસભર બે વખત એકેક ગ્લાસ રસ પીવો જોઈએ.
કોળાનું શાક બને છે. કોળાનો મુરબ્બો બને છે અને કોળાનું અથાણું પણ બને છે. શરીર નબળું પડ્યું હોય કે અશક્તિ આવી ગઈ હોય ત્યારે કોળાના રસમાં આમળાંનો રસ, દ૨૨ોજ સો ગ્રામ સવારમાં પીવાથી સ્ફૂર્તિ આવે છે અને તાજગી આવે છે. ભૂરા કોળાનો રસ પીવાથી પાંડુરોગ મટે છે. કોળાનાં રસમાં સૂંઠ નાંખીને પીવાથી શ્વાસરોગ અને દમમાં રાહત થાય છે.