લોકો કુકરમાં રસોઈ કરવાનું વધુ પસંદ કરે છે કારણકે પ્રેશર કુકરમાં રસોઈ ઝડપથી બને છે. ગેસ ની બચત પણ વધારે થાય છે.આપણે અમુક ફાયદા જોવા માટે તેના નુકશાન નથી જોઈતા. પરંતુ જો અમુક વસ્તુ એવી છે, કે તેને કુકર માં રાંધવા થી આપણા શરીર ને નુકશાન થાય છે.
સ્વાસ્થય માટે ખૂબ જ મહત્વની બાબત આજે અમે તમને જણાવીશું. પરંતુ તે પહેલા આપણે જાણી લઈએ કે પ્રેશર કૂકરમાં અથવા કઢાઈમાં ખોરાક રાંધવો યોગ્ય છે કે નહીં. પહેલાના જમાનામાં પ્રેશર કૂકર ન હતું, ત્યારે ખોરાક કડાઈમાં એટલે કે તપેલામાં કે માટીના વાસણમાં રાંધવામાં આવતો હતો.
પેહલા પ્રેશર કુકર નો વપરાશ ખુબજ ઓછો કરવામાં આવતો હતો. જો આપણે પ્રેશર કૂકરમાં રસોઈને યોગ્ય માનીએ, તો કઢાઈનું મહત્વ ઘટી જાય છે. પરંતુ ખોરાક હંમેશા ઓછી ફ્લેમ પર રાંધવો જોઈએ, ત્યારે જ તેના પોષક તત્વો રહે છે. અને જો તેને વધારે ફ્લેમ પર બનાવવા માં આવે તો તેની પોષકતત્વો ઉડી જાય છે.
કૂકરમાં પ્રેશરના કારણે ખોરાક રંધાય છે, જેના કારણે ખોરાકમાં ઓછો પોષક બને છે. ખરેખર, પ્રેશર કૂકરમાં કેટલો ખોરાક રાંધવામાં આવે છે અને તે કેટલો ફાયદાકારક છે. અને કેટલો નથી, તે મોટે ભાગે તમે પ્રેશર કૂકરમાં જે ખાવાનું બનાવી રહ્યા છો તેના પર પણ આધાર રાખે છે.
જો તમે ના જાણતા હોય તો જણાવીએ કે પ્રેશર કૂકરમાં કેટલીક વસ્તુઓ રાંધવી તમારા સ્વાસ્થ્ય માટે સારી છે, જ્યારે કૂકરમાં કેટલીક વસ્તુઓ રાંધવી તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકાર પણ થઈ શકે છે. જો તમે કૂકરમાં સ્ટાર્ચથી ભરપૂર ખોરાક રાંધશો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે. સ્ટાર્ચથી ભરપૂર ખોરાકને કૂકરમાં રાંધ્યા પછી ન ખાવું જોઈએ, કારણ કે તેનાથી અનેક રોગોનું જોખમ રહેલું છે. તો અમે તમને જણાવીએ કે પ્રેશર કુકર માં કેવો અને કયો ખોરાક ના રાંધવો જોઈએ.
સૌથી પેહલા જોઈએ પાસ્તા. પાસ્તા સ્ટાર્ચથી ભરપૂર છે, તેથી તેને પ્રેશર કૂકરમાં રાંધવા ના જોઈએ, કુકર ની બદલે તેને હંમેશા કડાઈ અથવા પેનમાં બાફીને રાંધવા જોઈએ. જો પ્રેશર કૂકરમાં પાસ્તા ઉકાળવા માં આવે તો ન્યુરોલોજીકલ ડિસઓર્ડર અને કેન્સર જેવા રોગો થવાનું જોખમ છે.
જ્યારે આપણે ચોખાને પ્રેશર કૂકરમાં બનાવીએ છીએ, ત્યારે તે ચોખા માં એક્રીલામાઇડ નામનું હાનિકારક કેમિકલ બને છે, જે ઘણા રોગોનું કારણ બની શકે છે. જ્યારે આપણે પ્રેશર કૂકરમાં ભાત રાંધીએ છીએ, ત્યારે આપણે તેમાંથી પાણી કાઢતા નથી, જેનાથી તમને મોટાપાની સમસ્યા થઇ શકે છે. તેને ખાવાથી તનારું વજન ધીમે ધીમે વધવા લાગે છે. ચોખાનું પાણી વજન વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. અને જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો પ્રેશર કૂકરમાં બનાવેલ ભાત ખાવાનું છોડી દો. તેને બદલે ભાત ને તપેલીમાં રાંધો.
બટાકામાં સ્ટાર્ચ હોવાથી તેથી તેને કૂકરમાં રાંધવું જોઈએ નહીં. બટાકાને કૂકરમાં રાંધવાથી ન્યુરોલોજીકલ ડિસઓર્ડર અને કેન્સર જેવા અનેક ભયંકર રોગોનું જોખમ વધે છે. તેથી હવેથી પ્રયાસ કરો કે પ્રેશર કૂકરમાં સ્ટાર્ચવાળી વસ્તુઓ ન બનાવો. સાથે જ કેટલાક શાકભાજી એવા પણ છે જે કૂકરમાં રાંધવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.