ખેતરમાં નકામા છોડ કરીને ઊગતો છોડ કૂંવાડિયો નામનો છોડ કમાલ કરી શકે છે. કુવાડીયાના ફૂલ આવળ જેવા પીળા હોય છે, તેની શીંગો પાતળી, લાંબી અને અણીદાર હોય છે તથા તેમાં બી વધારે હોય છે, તેના બીજ કઠણ, ચળકતા, લીસા, પીળા કે લીલાશ પડતા ભૂરા રંગના હોય છે.
તે સ્વાદ માં તીખો, કડવો લાગે છે પણ તેનાથી ભૂખ લાગે, અરુચિ, પાચન સારું કરે, અજીર્ણ, વાયુ, ના કૃમિને હરી લે છે. કૂંવાડિયો બળ દેનાર, મેદસ્વિતા, લકવા, અડદિયો, વા, વાયુનાં દર્દો, કબજિયાત, ગોળો, હરસ, લોહી વિકાર, હ્રદયરોગ મટાડે છે. કૂંવાડિયાનાં બીજ ને પણ દાદરનું અક્સીર ઔષધ કહ્યું છે. હવે આજે અમે તમને જણાવીશું કૂવાડિયાના ફાયદાઓ વિશે.
કુવાડિયાના બીમાંથી ક્રાઇઓસોફેનીક એસિડ કાઢીને તેનો દાદરના મલમમાં વિશ્વ આખામાં ઉપયોગ થાય છે. બી ચાવીને ખાવાથી દમ, રેટનો દુખાવો, અપચો, પેટની ગાંઠ મટે છે. દમમાં લાંબા સમય સુધી કૂંવાડિયોનાં બી ખાવાં જોઈએ. પાનને ગરમ કરી લુગદીને શરીરની ગાંઠ પર લડાવવાથી ફૂટે છે.
ભાંગરાનો રસ 2 લીટર, કુવાડીયાના મૂળની છાલ 115 ગ્રામ થતા સરસવનું તેલ 450 મિલી, ત્રણેયને ભેળવીને હળવી આંચમાં પકાવવાથી જયારે માત્ર તેલ વધે ત્યારે તેમાં 115 ગ્રામ સિંદુર ભેળવીને નીચે ઉતારી લઈને ઠંડું થયા બાદ લેપ કરવાથી ગાંઠ મટે છે. 10 થી 20 ગ્રામ કુવાડીયાના મૂળને લીંબુના રસમાં વાટીને લેપ કરવાથી કંઠમાળ રોગમાં લાભ થાય છે.
કુવાડીયાના મૂળનું બારીક ચૂર્ણ 4 ગ્રામ, સાકરની ભૂકી 10 ગ્રામ અને ઘી 20 ગ્રામ એકઠી કરીને રોજ સવારે ચાટવાથી લોહીમાં રહેલી ગરમી દૂર થાય છે અને લોહી શુદ્ધ બને છે અને શક્તિ વધારે છે, એ ચૂર્ણ ઘીમાં બરાબર ભેળવીને ગરમ કરીને ચાટવાથી શીળસ મટે છે.
ગરમીમાં કુવાડીયાના મૂળનું 2 થી 5 ગ્રામ ચૂર્ણ ૩ વાર ઠંડા પાણી સાથે લેવાથી ગરમી, પિત્તનો તાવ, હાથ કે પગનાં તળિયાંની ગરમી, શરીરની ગરમી કાઢે છે. આંખોની બળતરા મટે છે. શરીરમાં ગરમી સાથે લોહી રહેતું નથી તે માટે કુવાડીયાના મૂળનું ચૂર્ણ સવારે ઘી સાથે ભેળવી ને ચાટવું, તેથી લોહી શુદ્ધ થઈ શક્તિ વધે છે.
ખરજવા માટે કૂવાડિયાનાં બિયાં 6 ભાગ અને ગાજરનાં બી 2 ભાગ , એનું ચૂર્ણ માટલામાં નાખી ગોમૂત્રમાં 8 દિવસ પલાળી રાખીને પછી ચોપડવું . એ ઔષધ સુકાવા ન દીધું હોય તે વર્ષભર ઉપયોગમાં આવે છે. કુવાડિયાના પાલાનો રસ કાઢી તેમાં તેટલી જ છાશ નાખવી અને ગંધક 1 તોલો અને હિંગ 5 તોલા લઈ, બંનેની ભૂકી કરી તેમાં મિશ્ર કરી પીવી.
કુવાડીયાના ફૂલ સાકર સાથે ખાવાથી ડાયાબીટીસની સમસ્યા મટે છે. લોહીમાં શુગર ઓછું કરવાથી 10 ગ્રામ કુવાડીયાના મૂળને લઈને તેમાં 400 મિલી પાણીમાં પકાવીને તેના ચોથા ભાગનો ઉકાળીને બનાવીને 20 થી 30 મિલી માત્રામાં સેવન કરવાથી ડાયાબીટીસ મટે છે.
કુવાડીયાને પાણીમાં ધોઈને, સુકાવીને તેનું ચૂર્ણ બનાવી દરરોજ 4 ગ્રામ ચૂર્ણને 10 ગ્રામ ઘી તથા 10 ગ્રામ સાકર સાથે સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે. વધારે પેશાબ કરતો સોમરોગ થયો હોય તો 5 થી 10 કુવાડીયાના મૂળને ચોખાના ઓસામણમાં વાટીને ખવડાવવાથી સ્ત્રીઓને સોમરોગ- જલપ્રદર, રક્તપ્રદર અને શ્વેતપ્રદર મટે છે.
કુવાડીયાના બીજ અને વાવડિંગ બંનેને હળદર, ગરમાળાના મૂળ, પીપળ તથા ઉપલેટને વાટીને કોઢ પર લગાવવાથી કોઢના કારણે થયેલો ઘાવ થાય છે તે નાશ પામે છે. કુવાડિયાના બીજને કાંજી સાથે વાટીને લેપ કરવાથી કોઢ રોગ મટે છે. કુવાડીયાના 10 થી 20 ગ્રામ બીજને દુધમાં વાટીને એરંડાનું તેલ ભેળવીને લેપ કરવાથી બધાં જ પ્રકારના કોઢ પ્રકારના રોગ મટે છે.
કુવાડિયાના બીજને કાંજીમાં વાટીને લેપ કરવાથી આધાશીશી મટે છે. તણાવ અને ટેન્શનના કારણે માથું દુખી રહ્યું હોય તો કુવાડીયાના 20 થી 25 ગ્રામ બીજને કાંજીમાં વાટીને મસ્તક પર લેપ કરવાથી આધાશીશી મટે છે.કુવાડીયાના ફૂલ 10 ગ્રામ અને ખડી સાકર 10 ગ્રામ ખાંડીને ખાવાથી પેશાબ વખતે થકી બળતરા અને પેશાબ અને મૂત્ર તંત્ર સાથે જોડાયેલા રોગો અને સમસ્યાઓ મટે છે. પેશાબ સાથે જોડાયેલી બીમારીમાં કુવાડીયાના ફૂલનો ગુલકંદ બનાવીને ખાવાથી પેશાબની બીમારી દુર થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.