લસણ માત્ર ભોજનમાં સ્વાદ વધારે છે એવું નથી પરંતુ લસણ એક શ્રેષ્ઠ ઔષધી પણ છે. કેટલાક લોકો લસણની ગંધને કારણે તેનાથી દૂર રહે છે પરંતુ લોકો નથી જાણતા કે લસણ પ્રકુતિની ભેટ સમાન માનવામાં આવે છે જેના ઘણા લાભ થાય છે.
લસણ ગરમ, તીક્ષ્ણ, પાચક, પચવામાં ભારે, વીર્યવર્ધક, ઝાડા સાફ કરનાર, ભાંગેલાં હાડકાંને મટાડનાર, બળવર્ધક, બુદ્ધિવર્ધક છે. એક કળીવાળું લસણ ઉત્તમ ગણાય છે. લસણ હૃદયના રોગો, વાયુના રોગો, કફના રોગો, પેટનો દુખાવો, કબજિયાત, ઉધરસ, મંદાગ્નિ વગેરે મટાડે છે.
દરેક પ્રકારનું શાક બનાવવામાં લસણનો ઉપયોગ થાય છે. લસણ આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી ગણાય છે. અને તેને ખાવાથી શરીર એકદમ સુખી રહે છે. આજે આપણે લસણના ફાયદા વિષે જાણીએ છીએ અને લસણના ફાયદા જાણીને તમે પણ તેનુ સેવન કરવા માંડશો.
દરરોજ લસણની એક કળીનું સેવન કરવાથી શરીરને વિટામિન એ, વિટામિન બી અને વિટામિન સીની સાથે આયોડીન, આયરન, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો એકસાથે મળી જાય છે. જેથી શરીરમાં આ પોષક તત્વોની ઉણપ સર્જાતી નથી અને અનેક સમસ્યાઓ દૂર રહે છે.
પેટ માટે લસણ ખૂબ ફાયદાકારક છે. પેટને લગતી સમસ્યાઓ જેવી કે ઝાડા,કબજિયાત વગેરેની સારવારમાં પણ લસણ ખૂબ અસરકારક છે. લસણ ખાવાથી બવાસીર, કબજિયાત અને મસા જેવા રોગો નથી થતા.જે લોકોને કબજિયાત રહે છે તો એક ગ્લાસ પાણીની અંદર લસણની એક કળી મૂકો અને આ પાણીનો ઉપયોગ ખાલી પેટે કરો. આ પાણી પીવાથી કબજિયાત અને પેટ ને લગતી સમસ્યાથી રાહત મળે છે.
બ્લડ પ્રેશરની બીમારીથી પીડિત લોકો ને લસણ ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. બ્લડ પ્રેશરના દર્દીઓ એ દરરોજ લસણ ખાવુ જોઇએ અને ઉપર થી પાણી પી લેવું જોઈએ. આમ કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. લસણ લાંબા સમયથી નાના-મોટા રોગો માટે વપરાય છે. જ્યારે તમે વધુ તણાવ અનુભવો છો ત્યારે તમારા પેટમાં એસિડ બનવાનું શરૂ થાય છે. લસણ આ એસિડને બનતા અટકાવે છે. જો તમે લસણનું નિયમિત સેવન કરો છો તો તમારું બ્લડ સુગર લેવલ પણ સામાન્ય રહે છે.
તાવ આવવા પર તમે બે-ત્રણ લસણની કળીઓ ખાઓ. લસણ ખાવાથી તાવ એકદમ ગાયબ થઇ જશે. ઠંડી લાગવા પર તમે લસણને સરસોના તેલ માં ગરમ કરો અને પછી આ તેલથી માલિશ કરો. આમ કરવાથી તમને રાહત મળશે. શરીરના ભાગોમાં જ્યા પીડા થાય ત્યા પણ આ તેલથી માલિશ કરવાથી રાહત મળે છે.
લસણ ખાવાથી લોહીનો પ્રવાહ ઓછો થાય છે અને લસણ ખાવાથી હૃદય એકદમ સારુ રહે છે અને હૃદય સારું રહે તો અનેક પ્રકારના રોગો ટળી જાય છે. ખરેખર તો લસણ ખાવાથી કોલેસ્ટેસ્ટ્રોલનું પ્રમાણ પણ સારું રહે છે અને આમ થવાથી લોહી ભેગું થતુ નથી અને હાર્ટ એટેક આવવાનું જોખમ પણ ખૂબ જ ઓછું થઇ જાય છે.
શરદી થવા પર લસણનો રસ બનાવી અને તેમાં મધ નાખી તે રસ ને પિ લો. લસણની એક કળી ખાવાથી શરદી ઠીક થઇ જાય છે. ઉધરસ થવા પર પણ તમે મધ સાથે લસણ નુ સેવન કરી શકો છો. લસણ લાંબા સમયથી નાના રોગો માટે વપરાય છે.
લસણ ખાવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. લસણમાં એલિસીન તત્વ ભરપૂર માત્રામાં હોય છે અને સલ્ફર પણ હોય છે. લસણને વાટીને વાળ પર લગાવવાથી પણ ખરતા વાળ ઘટી જાય છે. કાન માં દુખાવો થતો હોય તો સરસિયાના તેલમાં લસણની કળી નાખી ઉકાળીને આ તેલ કાનમાં નાખવામાં આવે તો કાનના દુખાવામાં તરત જ રાહત મળે છે. બાળકો માટે પણ ઉપયોગ કરી શકાય છે.
ખીલ પર લસણનો રસ રોજ લગાવવથી ધીમે ધીમે ખીલ ઓછા થાય જાય છે. તમે તેના રસમાં વ્હાઇટ વિનેગર પણ નાંખીને લગાવી શકો છો. લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે જે ત્વચાને કોમળ અને મુલાયમ બનાવે છે. જો તમે ફેસ માસ્કમાં થોડુક પીસેલૂ લસણનું પેસ્ટ નાંખશો તો ત્વચા મુલાયમ બનશે.
લસણ માં પોટેશિયમ, ફોસ્ફરસ જેવા ગુણો રહેલા હોય છે. રોજ રાતે એક લસણ ની કળી ખાવાથી હાડકા મજબુત બને છે. તમારા હાડકા માં ક્યારેય દુખાવો પણ થતો નથી અને તમારા દાંત પણ મજબુત બને છે. આં માટે રોજ લસણ ની એક કળી રાતે ખાવી જોઈએ. જે દાંત અને હાડકા બંને માટે ફાયદાકારક છે.
લીવર માટે પણ લસણને લાભદાયી માનવામાં આવે છે અને તેને ખાવાથી લીવર સારુ કામ કરે છે. અને લસણને ખાવાથી લીવરની સૂજન પણ ઓછી થાય છે. રાત્રે સૂતાં પહેલાં એક ચમચી ઓલિવ ઓઈલ અથવા સોયાબીન ઓઈલમાં લસણ ની પેસ્ટ લેવાથી લિવર સ્વચ્છ થવાની સાથે જ તે મજબૂત બનીને કાર્યરત રહે છે.