આજે અમે એક એવા ફળ વિશે વાત કરવાના છીએ કે જે શરીર ને તાકાતવર અને મજબૂત બનાવે છે. સામાન્ય રીતે તેને “ભારતીય ચેરી” તરીકે પણ ઓળખવામાં આવે છે. એ ફલૂ નું નામ છે ગુંદા. જી, હા, મિત્રો ગુંદા નું સેવન શરીર માટે ખુબ જ ઉત્તમ અને તાકાત આપનારું છે. તેના સેવન થી પેટના કીડા એટલે કે કૃમિ નાશ પામે છે.
ગુજરાતી માં તેને ગુંદા કહેવાય છે. હિન્દી માં તેને “લસોડા” કહેવાય છે અને તે કેલ્શિયમ અને ફોસ્ફરસ થી ભરપૂર હોય છે. ગુંદા પિત્ત ને મળ દ્વાર મારફતે કાઢી નાખે છે અને કફ અને લોહી ના વિકારો ને મટાડે છે. ગુંદા નો ઉકાળો બનાવીને પીવાથી કફ અને પાતળા ઝાડા મટી જાય છે.
પેશાબમાં બળતરા, દમ ની બીમારી, સુખી ઉધરસ, અને છાતી ના દુખાવામાં ગુંદા ફાયદેમંદ છે. ગુંદા ના કાચા ફળ ઠંડા, પાચક અને મધુર હોય છે. તેના સેવન થી પેટના કીડા, પેટનો દુખાવો, કફ, ફોડલા વગેરે મટી જાય છે. ગુંદા ની છાલ નો ઉકાળો બનાવીને 20-40 મિલી સવાર-સાંજ પીવાથી વારંવાર આવી જતા તાવ માં ખુબ જ ફાયદો કરે છે.
ગુંદા ના પાંદડા ને પીસીને તેનો રસ પીવાથી પેટના દુખાવામાં અને ડાયાબીટીશ માં ખુબ જ ફાયદો થાય છે. ફોડલા કે ગુમડા પર ગુંદા ના પાંદ ને વાટીને તેની પોટલી બનાવીને બાંધવાથી તે ઝડપ થી મટી જાય છે. ગુંદા ની છાલ નો ઉકાળો બનાવીને પીવાથી ગળા ના તમામ રોગો મટી જાય છે અને બેસી ગયેલો અવાજ પણ સારો બને છે.
ગુંદા ની છાલને પાણી માં ઘસીને પીવાથી અતિસાર માં ફાયદો થાય છે. ગુંદાના બીજને વાટીને ધાધર પર લગાવવાથી ધાધર મટી મટી જાય છે. આ ઉપરાંત, ગુંદા ને સુકવીને ચૂર્ણ બનવવામાં આવે છે. આ ચૂર્ણ માં મેંદો, બેસન અને ઘી નાખીને લાડવા બનાવાય છે આ લાડુ ખાવાથી શરીર ને તાકાત મળે છે અને સ્ફૂર્તિ આવે છે.
સોજો થયો હોય તે ભાગ પર ગુંદા ની છાલ નો તેલમાં ઉકાળો બનાવીને તેમાં કપૂર નાખીને લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે. નાનાં જીવજંતુ, મધમાખી વગેરે નાં ડંખની ઝેરી અસરમાં ગુંદાની છાલનો લેપ તુરત રાહત આપે છે. મરડો, ઝાડા જેવી પેટની તકલીફમાં છાલના ઊકાળાને છાશ સાથે નિયમિત દિવસમાં બે વાર આપવાથી પાચનતંત્ર ને સુધારીને આંતરડા મજબૂત કરીને જૂના મરડાની તકલીફને ઝડપથી મટાડે છે. દમ ની બીમારી, સુખી ઉધરસ, અને છાતી ના દુખાવામાં ગુંદા ફાયદેમંદ છે.