આજે અમે તમને જણાવીશું કે એક ગ્લાસ ગરમ પાણીમાં માત્ર 4 લવિંગ નાખીને પાણી પીવાથી થતા ફાયદા. આયુર્વેદ માં પણ જણાવવામાં આવ્યું છે કે લવિંગ પાણી પીવાથી પણ આરોગ્યને ઘણો ફાયદો થાય છે. લવિંગમાં વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-ઈ જેવા તત્વો મળી આવે છે. જે આપણી આંખો માટે અને વાળ માટે ફાયદાકારક છે.
લવિંગમાં ઓમેગા-3 ફેટી એસિડ જેવા મહત્વ પૂર્ણ તત્વ મળી આવે છે. જે માછલી માં ભરપૂર માત્રામાં મળી આવે છે. માટે લવિંગ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. લવિંગમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ જેવા તત્વો મળી આવે છે. જે મો માં રહેલ બેક્ટેરિયાને દૂર કરે છે. આ ઉપરાંત શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. જેથી લવિંગ વાયરલ ઈન્ફેકશન ને દૂર કરવામાં મદદ કરે છે.
લવિંગ નું પાણી બનાવવાની રીત:
સૌથી પહેલા એક ગ્લાસ પાણીને ગરમ કરો અને તેમાં 4 લવિંગ નાખી દો. આ પાણીને 2 મિનિટ ઉકળવા દો. હવે તે પાણીને 15 થી 20 મિનિટ ઢાંકીને રહેવા દો. ત્યારબાદ તે પાણીને પી જવું. ઘણી વખત મોટા લોકો એટલે કે વૃદ્ધા વસ્થા દરમિયાન ઘણા લોકોને હાથ કે પગમાંવારંવાર ધ્રુજારી આવતી હોય તો તેનાથી પણ છુટકાળો મેળવવા માટે આ લવિંગ પાણીંનું સેવન કરવું જોઈએ.
તમારો ખાઘેલ ખોરાક ના પચવાના કારણે ગેસ, અપચો, કબજિયાત ની સમસ્યા થતી હોય છે. માટે જો તમે રાત્રે જમ્યા પછી આ લવિંગના પાણીનું સેવન કરો તો પેટને લગતી અનેક સમસ્યા દૂર થાય છે, અને ખોરાક ને આસાનીથી પચાવવામાં મદદ કરે છે.
જો તમને શરદી, ઉઘરસ, કફ જેવા વાયરલ ઈન્ફેક્શન હોય તો તેનાથી બચવા માટે તમારે આ લવિંગ પાણીનું સેવન કરવું જોઈએ. જેથી ઝડપથી કફ છૂટો પડે છે. અને તમને રાહત મળે છે. જો તમારા મોમાં બેક્ટેરિયા હશે તો તમારા દાંત ના સડા થવાની શકયતા વઘી જાય છે. જેથી દાંત નબળા પડી જાય છે. માટે આ પાણીનું સેવન કરવાથી મોમાં રહેલા બેક્ટેરિયાને દૂર કરશે અને દાંતના સડાને દૂર કરીને દાંત ને મજબૂત કરવામાં મદદ કરશે.
જો તમે અનેક બીમારીઓથી બચવા માંગતા હોય તો આ પાણી તમારા માટે રામબાણ સાબિત થશે. માટે આ લવિંગ પાણીનું સેવન કરવું જોઈએ.