શિયાળા માં ખાવા માં આવતું લીલા લસણ નુ કાચુ એ ગુજરાતમાં સુરત શહેરની લોકપ્રિય રેસીપી છે. શિયાળા માં લીલું લસણ બજાર સરળતાથી મળવા લાગે છે, એટલે શિયાળા દરમિયાન લીલા લસણ નું કાચું વધારે બનાવવામાં આવે છે. લીલા લસણ નું કાચું રોટલી સાથે અથવા શાકની અંદર નાખીને પણ ખાઈ શકાય છે.
લીલા લસણ નું કાચું ગેસનો ઉપયોગ કર્યા વગર પણ બનાવી શકાય છે. આ રેસિપી એકદમ ઝડપી અને અને ઘરમાંજ રહેલી વસ્તુથી બની જાય છે. અને તેને બનાવવી પણ એકદમ સરળ છે.
લીલા લસણ નું કાચું બનાવવા માટે ઉપયોગ માં આવતી સામગ્રી :
સૌ પ્રથમ લીલું લસણ, 2 લીલા મરચા, 1 ઇંચ આદુ, 1 ચમચી લસણનો સફેદ ભાગ, 1 કપ લસણનો સમારેલો લીલો ભાગ, 2 નંગ છૂંદેલા બટાકા, 5 ચમચી તેલ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ધાણા પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 3 ચમચી મલાઈ, 3 ચમચી દૂધ, તેલ, સમારેલ લીલું લસણ આ બધી વસ્તુ લીલા લસણ નું કાચું બનાવવા માટે જોઈએ છે.
લીલા લસણ નુ કાચુ બનાવવાની રીત :
સૌપ્રથમ બજાર માંથી જે લીલું લસણ લાવ્યા હોય તેને સરખી રીતે સાફ કરવું. તેના પછી લસણનો નીચેનો સફેદ ભાગ કાઢીને બાજુ પર રાખો અને લસણનો લીલો ભાગ એકદમ ઝીણો સમારી લો. હવે લીલા મરચા, લસણનો સફેદ ભાગ અને આદુને મિક્સ કરીને ઝીણી પેસ્ટ બનાવી લો. મિક્સિંગ બાઉલમાં લસણનો ઝીણો સમારેલો લીલો ભાગ, લીલા મરચા-આદુ-લસણની પેસ્ટ અને તેલ ઉમેરો. પછી તેને સારી રીતે મિક્સ કરી દો.પછી તેમાં મેશ કરેલા બટાકા, મીઠું, ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરી દો.
હવે લીલા લસણ નું કાચુને સ્મૂધ અને ક્રીમી બનાવવા માટે મલાઈ અને દૂધનું મિશ્રણ ઉમેરો અને 2-3 મિનિટ માટે હાથની મદદથી હલાવીને બધું સારી રીતે મિક્સ કરો.હવે કાચું બનીને ત્યાર થઈ ગયું છે.
એક મિક્સિંગ બાઉલમાં લસણ નુ કાચુ કાઢીને 1 કલાક માટે રેફ્રિજરેટ માં રાખી ઠંડુ કરો. રેફ્રિજરેટ માં ઠંડુ કાર્ય પછી ½ ટીસ્પૂન તેલ ઉમેરો અને થોડું સમારેલ લીલું લસણ સ્પેડ કરો. લીલા લસણ નું કાચું રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકાય છે.