ઘણીવાર ખૂબ જ થાક લાગે છે, ખૂબ પરસેવો થાય છે, નબળાઈ જેવું લાગે છે, શરીર ઠંડું પડી જાય, ચક્કર આવે, આંખે અંધારાં આવે છે. આવું થાય ત્યારે આપણે ગભરાઈને ડોકટરને મળવા દોડી જઈએ છીએ અને ત્યારે ખબર પડે છે કે આ તો લો બ્લડપ્રેશરને લીધે થાય છે.
જોકે આ સિવાય પણ લો બ્લડપ્રેશર થવાનાં બીજાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે ફેફસાની બીમારીમાં, હૃદયરોગની બીમારીમાં, કિડનીના રોગોમાં, લોહીમાં સોડિયમનું પ્રમાણ ઘટવાથી કે હાઈ બ્લડપ્રેશરની વધુ દવાઓ લેવાથી પણ લો બ્લડપ્રેશર થઈ શકે છે. તો ચાલો હવે આપણે જાણીએ લો બ્લડપ્રેશર મટેના ઉપચારો.
લો બ્લડપ્રેશર ને ઘરેલુ નુસખા દ્વારા જલદી ઠીક કરવા માટે બીટનું સેવન કરવું જોઈએ. તે લો બ્લડપ્રેશરમાં ખાસ્સું મદદગાર છે. દિવસમાં બે ગ્લાસ બીટનો જ્યૂસ પીવાથી બ્લડપ્રેશર સ્થિર રહે છે. દિવસમાં એક વાર જેઠીમધના પાઉડરની ચા પીવાથી બ્લડપ્રેશરને લેવલમાં લાવવામાં મદદ મળે છે.
લસણ બ્લડ પ્રેશરને ઠીક કરવામાં ખૂબ મદદરૂપ ઘરગથ્થું ઉપાય છે. તે લોહીની ગાંઠ જામવા દેતા નથી. અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે. લો બ્લડપ્રેશરના રોગીને સવારે ભૂખ્યા પેટે લસણ ની 3 કળી ચાવીને ખાવી જોઈએ. જો તમને લાગતું હોય કે તમારું બ્લડપ્રેશર ઓછું છે અને નબળાઈ મહેસૂસ કરી રહ્યા છો તો અડધો કપ સ્ટ્રોંગ કોફી પીવો. તેનાથી બ્લડપ્રેશર તરત જ લેવલમાં આવી જાય છે.
દાડમના રસમાં મીઠું નાખીને પીવો. લો બીપી ની બીમારી તમારી ખુબ જ જલ્દી ઠીક થઇ જશે. તે સિવાય તમે શેરડીનો રસ, અનાનસનો રસ, મોસંબી નો રસ વગેરેમાં મીઠું ભેળવીને તમે પી શકો છો, તેનાથી તમારું લો બ્લડ પ્રેશર એકદમ ઠીક થઇ જશે. તુલસીનાં પાન લો બ્લડ પ્રેશરની સારવારમાં પ્રભાવશાળી છે. તુલસીનાં કેટલાંક પાનને મસળીને તેનો જ્યૂસ બનાવી લો. તેમાં એક ચમચી મધ મિશ્ર કરો. સવારે ખાલી પેટ પીવો. તેનાથી તમને રાહત મળશે.
લો બ્લડ પ્રેશર ધરાવતાં લોકોને ક્યારેક જમ્યાં પછી કે ભૂખ્યા પેટે ઉભા ઊભા પણ ચક્કર આવે છે. માત્ર બે ગ્લાસ પાણી પીવાથી બ્લડ પ્રેશર નોર્મલ થઇ જાય છે. સરખાભાગે ગાજરનો તાજો રસ અને દૂધ દરરોજ સવારે લેવાથી લો બ્લડપ્રેશર મટે છે. ચિત્રકમૂળ, અજમો, સંચળ, સૂંઠ, પીપર અને હરડેનું સરખેભાગે બનાવી ચૂણ સવાર, બપોર, સાંજ પાણી સાથે લેવાથી લો પ્રેશરની બીમારીમાં રાહત થાય છે.
બીપી લો થવા પર સૌથી પ્રથમ ઘરેલૂ ઉપચાર તરીકે મીઠાવાળું પાણી પીઓ કારણ કે મીઠામાં રહેલ સોડિયમ બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે છે.આ સિવાય ખાંડ અને માખણ મિક્સ કરીને ખાશો. લો બીપીની આ શ્રેષ્ઠ દવા છે. અને તમે ઘરે જે માખણ કાઢો છો, તે જ વાપરો. દરરોજ વ્યાયામ, ખાસ કરીને કાર્ડિયો કરવાથી બ્લડ પ્રેશર હંમેશા નિયંત્રિત રહે છે. તમારે દોડવાં કે જોગિંગ કરવા માટે દરરોજ જવું જોઈએ.
લો બીપી હોય ત્યારે થોડી થોડી વારમાંખોરાક લેવો જરૂરી છે. જો તમે દિવસમાં ત્રણ વખત પેટ ભરી ખાતા હોય તો તેના તમારી પાંચ ભાગ કરવા જોઈએ અને થોડા થોડા ભાગમાં ખોરાક લેવો જોઈએ. દી વસમાં બેથી ત્રણ લીટર પાણી દરેક લોકો એ પીવું જોઈએ અને લો બીપી વાળા ને તો તે વધારે જરૂરી છે બીપીની સમસ્યા હોય ત્યારે સામાન્ય રીતે અનાર નો જ્યુસ અને શરબત પીવું જોઇએ એ બોડીના ઇલેક્ટ્રોલાઇટને મેન્ટેન કરે છે.
બ્લડ પ્રેશર લો છે તો બદામને આહારમાં જરૂરથી સામેલ કરો. રાત્રે 5-6 બદામ પલાળીને સવારે તેની પેસ્ટ દૂઘમાં મિક્સ કરીને પીઓ. કિશમિશ ખાવાથી પણ ખૂબ ફાયદો મળે છે. રાત્રે 3-4 કિશમિશ પાણીમાં પલાળીને તેને સવારે દૂધની સાથે પી લો. નિયમીત રીતે તેનું સેવન કરવાથી લો બ્લડ પ્રેશર સામાન્ય રહે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.