આજકાલ આપણે જોઈએ છીએ કે લોકો પૂછતાં રહે છે કે લોહી જાડું થઈ જાય તો પાતળું કરવા માટે શું કરવું ? તો ચાલો આ માટેના ઉપાયો જાણીએ.જેનો ઉલ્લેખ ચરખસંહિતામાં ચરખઋષિએ અને અષ્ટાંગહ્રદય નામના પુસ્તકમાં બાગવડ ઋષિએ ઉલ્લેખ કર્યો છે.
સૌથી પહેલા જોઈએ તો પહેલાના જમાનામાં આપણા બાપ-દાદાઓ ભણેલા ઓછું હતા પરંતુ કાચી સોપારી તેઓ નિયમિત ખાતા હતા અને એના કારણે જ એ જમાનામાં લોકોને હાર્ટએટેક,મગજનું હેમરેજ, નળીઓ બ્લોક થવી આવી સમસ્યાઓ મોટેભાગે જોવા મળતી ન હતી.તેઓ જમ્યા પછી બપોરે અને રાત્રે બંને ટાઈમ કાચી સોપારીનો ખાતા હતા.
આપણે જોઈએ તો આજકાલ આ વસ્તુનો ઉપયોગ કરતા નથી,અને ખોરાકની અંદર પરીવર્તન કર્યું છે, બજારનું તીખું તળેલું ખાવાનું વધુ પસંદ કરે છે જેના કારણે આજકાલ લોકોને કોલેસ્ટ્રોલનું પ્રમાણ એટ્લે કે શરીરની અંદર ખરાબ કચરો જમા થાય છે.કાચી સોપારી એ લોહી પાતળું કરવાનું કામ કરે છે.
અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે તો લીલા લસણની ચટણી બનાવી એ પણ બે ટાઈમ ખાઈ શકો છો,એની અંદર તુલસી,ફુદીનાના પાન,કોથમીર અને મીઠો લીંબડો પણ નાખી શકો છો.આનાથી પણ ખૂબ ફાયદો થાય છે. હા,પરંતુ આ વસ્તુ થોડીક ગરમ હોવાથી એસિડિટી થતી હોય તેઓએ ઓછા પ્રમાણમા ખાવી જોઈએ.
એક ચમચી શુદ્ધ મધ લો,તેની અંદર ચપટી સૂંઠ પાવડર ઉમેરો,બંનેને મિક્સ કરી ચાટી જાઓ.આ ત્રણેય ઉપાયોમાથી તમે ગમે તે ઉપાય કરી શકો છો,પરંતુ હા મિત્રો જો તમારે કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલુ હોય તો તેમની સલાહ લીધા પછી જ આ ઉપાય અપનાવો.