દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. દરેક વ્યક્તિએ દરરોજ 1 ગ્લાસ દૂધ પીવું જોઈએ. તેમાં વિટામિન-એ, બી, સી, ડી, કેલ્શિયમ, પ્રોટીન અને લેક્ટિક એસિડ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આયુર્વેદમાં, મધને ઘણા રોગોની સારવારમાં અસરકારક દવા તરીકે વર્ણવવામાં આવે છે. મધનો ઉપયોગ ઘણા જટિલ રોગોની સારવારમાં થાય છે.
મધમાં પ્રોટીન, ચરબી, એન્ઝાઇમ એમિનો એસિડ્સ, કાર્બોહાઇડ્રેટ્સ, આયોડિન, આયર્ન, પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ જેવા ઘણા તત્વો હોય છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓકિસડન્ટ અને એન્ટીફંગલ ગુણધર્મો છે. આવી સ્થિતિમાં જો દૂધ અને મધ સાથે લેવામાં આવે તો તેનાથી શરીરને અનેક રીતે ફાયદો થાય છે
દૂધમાં હાજર પ્રોટીન અને મધમાં મળી રહેલું કાર્બોહાઇડ્રેટ શરીરમાં મેટાબોલિઝમની ગતિ વધારે છે, જે સહનશક્તિ વધારે છે. તેઓ બાળકોથી લઈને વૃદ્ધો સુધીના દરેક માટે ફાયદાકારક છે. હાડકાંને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ જરૂરી છે. એક ગ્લાસ દૂધ એક ચમચી મધ સાથે પીશો તો તે હાડકાંને મજબૂત બનાવશે એટલું જ નહીં સાંધાના દુખાવાથી પણ બચાવે છે. દરરોજ એક ગ્લાસ દૂધમાં બે ચમચી મધ નાખીને પીવાથી એનર્જી મળે છે.
દૂધ અને મધ પાચનને લગતી બધી સમસ્યાઓ દૂર કરે છે. આ બંને ઘટકોમાં હાજર પોષણ પેટમાં સારા બેક્ટેરિયા વધારવામાં મદદ કરે છે, જે પાચનમાં મદદ કરે છે. એક કપ દૂધ સાથે એક ચમચી મધ પીવો.ઉનાળામાં ગરમીને કારણે આપણી શક્તિ ઓછી થાય છે. તેને વધારવા માટે દરરોજ દૂધમાં મધ મિક્સ કરીને પીવો. દૂધમાં પ્રોટીન હોય છે અને મધમાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે.
દૂધ અને મધ સાથે મિક્સ કરીને પીવાથી ઘણા ફાયદા થાય છે. તે ઘણા વર્ષોથી ઉપયોગમાં લેવાય છે. દૂધમાં મધનું સેવન કરવાથી માત્ર મગજ શાંત થાય છે અને તેનાથી અનેક રોગોથી પણ બચી શકાય છે. જો તમે ખાંડને બદલે દૂધમાં મધનું સેવન કરો છો, તો તેનાથી સ્વાસ્થ્યને પણ લાભ થાય છે.
ગરમ દૂધ અને મધ સાથે પીવાથી કફ ની સમસ્યા દૂર થાય છે. મધમાં એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ચેપને રોકવામાં મદદ કરે છે. દૂધ અને મધ સમાન માત્રામાં મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં પાણી નાખો. આમ, જો રોજ આ લિકવિડથી નાહવાનું શરૂ કરશો તો શિયાળામાં સ્કિન ફાટશે નહીં.
શ્વસનની સમસ્યાથી પીડિત વ્યક્તિએ એક ગ્લાસ દૂધ અને એક ચમચી મધ પીવું જોઈએ. આ તેમના માટે ખૂબ અસરકારક છે. ગરમ દૂધમાં મધ મેળવીને પીવાથી શ્વાસની તકલીફ મટે છે. કારણ કે આ હોટ ડ્રિંક બેક્ટેરિયાને નષ્ટ કરવામાં મદદ કરે છે. ગળાના દુખાવાથી પીડિત લોકોએ ગરમ દૂધમાં મધ મેળવીને પીવું જોઈએ.
અનિદ્રાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે દૂધ અને મધ બંનેને ઉપયોગી માનવામાં આવે છે, પરંતુ જ્યારે આ બંનેને સાથે લેવામાં આવે ત્યારે તેના ફાયદાઓ વધી જાય છે. મધ એક સુગર યુક્ત પદાર્થ છે જે શરીરમાં ઇન્સ્યુલિનની માત્રાને નિયંત્રિત કરે છે અને મગજમાં ટ્રિપ્ટોફન નામના પદાર્થને મુક્ત કરે છે જે સેરોટોનિનમાં પરિવર્તિત થાય છે, એવું માનવામાં આવે છે કે તે નિદ્રામાં મદદગાર છે .
મધ અને દૂધ એન્ટિમાઇક્રોબાયલ અને ક્લોનીંગ ગુણધર્મો માટે જાણીતા છે . આ બંનેના સંયોજનનો ઉપયોગ ત્વચા માટે ઉપયોગી ઘણી વસ્તુઓમાં થાય છે અને ત્વચાને સુધારવામાં તે ખૂબ ફાયદાકારક છે. ખાધા પછી, જો તમે મધ નાખેલું દૂધ પીશો તો હાર્ટબર્ન થી રાહત મળશે. આ માટે ગરમ નહિ પરંતુ ઠંડુ દૂધ પીવું. દૂધ અને મધ એક સાથે પીવાથી પુરુષોને પ્રોસ્ટેટ કેન્સર થવાની સંભાવના ઓછી થઈ જાય છે.
આ બંનેને એક સાથે પીવાથી શારીરિક અને માનસિક ક્ષમતા પણ વધે છે. તેનાથી શરીરમાં વધારે સ્ફૂર્તિ આવે છે અને દિમાગ ઝડપથી દોડવા લાગે છે. જો વર્ષો જૂની કબજિયાત હોય તો દરરોજ રાતે ગરમ દૂધમાં મધ ઉમેરીને પીવું જોઈએ. તેનાથી કબજિયાતની સમસ્યા રહેતી નથી.
જો આખા દિવસનું કામ કરીને થાકી ચૂક્યા છો તો મધ અને ગરમ દૂધ અવશ્ય પીવું જોઈએ. તેનાથી થાક એકદમ દૂર થઈ જાય છે. રોજ દૂધ અને મધ પીવાથી સ્કિન પર ગ્લો આવે છે. તેમાં વિટામિન E હોય છે. તે પીવાથી પિંપલ્સ જેવી સ્કીનની તકલીફ પણ દુર થાય છે. તે તંદુરસ્ત સ્કીન માટે ફાયદાકારક છે.