માત્ર આ બે વસ્તુઓ ના મિશ્રણ થી મટે છે કોલેસ્ટ્રોલ ઉપરાંત અન્ય અનેક રોગો..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જગતના લગભગ તમામ પ્રદેશોમાં મધનું ઉત્પાદન થાય છે. આયુર્વેદિક તથા યુનાની દવાઓમાં સદીઓથી મધનું એક દવા તરીકે વિશેષ મહત્વ સ્વીકારવામાં આવ્યું છે. હાલના વૈજ્ઞાનિકોએ પણ મધને અનેક બીમારી ઓના  રામબાણ ઈલાજ તરીકે કબૂલ કરી છે.

શુદ્ધ મધ સાથે ગરમ મસાલાનાં ઉપયોગમાં લેવાતા તજના પાવડર સાથેનું મિશ્રણ નિયમિત લેવામાં આવે તો અનેક રોગો મટે છે. મધ એક એવું ઔષધ છે કે તેનો ગમે તેવી બીમારીમાં તેનો ઉપયોગ કરી શકાય છે. મર્યાદામાં દવા તરીકે લેવાયેલું મધ મીઠાશવાળું હોવા છતાં ડાયાબિટીસનાં દર્દીઓને પણ નુકસાન કરતું નથી.

તો ચાલો હવે આપણે જાણીએ મધ અને તજના મિશ્રણથી કયા કયા રોગો દૂર થાય છે. એક ભાગ મધ અને બે ભાગ નવશેકા પાણીનું મિશ્રણ બનાવી તેમાં એક નાની ચમચી તજનો ભૂક્કો નાખી શરીરના દુઃખતા ભાગ ઉપર ધીમે ધીમે તેનું માલિશ કરવાથી એકાદ મિનિટમાં જ તે દુઃખાવો બંધ થાય છે અને દર્દીને તાત્કાલિક રાહત મળે છે.

દરરોજ સવારે અને સાંજે એક કપ ગરમ પાણીમાં મધના બે ચમચા અને એક નાની ચમચી તજનો પાવડરને ભેળવી નિયમિત પીવાથી ગમે તેવા સાંધાના દુઃખાવામાં રાહત મળે છે. જેઓના માથાના વાળ ખરતા હોય અથવા માથે ટાલ પડી ગઈ હોય તેવા લોકો ગરમ કરેલ ઓલીવના તેલમાં એક ચમચી તજનો પાવડર મેળવી નહાતા પહેલા માથામાં બરાબર ચોળી પછી અંદાજે પાંચેક મિનિટ પછી નહાવાનું રાખે તો તેનાં વાળ ખરતા બંધ થશે.

એક ભાગ તજનાં ભૂક્કામાં પાંચ ભાગ મધ ઉમેરી તેને દુઃખતા એવા કોઈપણ દાંત ઉપર ઘસવાથી કે ચોપડવાથી દાંતના દુઃખાવામાં રાહત મળે છે. જ્યાં સુધી દુ:ખાવો ઓછો ન થાય ત્યાં સુધી આ પ્રયોગ દરરોજ દિવસ માં ત્રણ વખત કરવો.

ચા ના પાણીમાં બે ચમચી મધ અને ત્રણ ચમચી તજનો પાવડર મેળવી દર્દીને પીવડાવવામાં બે કલાકમાં જ લોહીમાંના કોલેસ્ટેરોલનું પ્રમાણ ૧૦% ઘટી જાય છે દિવસમાં ત્રણ વખત આ રીતે પીવાથી ગમે તેટલું કોલેસ્ટેરોલનું પ્રમાણ અંકુશમાં આવે છે. દરરોજ આ પ્રકારે ચા પીવાથી ગમે તેટલું ભયાનક રીતે રહેલું કોલેસ્ટેરોલ કે ચરબીનું પ્રમાણ સંપૂર્ણપણે અંકુશમાં આવે છે.

દરરોજ ચોખ્ખું મધ ખોરાકમાં લેવાથી કદી પણ કોલેસ્ટેરોલની ફરિયાદ નહીં રહે. જેઓને સામાન્ય કે સખત શરદી થઈ હોય તેઓએ એક ચમચી મધ લઈ તેને નવશેકું ગરમ કરવું. પા ચમચી જેટલા તજનો પાવડર સાથે મિશ્રણ કરી દિવસમાં ત્રણ વખત ચાટવું. આ પ્રયોગ ગમે તેવી ખાંસી, શરદી થોડીવારમાં દૂર કરશે. ઉપરાંત શરદીનાં કારણે જો ગળું સુકાતું હશે તો પણ સારું થશે.

વર્ષોથી મધનો ઉપયોગ અપચાની રાહત તથા દુ:ખાવાને દૂર કરવા માટે વૈદ્યો તેમજ હકીમો કરતા આવ્યા છે. જો મધ સાથે તજને મેળવી ચાટવામાં આવે તો પેટમાંના અલ્સરનો પણ જડમૂળથી નાશ થાય છે. મધ સાથે થોડા પ્રમાણમાં તજનો પાવડર ભેગો કરી ચાટવાથી ગમે તેવા ગેસનો છૂટકારો થાય છે.

દરરોજ નાસ્તામાં બ્રેડ-ચા-રોટલી સાથે જેલી કે જામને બદલે મધ અને તજનો પાવડરની બનાવેલ પેસ્ટ ચોપડી નિયમિત ઉપયોગમાં લેવાથી શરીરમાં તથા લોહી શુદ્ધ કરતી નસોમાં ભેગી થતી ચરબીનાં ભરાવાને તથા ચરબીનાં ગમે તેટલા જાડા થરને ઓગાળી નાખી સેવન કરનાર વ્યક્તિને હૃદયરોગથી તો બચાવે છે.

મધમાં વિપુલ પ્રમાણમાં વિવિધ પોષકતત્ત્વો તથા ખનિજો સમાયેલા છે. તેને પરિણામે તેનું સેવન કરનારનાં લોહીમાં રોગનો પ્રતિકાર કરતા જે સફેદ કણો હોય છે તેને બળ મળે છે અને તે શરીર માંના બેક્ટરિયા તથા વાયરસનો નાશ કરે છે.

બે ચમચા ભરેલા મધ ઉપર તજનો થોડો ભૂકો નાંખી જમતા પહેલા ખાવાથી એસીડીટીનાં કારણે થતાં હૃદય કે છાતીની બળતરા દૂર થાય છે. ઉપરાંત ગમે તેટલો ભારે ખોરાક પણ પચાવી નાખે છે. ઉંમર વધવા છતાં ચામડી ઢીલી પડતી નથી. આયુષ્યમાં વધારો થાય છે અને સો વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિ પણ પોતાની યુવાનીમાં કરી શકતી હોય તેવું કામ કરી શકે છે.

એક ચમચી તજના ભૂકાને ત્રણ કપ જેટલા પાણીમાં ઉકાળી તેની ચા બનાવવી. એમાં ચાર ચમચી મધ મેળવો અને દિવસનાં ત્રણ-ચાર વખત પા-પા કપ દરરોજ પીવાથી શરીરના ચામડીના કોષો યુવાન રહે છે. ખસ, ખુજલી, ગુમડા કે ચળ આવવા જેવા ચામડીના કોઈપણ રોગ ઉપર મધ તથા તજનો ભૂકો સરખે ભાગે મેળવી શરીરના તે ભાગ ઉપર ચોપડવાથી થોડા દિવસોમાં જ ચામડીજન્ય રોગોનો નાશ થાય છે.

ત્રણ ચમચા મધને એક ચમચા જેટલા તજનાં ભુકામાં મેળવી પેસ્ટ બનાવવી અને દરરોજ રાતે સુતી વખતે ચહેરા પર જયાં ખીલ થયા હોય તે પર બરાબર લગાવીને સૂઈ જવું અને બીજી સવારે વહેલા ઉઠી ચણાનાં લોટથી અથવા સાદા ગરમ પાણીથી ચહેરાને ધોઈ નાખવો. આવી રીતે સતત બે અઠવાડિયા સુધી કરવાથી ગમે તેવા ખીલનો નાશ થાય છે.

ગમે તેવું જાડું કે ચરબીવાળું શરીર હોય પણ જો તે વ્યક્તિ દરરોજ સવારે નાસ્તો લેતાં પહેલાં ખાલી પેટે તેમજ દરરોજ રાતે સૂતા પહેલા મધ અને તજનો પાવડરનો એક કપ જેટલો ઉકાળો પીવાની ટેવ રાખે તો તે વ્યક્તિ વજન ઘટાડી શકે છે.

Show Comments