મગની દાળ માં ભારે માત્રામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને સોડિયમ હોય છે. સાથે જ તેને ખાવાથી વિટામીન સી, કાર્બસ અને ડાયટરી ફાઇબર પણ મળે છે. મગની દાળમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ અને ફસ્ફોરસ હોય છે. મગની દાળ રોગ ભગાડવાની સાથે સ્વાસ્થય હેલ્થને મેંટેન કરવા માટે પણ જરૂરી છે. હાર્ટ પ્રોબ્લેમમાં બચાવ
મગની દાળમાં કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોય છે. એનાથી હાર્ટ પ્રોબ્લેમથી બચાવ હોય છે.
વજન ઓછું કરવા :
શરીરમાં કોલેસ્ટ્રોલ વધતાં મગની દાળનું સેવન કરવું લાભકારી હોય છે. તે શરીરમાંથી વધારાનું કોલેસ્ટ્રોલ દૂર કરવામાં મદદરૂપ છે. જે લોકો વજન ઓછું કરવા માગે છે તેમના માટે મગની દાળનું સેવન ફાયદાકારક હોઈ શકે છે, તેમાં ૧૦૦ થી ઓછી કેલરી હોય છે, ખાધા પછી પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેથી તમે વધારે કેલરી ન લો. મગની દાળનું પાણી પીવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. અને તમે એનર્જેટિક પણ ફિલ કરી શકો છો. મગની દાળમાં કેલોરીની માત્રા ઓછી હોય છે. એને ખાવાથી વજન ઓછું હોય છે.
મધુમેહ ના દર્દીઓ માટે :
મગ ની દાળ નું સેવન કરવાનું મધુમેહ ના દર્દીઓ માટે ગુણકારી માનવામાં આવે છે. અને તેને ખાવાથી શરીર માં શુગર નું સ્તર બરાબર બની રહે છે. તેથી જે લોકો ને શુગર ની બીમારી છે તેમને મગની દાળ નું સેવન જરૂર કરવું જોઈએ. મગ ની દાળ નું સેવન કરવાથી શરીર માં શુગર મેટાબોલીઝમ નું સ્તર સંતુલિત રહે છે અને એવું થવાથી મધુમેહ નિયંત્રિત રહે છે.
પાચન ક્રિયાને દુરૂસ્ત :
મગની દાળને ઉત્તમ આહાર ગણાયું છે, જે પાચન ક્રિયાને દુરૂસ્ત કરે છે અને પેટમાં ઠંડક આપે છે. જેનાથી પાચન અને પેટમાં ગર્મી વધવાની સમસ્યા નહી હોય છે. મગની દાળ અપચો પણ દૂર કરે છે, તેમાં ફાઇબર હોય છે, જે પાચનશક્તિને મજબૂત બનાવે છે અને પેટમાં ઉત્પન્ન થતા ગેસને અટકાવે છે. મગની દાળ ચરબી વધતાં રોકે છે. દરરોજ મગની દાળ ખાવાથી પણ બીપી કંટ્રોલ થાય છે. તે લોહીમાં મેગ્નેશિયમનું સ્તર પણ સંતુલિત રાખે છે.
મગજ રહે દુરસ્ત :
મગ ની દાળ ના ફાયદા યાદદાસ્તને બરાબર રાખવામાં ફાયદાકારક સાબિત થાય છે. મગ ની દાળ ને ખાવાથી મગજ પર સારી અસર પડે છે અને મગજ એકદમ દુરસ્ત બની રહે છે. મગ ની દાળ ના અંદર આયર્ન સારી માત્રા માં હોય છે. મગ ની દાળ ને ખાવાથી એકાગ્રતા વધે છે અને યાદદાસ્ત પણ બરાબર બની રહે છે.
આંખો માટે :
મગ ની દાળ ના ફાયદા ઘણા બધા છે અને તેને ખાવાથી આંખો પર પણ સારી અસર પડે છે. મગ ની દાળનું સેવન કરવાથી શરીરમાં વિટામીન-સી ની કમી નથી થતી અને વિટામીન સી ને આંખો માટે ઉપયોગી માનવામાં આવે છે. જે લોકો સવારે અંકુરિત મગ ની દાળ નું સેવન કરે છે તે લોકો ની આંખો ની સેરાની બરાબર બની રહે છે.
ચહેરાની કરચલી ઓછી થાય :
મગની દાળમાં ફોસ્ફરસ હોય છે. જમવામાં દરરોજ મગની દાળ ખાવાથી ચહેરાની કરચલી ઓછી થાય છે. આ સિવાય મગની દાળ ચહેરા પરના ડાઘને ઓછા કરે છે. આ સિવાય તે આંખ નીચે થતાં ડાર્ક સર્કલમાં પણ ઘટાડો કરે છે.મગ ની દાળ ખાવાથી ચહેરા પર ચમક બની રહે છે. મગની દાળનું સ્ક્રબ તૈયાર કરવા માટે તમે મગ ની દાળ સારી રીતે પીસી લો. પછી મગ ની દાળ ના અંદર થોડુક મધ મેળવી દો. તેના પછી આ બન્ને વસ્તુઓ ને સારી રીતે મિક્સ કરી લો અને એક પેસ્ટ તૈયાર કરી લો. હવે હલકા હાથો થી આ પેસ્ટ ને ચહેરા પર લગાવી લો અને ચહેરા પર સ્ક્રબ કરો. થોડાક સમય સુધી સ્ક્રબ કર્યા પછી તમે પોતાના ચહેરાને હલકા ગરમ પાણી થી સાફ કરી લો. આ સ્ક્રબ ને તમે અઠવાડિયા માં બે વખત લગાવો. તમારા ચહેરા ની રંગત એકદમ સાફ થઇ જશે.
વાળ મજબૂત થાય :
મગની દાળમાં પુષ્કળ પ્રમાણમાં કોપર પણ મળી આવે છે. તેના દૈનિક સેવનથી વાળ મજબૂત થાય છે. મગની દાળ આપણા મગજમાં કોઈ પણ અવરોધ વિના ઓક્સિજન પહોંચાડે છે. તેનાથી વાળનાં મૂળિયાં પણ મજબૂત બને છે. મગ ની દાળ ના અંદર આયર્ન અને કેલ્શિયમ મળે છે જે વાળ માટે ગુણકારી હોય છે. જયારે તેનું હેયર પેક લગાવવાથી પણ વાળ પર સારી અસર પડે છે અને તેનો હેયર પેક લગાવવાથી વાળ ચમકદારુ ,લાંબા, ઘના અને મજબુત થઈ જાય છે. તમે સરળતાથી ઘર માં મગ ની દાળ નું હેયર માસ્ક બનાવી રાકો છો.મગ ની દાળ નું હેર માસ્ક બનાવવાની વિધિ આ રીતે છે.
મગ ની દાળ ને પીસી ને પાઉડર બનાવી લો.તેના પાઉડર માં ગ્રીન ટી નું પાઉડર માં ગ્રીન ટી નું પાણી નાંખી દો.આ બંને ને સારી રીતે મિક્સ કરી લો અને પછી તેના અંદર જૈતુન, બદામનું તેલ અને દહી નાંખી દો. એવું કરવાથી મગ ની દાળ નું હેયર માસ્ક તૈયાર થઈ જશે. તમે આ હેયર માસ્ક તે પોતાના વાળ પર લગાવી લો. એક કલાક સુધી આ માસ્ક ને વાળ પર જ રહેવા દો અને જ્યારે આ સુકાઈ જાય તો પાણી ની મદદ થી વાળ ધોઈ લો. આ હેર મોક લગાવવાથી માથાની ત્વચા સારી રીતે સાફ થઈ જશે અને ખોડા ની સમસ્યા થી પણ તમને છુટકારો મળી જશે.
કબ્જ દૂરી કરે છે :
મગની દાળમાં ફાઈબરની માત્રા વધારે હોય છે એને ચોખામાં મિક્સ કરી ખાવાથી કબ્જિયાત દૂર હોય છે. કબ્જની સમસ્યા થતા પર મગની છાલટા વાળી દાળનો સેવન ખૂબ લાભપ્રદ હોય છે. તેના સેવનથી પેટ સાફ હોવામાં મદદ મળે છે.
ડાયેરીયા :
જો કોઈને ડાયેરીયાની સમસ્યા થઈ ગઈ હોય તો તેમને એક વાટકી મગની દાળનું પાણી પીવડાવો. તેનાથી શરીરમાં પાણીની કમી પણ પૂરી થશે અને ડાયરિયા રોકવામાં પણ મદદ મળશે.