દોડધામ ભરેલું જીવન અને અનિયમિત ખાણીપીણીની આદતોના કારણે માથાના દુખાવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. 9 થી 10 કલાકની જોબ કરનારા વર્ગમાં તો માઈગ્રેન પણ જોવા મળે છે. આ માથાના દુખાવાનો ઈલાજ સમયસર ન કરવામાં આવે તો તેના કારણે ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે.
માથાના દુખાવામાં વારંવાર દવા ખાવાથી પણ શરીરને નુકસાન થઈ શકે છે. તેથી જરૂરી છે કે દવા લીધા વિના જ માથાના દુખાવાનો કાયમી ઈલાજ કરવામાં આવે. કેવી રીતે દૂર કરી શકાય માથાનો દુખાવો એ જાણીએ. ઘણી વાર ડિહાઈડ્રેશન એટલે કે શરીરમાં પાણીની કમીને કારણે પણ માથામાં દુખાવો થાય છે.
માટે માથું દુખે ત્યારે પાણી પીવાનું રાખો. આ સિવાય તમે એવા ફળ પણ ખાઈ શકો છો કે જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, જેમ કે તરબૂચ, કાકડી વગેરે. જ્યારે માથામાં અસહ્ય દુખાવો થતો હોય ત્યારે લવિંગને પીસીને તેને રૂમાલમાં બાંધીને માથા પર લગાવો. આ ઉપરાંત તે સમયે બીજા રૂમાલમાં લવિંગનો ભૂકો બાંધીને તેને સૂંઘો, આમ કરવાથી માથાના દુખાવામાં રાહત રહેશે.
આદુ માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે શ્રેષ્ઠ છે, એક વાસણમાં પાણી લો, તેમાં આદુ અને લીંબુનો રસ મિક્સ કરીને ગરમ કરો. તે હૂંફાળું ગરમ થાય એટલે તે પાણી પીઓ. તેનાથી તમારા માથાના દુખાવામાં રાહત થશે. જો તમે પી ન શક્તા હોવ તો ગરમ પાણી કરીને તેમાં આદુ નાંખો, ત્યાર બાદ તે પાણીનો નાહ લો.
કોફી કેફીન ધરાવે છે ઓછી માત્રામાં કોફી આધાશીશી ના માથાના દુખાવા થી રાહત આપવામાં મદદ કરે છે, આમ વિવિધ સંશોધનો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તમારે કોફી નું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ. નિયમિત બે વખત 10-20 મીનિટ ધ્યાન કરવાથી શરીર અને મન બંનેને આરામ મળે છે જેનાથી માથામાં લોહીનો પ્રવાહ વધે છે. જેના કારણે તમને માથાના દુખાવાની પરેશાનીથી રાહત મળે છે.
ઘણીવાર સામાન્ય માથાના દુખાવા પાછળનું કારણ પણ સામાન્ય હોય છે. માટે માથાનો દુખાવો થાય ત્યારે ગોળી ખાવા કરતા અન્ય ઉપાય અજમાવવા જોઈએ. કારણકે, ગોળીથી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. વધારે માથું દુખતુ હોય તો પ્રાણાયમ અથવા તો સિંપલ મેડિટેશન કરો. આનાથી માથાની નસો રિલેક્સ થાય છે અને રાહત મળે છે.
ફુદીનામાં મેન્થોલ અને મેથોન હોય છે, જ્યારે આ તમારી ત્વચાને સ્પર્શ કરે છે તો ત્યારે કુલિંગ ઇફેક્ટનો અનુભવ થાય છે. ફુદીનાના પાનને ક્રશ કરીને તેનો પેસ્ટ બનાવી લો અને તેને માથા પર લગાવો, તેનાથી ઠંડકનો અનુભવ થશે સાથે માથાના દુખાવામાં ઝડપથી રાહત મળશે.
શરીરમાં ઓક્સિજનની કમીને કારણે પણ માથાનો દુખાવો થઈ શકે છે. માટે ઉંડા શ્વાસ લેવાથી ફાયદો થાય છે. દ્રાક્ષમાં વિટામિન સી હોય છે અને બીજમાં રિબોફ્લેવિનની ઊંચી માત્રા હોય છે જે આધાશીશી ના માથાનો દુખાવો દૂર કરવામાં મદદરૂપ થાય છે.
સામાન્ય રીતે તણાવના કારણે માથામાં દુખાવો રહ્યા કરે છે. હકીકતમાં આ માંસપેશિઓમાં થતા તણાવ અને થાકના કારણે થાય છે. તેથી જો તમને માથામાં દુખાવાના કારણે વધુ તણાવનો અનુભવ થતો હોય તો રોજ ઓછામાં ઓછું ૧૫ મિનિટ સુધી નેક સ્ટ્રેચ અને શોલ્ડર સ્ટ્રેચ એક્સરસાઇઝ કરો.
રોઝમેરી તેલના બે થી ત્રણ ટીપાં માથાનો દુખાવો દૂર કરવા માટે ઉપયોગી છે. આંગળીના વેઢા પર તેલ લો. ત્યારબાદ તેલની સુગંધ લો. રોઝમેરી તેલ સ્નાયુઓને આરામ કરવામાં અને માથાનો દુખાવો દૂર કરવામાં મદદ કરી શકે છે તે હળવા છે અને ટૂંકા સમયમાં પીડાને અસર કરી શકે છે. આટલું જ નહીં, આ તેલ થી અનિદ્રા પણ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.
પહેલા તમારી ગરદનને ડાબી તરફ સ્ટ્રેચ કરો પાંચ સેકન્ડ તે પરિસ્થિતિમાં રહો ત્યાર બાદ ફરી ૫ સેકન્ડ બાદ પોઝિશન બદલો. આ રીતે ડાબી અને જમણી બાજુ સ્ટ્રેચ કર્યા પછી આ ક્રિયા 10 વખત કરો તેનાથી માથાના દુખાવાથી રાહત મળે છે.