મેંદો સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે. છતા પણ લોકો તેનાથી બનેલા ફૂડને રોજ ખાય રહીયા છે. તેને ખાવાથી શરીરને તરત નુકસાન પહોંચે છે. લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી ઘણા નુકસાન થાય છે.
મેંદાને વધારે સફેદી અને ચમક આપવા માટે ઘઉંને પીસી લીધા બાદ કેમિકલ્સથી બ્લીચ કરવામાં આવે છે. મેદાને તૈયાર કરવા માટે કેલ્શ્યિમ પર ઓક્સાઇડ, ક્લોરીન ઓક્સાઇડથી બ્લીચિંગ કરવામાં આવે છે. આ કેમિકલ્સ સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
આ એક ખતરનાક કેમિકલ છે. જે આપણા શરીરમાં પ્રવેશતાં આપણા સ્વાદુપિંડની અંદર રહેલા બીટા સેલ્સનો નાશ કરે છે. આપણા શરીરમાં ઝરતું ઇન્સ્યુલિન આ બીટા સેલ્સને આભારી હોય છે. આ કોષોનો નાશ થતાં શરીરની ઇન્સ્યુલિન બનાવવાની ક્ષમતામાં ઘટાડો થાય છે અને પરિણામે નવા ડાયાબેટિક પેશન્ટોનો જન્મ થાય છે.
સ્વાદિષ્ટ અને ઝડપથી મળી જતી વસ્તુઓ જીભનો સ્વાદ તો જાળવે છે પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. કારણ કે આ વસ્તુઓમાં મેંદાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. મેંદાના લોટમાંથી બનેલી વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય તો ખરાબ થાય જ છે સાથે શરીર પણ સ્થૂળ થઈ જાય છે.
જો કે આહારમાં મેંદાની વસ્તુઓ લેવામાં આવે તો તેને પચતા 65 કલાક જેવો સમય લાગે છે, પરિણામે આટલા સમય સુધી મેંદો આંતરડાની દીવાલ સાથે ચોંટેલો રહે છે, અને તે આંતરડાની દિવાલને નુકસાન પણ કરી શકે, સાથે પોષક તત્વોને પણ નુકસાન પહોંચાડે છે,
પીઝા, સેન્ડવીચ જેવા જંક ફૂડ પર વધેલા ચલણને પગલે છેલ્લા પાંચ વર્ષમાં પેટ અને આંતરડાના રોગોમાં ઘણો વધારો થયો છે..
મેંદો એ ફક્ત ઘઉંનો લોટ જ છે, જેમાંથી ફાઈબર દૂર કરી બેન્ઝોલ પેરાઓક્સાઇડ બ્લીચ કરવામાં આવે છે, અને તેને સાફ કરી તેના પર સફેદ રંગ અને ટેક્સચર આપવામાં આવે છે, ઘઉં થી મેંદા બનવા સુધી ની આવી ઘણી પ્રક્રિયાઓ છે, આ પ્રક્રિયાઓ દરમ્યાન ઘણા પ્રકારના હાનિકારક પદાર્થો લોટમાં ભળી પણ જતાં હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે.
મેંદાના લોટ માંથી બનાવેલી વસ્તુ ખાવાથી બ્લડ સુગર લેવલ વધી જાય છે અને લૂકોઝ જમા થવા લાગે છે જેથી હૃદય રોગનો ખતરો વધી જાય છે .
આધુનિક જીવનશૈલીના કારણે લોકોની ખાવા પીવાની આદતોમાં ધરખમ ફેરફાર થઈ ગયા છે. પહેલાના સમયમાં જેવી રીતે લોકો રોટલી, શાક, સલાડ, દાળ જેવી પૌષ્ટિક વસ્તુઓનો ઉપયોગ ખોરાક તરીકે કરતાં હતા
તેવી જ રીતે હવે લોકોના આહારમાં ફાસ્ટફૂડનું પ્રમાણ પણ ઘણું વધી ગયું છે. લોકો પીઝા. બર્ગર, સેન્ડવીચ જેવી વસ્તુઓ સાથે કોલ્ડડ્રીક્સનો ઉપયોગ ભોજન તરીકે કરવા લાગ્યા છે. સવારના નાસ્તામાં પણ લોકો પરોઠા, ભાખરીના બદલે બ્રેડ ખાવા લાગ્યા છે.
મેંદાનું સુંવાળું ટેક્સચર આપવા એક અન્ય કેમિકલ એલોક્સેનનો ઉપયોગ કરાય છે.તે એક ખતરનાક કેમિકલ છે. આ કેમિકલનો ઉપયોગ આમ તો લેબોરેટરીમાં ઉંદર તેમજ ગિની પિગ્સ પર થાય છે. ઇન્સ્યુલિનની અસરનો અભ્યાસ કરવા માટે પ્રાણીઓના શરીરમાં એલોક્સેનનું ઇન્જેક્શન આપવામાં આવે છે. એથી તેઓમાં ડાયાબિટીસનો રોગ ઉત્પન્ન થાય છે.
મેંદો આંતરડા સાથે ચોંટીને એ આમ ઉત્પન્ન કરે છે. એને લીધે સાયનસ માર્ગમાં વધારે પડતું મ્યુક્સ જમા થાય છે. હોજરીમાં ફુગાવો થાય છે. અર્જીણપણું થતું જણાય છે.એ પાચનતંત્રને નબળું પાડે છે. મેંદો ખાવાથી કબજિયાતની સમસ્યા ઊભી થાય છે. .
એના વધુ પડતા સેવનથી ડાયાબિટીસ, અંધાપો, કોલોન તથા રેક્ટમનું એટલે કે આંતરડાનું કેન્સર, પાઇલ્સ, વેરીકોઝ, વેઇન્સ, ઓબેસિટી તથા ચામડીના રોગો થાય છે.