શું તમારા પૂર્વજો એ તમને ક્યારેય કહ્યું છે કે તારી ઉંમર માં અમારા વાળ બોવ કાળા,ઘાટા હતા.કારણકે અમે કેમિકલ વાળા શેમ્પુ અને તેલ નો ઉપયોગ કરતા ન હતા.તો ચાલો આજે આપણે જાણીએ કે કેમિકલ વગર જ તમારા વાળ ને કાયમ માટે કાળા રાખવા અને જો તમારા વાળ સફેદ થઈ ગયા હોય તો તેને ફરીથી કાયમ માટે તેને કાળા કેવી રીતે કરવા.
આજે આપણે એ જ ઘરેલું વસ્તુઓમાંની એક ,કરી પત્તા એટલે કે સાદી ભાષામાં મીઠો લીમડો જેણે આપણે કહીએ છીએ.આપણે તેનો ઉપયોગ શાક કે ખાસ સંભાર માં નાખવા પુરતો જ કરતા હોઈએ છીએ.પરંતુ હવે વારો આવ્યો છે પત્તા માં છુપાયેલા એ ગુણ વિષે જાણવાનો કે જે આપની ખુબસુરતી ને વધારવા અને નિખારવા ના ઘણા રહસ્યો છુપાયેલા છે. મીઠા લીમડાના ઘણા પ્રકારના ગુણો મળી આવે છે.જેનાથી સ્વાસ્થ્ય ને જ નહિ, પરંતુ વાળ અને સ્કીનને પણ ઘણા ફાયદા મળે છે.
લીમડામાં ઘણા બધા ગુણો રહેલા હોય છે જે ખાવાથી અને લગાવવાથી એમ બન્ને પ્રકારની સ્કિન અને વાળને ફાયદા પહોચાડી શકાય છે. મીઠા લીમડામાં વિટામીન એ,બી,સી,ઈ,કાર્બોહાઈડ્રેટ,એનર્જી ,કેલ્શિયમ,ફાયબર,ફોસ્ફરસ,આયર્ન, કોપર,મેગ્નેશિયમ અને બીજા ઘણા બધા વિટામીન અને મિનરલ્સ હોય છે.
મીઠી લીમડીના પાંદડાને નારિયેળના તેલમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે કાળા ન થઈ જાય. તેને તમારા માથાની ત્વચા પર ટોનિકની જેમ લગાવો. તે વાળ ઉતરવાની સમસ્યા અને વાળની પિગમેટેંશનની સમસ્યા માટેનો એક ઉપાયની જેમ છે. મીઠી લીમડીના પાંદડાને દહી કે છાશની સાથે પણ ઉપયોગમાં લઈ શકાય છે. નાહવા ના એક કલાક પેલ્લાં મીઠા લીમડા ના પાન ને પાણી માં પલાળી આનાથી વાળ ધોવા માં આવે તો સફેદ થઈં રહેલા વાળ કાળા થવા લાગે છે.
રફ અને ડેમેજ વાળને સોફ્ટ અને શાઈની બનાવવા માટે મીઠા લીમડાની બારીક પેસ્ટમાં દહીં મિક્સ કરીને લગાવવી. આપ ઈચ્છો તો મીઠા લીમડાની પેસ્ટમાં દહીને બદલે કોપરેલનું તેલ કે સરસવ નું તેલ પણ ઉપયોગમાં લઈ શકાય છે.
વાળને મજબૂત બનાવવા ઇચ્છતા હોવ તો અઠવાડિયામાં એકવાર મીઠા લીમડાના તેલથી માથામાં મસાજ કરવી. આના માટે કોઈપણ તેલમાં કેટલાક મીઠા લીમડાના પાન નાખીને ગરમ કરી લેવા અને પછી ઠંડુ કરીને આ તેલની માલિશ કરી લેવી.
હેર ગ્રોથ માટે મુઠ્ઠીભર મીઠા લીમડાને કોપરેલના તેલમાં ત્યાં સુધી ગરમ કરવું જ્યાં સુધી તેલનો રંગ હળવો કાળો ના થઇ જાય. હવે આ તેલને ઠંડુ કરીને એક બોટલમાં ભરી લેવું અને દર અઠવાડિયે આ તેલની સ્કેલ્પમાં મસાજ કરવી.
વાળમાંથી ડેન્ડ્રફ દૂર કરવા માટે મીઠા લીમડાની બારીક પેસ્ટમાં દૂધ મિક્સ કરી લેવું. હવે આ પેસ્ટને સ્કેલ્પમાં લગાવવી અને એક કલાક પછી માથું ધોઈ લેવું. આવું અઠવાડિયામાં એકવાર કરવું.
આપ મીઠા લીમડામાંથી સ્કેલ્પ સ્ક્રબ પણ બનાવી શકો છો. એના માટે મીઠા લીમડાનો પાવડર લેવો. આ પાવડરમાં બે ચમચી કેઓલીન માટી પાવડર મિક્સ કરવો. ત્યારબાદ તેમાં અડધી ચમચી બેકિંગ સોડા નાખવો.
આ ત્રણેવને ભેળવીને એક પાવડર બનાવવો અને શેમૂ કરતા પહેલા થોડો પાવડર લઈને સ્કેલ્પની મસાજ કરવી. આનાથી કેલ્પ પર જામી ગયેલ ડેન્ડ્રફ, ધૂળ-માટી બધું સાફ થઈ જશે અને વાળનું ટેક્સચર પણ સારું થઈ જાય છે.
વાળને મુલાયમ બનાવવા માટે આપ મીઠા લીમડાનું માસ્ક પણ બનાવી શકો છો. એના માટે બે ચમચી મીઠા લીમડાના પાનનો પાવડર, એક ચમચી કેલિન માટી અને બે ચમચી નારિયેળનું તેલ લેવું. ત્રણેય વસ્તુઓને મિક્સ કરીને પાણીની મદદથી પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને વાળમાં લગાવવી.
ત્યારબાદ અડધી કલાક પછી શેમ્પથી માથું ધોઈ લેવું. આ માસ્કને વાળમાં મહિનામાં એકવાર લગાવવું. આમ કરવાથી આપના વાળ દરેક ઋતુમાં આપના વાળ મુલાયમ અને ચમકદાર રહેશે.
મીઠા લીમડાથી વાળને કાળા પણ કરી શકાય છે. મીઠા લીમડામાં રહેલ વિટામિન બી અને મિનરલ્સ જેવા કે આયોડીન, સેલેનિયમ, ઝીંક અને આયર્ન વાળને કસમયે સફેદ થવા દેતા નથી. એના માટે આપે દર અઠવાડિયે મીઠા લીમડાનું તેલ કે માસ્ક અઠવાડિયામાં જરૂરથી લગાવવું.