સામાન્ય રીતે દરેક ઘરોમાં મીઠા લીમડાનો એટલે કે કઢી લીમડાનો ઉપયોગ ઘરમાં બનતા વિવિધ ખોરાકમાં કરવામાં આવે છે. આપણે તેનો ઉપયોગ ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે કરીએ છીએ. મીઠા લીમડામાં વિટામિન B2, વિટામિન B6, આયરન, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા ઘણા પ્રકારના વિટામિન મળી આવે છે.
મીઠા લીમડાથી તમારા શરીરને ઘણા બધા લાભ થાય છે. મીઠો લીમડો તમારી સ્કિન, તમારા વાળ અને તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેનો તમે જમવા ઉપરાંત પણ ઘણી બધી રીતે ઉપયોગમાં લઇ શકો છો જેનાથી તમને ભરપૂર ફાયદો થશે. તો ચાલો હવે જાણો મીઠા લીમડાના ભરપૂર ફાયદાઓ વિશે.
મીઠી લીમડીના પાંદડાને નારિયેળના તેલમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે કાળા ન થઈ જાય. તેને તમારા માથાની ત્વચા પર ટોનિકની જેમ લગાવો. તે વાળ ઉતરવાની સમસ્યા અને વાળની પિગમેટેંશનની સમસ્યા માટેનો એક ઉપાયની જેમ છે. મીઠી લીમડીના પાંદડાને દહી કે છાશની સાથે પણ ઉપયોગમાં લઈ શકાય છે. નાહવા ના એક કલાક પેલ્લાં મીઠા લીમડા ના પાન ને પાણી માં પલાળી આનાથી વાળ ધોવા માં આવે તો સફેદ થઈં રહેલા વાળ કાળા થવા લાગે છે.
ડાયાબિટિસથી પીડાતી વ્યક્તિઓ માટે મીઠા લીમડાનું સેવન ખુબ જ ફાયદાકારક છે. તેમાં સમાયેલ ફાઇબર ઇન્સુલિન પર સારો એવો પ્રભાવ પડે છે. જેથી ડાયાબિટિસ વળી વ્યક્તિઓની બ્લડ સુગર કન્ટ્રોલમાં રહે છે. મીઠા લીમડામાં આર્યન અને ફોલિક એસિડની પર્યાપ્ત માત્રા હોય છે. જે એનિમિયાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેનામાં સમાયેલ વિટામિન એ અને સી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
વાળને મુલાયમ બનાવવા માટે આપ મીઠા લીમડાનું માસ્ક પણ બનાવી શકો છો. એના માટે બે ચમચી મીઠા લીમડાના પાનનો પાવડર, એક ચમચી કેલિન માટી અને બે ચમચી નારિયેળનું તેલ લેવું. ત્રણેય વસ્તુઓને મિક્સ કરીને પાણીની મદદથી પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને વાળમાં લગાવવી. ત્યારબાદ અડધી કલાક પછી શેમ્પથી માથું ધોઈ લેવું. આ માસ્કને વાળમાં મહિનામાં એકવાર લગાવવું. આમ કરવાથી વાળ દરેક ઋતુમાં આપના વાળ મુલાયમ અને ચમકદાર રહેશે.
મીઠા લીમડાનાં દસ પાંદડાંનો બે ચમચી રસ અને એક ચમચી લીંબુનો રસ ઠંડા પાણીમાં મેળવીને તેમાં જરૂર પૂરતી સાકર નાખવી. તેમાં મરીનો પાવડર પણ ઉમેરવો. આ શરબત પીવાથી ઉપર્યુક્ત સમસ્યાઓનું નિવારણ કરી શકાય છે.મીઠું, જીરુ, હિંગ અને મીઠા લીમડાનાં પાંદડાંથી વઘારેલી છાશ જમતી વખતે લેવાથી મરડો, મ્યુણે કોલાયટીસ જેવી સમસ્યાઓમાં થોડી રાહત થાય છે.
લિવર માટે મીઠા લીમડાને ગુણકારી કહ્યો છે. અધિક માત્રામાં આલ્કોહોલનું સેવન અથવા તો અસમતોલ આહારથી લિવર બગડવાની શક્યતા વધી જતી હોય છે. કમજોર લિવર માટે મીઠો લીમડો ફાયદાકારક છે. તેમાં સમાયેલા વિટામિન એ અને સી લિવર માટે લાભકારી છે.
મીઠા લીમડાના પાન ની અંદર એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે અને તેમજ જે તમારા શરીરની અંદર જમા થયેલ કોલેસ્ટ્રોલની ઓક્સીડેશન થતા અટકાવે છે કે જેથી કરીને શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા વધતી નથી અને તેની સાથે જ જણાવ્યું છે કે તમે હદય ને લગતી અનેક બીમારીઓથી દૂર રહી શકો છો. મીઠા લીમડામાં રહેલા કાર્બોજોલે એલ્કલોઇડ્સમાં ઝાડાને બંધ કરવાની ક્ષમતા હોય છે. મીઠા લીમડાના પાનનું દરરોજ સેવન કરવાથી ઝાડાથી તકલીફથી છુટકારો થાય છે.
મીઠા લીમડાનો ઉપયોગ કરીને વજન પણ ઘટાડી શકો છો. મીઠા લીમડાની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર ઉપલબ્ધ હોય છે તેવું માનવામાં આવે છે અને આથી જ તેનું સેવન કરવાના કારણે તે શરીરની વધારાની ચરબીને દૂર કરી દે છે અને તેની સાથે જ તે શરીરની અંદર જમા થયેલા વધારાના કચરાને બહાર ફેંકવામાં મદદરૂપ સાબિત થાય છે.
જો કોઈને ક્યાં પણ ઇજા થઇ હોય અથવા ચામડી પર ઇજા, દાઝી ગયા હોય તો મીઠો લીમડો ફાયદાકારક છે. મીઠા લીમડામાં હાજર રહેલા એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ સ્કિન માટે ગુણકારી છે. આ માટે તમારે ઘાવ પર મીઠા લીમડાની પેસ્ટ કરીને લગાડવાથી ફાયદો થાય છે.
મીઠા લીમડાના પાન સાથે બીજી કોઇપણ વસ્તુ ખાવાથી તેનું પાચન ધીરે-ધીરે થાય છે. શરીરને લાંબા સમય સુધી એનર્જી મળ્યા કરે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. મીઠા લીમડાનાં પાન આંખની જ્યોતિ વધારે છે અને મોતિયાની સમસ્યામાં પણ રાહત આપે છે. મીઠા લીમડાના મૂળના અર્કનું સેવન કરવાથી કિડનીના રોગોમાં રાહત મળે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.