ઘણા લોકો ઉપવાસમાં સામો કે મોરૈયા ભાતનું સેવન કરતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે મોરૈયાથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. જી, હા, કારણ કે મોરૈયા ભાતમાં પોષક તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે. મોરૈયાનું સેવન કરવાથી શરીરમાં શક્તિ રહે છે અને વ્રત કે ઉપવાસ દરમિયાન નબળાઈ આવતી નથી. સાથે જ મોરૈયાભાતનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ દૂર થાય છે. કારણ કે મોરૈયા ભાતમાં વિટામિન બી1, વિટામિન બી2, વિટામિન બી3. પ્રોટીન, ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, થાઇમિન, નિયાસિન અને ચરબી જેવા તત્વો જોવા મળે છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક છે.
મોરૈયા ભાત ખાવાથી થતા ફાયદા:
કેન્સર જેવા જીવલેણ રોગનો ખતરો ઓછો કરવા માટે મોરૈયા ચોખાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે મોરૈયા ચોખામાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે કેન્સરનું જોખમ ઘટાડે છે.
શરીરમાં આયર્નની ઉણપના કારણે શરીરમાં લોહીની કમી રહે છે. પરંતુ મોરૈયા ભાતનું સેવનથી શરીરમાં આયર્નની ઉણપ નથી થતી, કારણ કે મોરૈયા ચોખામાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. જે હિમોગ્લોબિનનું સ્તર વધારે છે.
મોરૈયાનું સેવન પેટ માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે મોરૈયામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત કરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે. વધતા વજનથી પરેશાન લોકો વજન ઓછું કરવા માંગતા હોય તો મોરૈયાનું સેવન કરવું જોઈએ. કારણ કે મોરૈયામાં કેલરી ઓછી અને ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે, જે વજનને નિયંત્રિત કરે છે.
મોરૈયાનું સેવન હાડકાં માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કેમોરૈયામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે અને હાડકા સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે. શરીરમાં વધતા કોલેસ્ટ્રોલને ઓછું કરવા મોરૈયાનું સેવન ફાયદાકારક છે. કારણ કે મોરૈયામાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે.
મોરૈયાના ગેરફાયદા :
મોરૈયાના વધુ પડતા સેવનથી પેટની સમસ્યા થઈ શકે છે. કારણ કે મોરૈયામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. મોરૈયાના વધુ પડતા સેવનથી ઉલટી અને ઉબકા આવી શકે છે.
જો તમે બ્લડ શુગર લેવલને ઓછું કરવા માટે દવા લો છો, તો મોરૈયાનું વધુ સેવન ન કરવું જોઈએ. કારણ કે તેના વધુ પડતા સેવનથી બ્લડ સુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.