ઉનાળાની ઋતુમાં મોસંબી નું સેવન કરવું પણ ખુબ ઉપયોગી માનવામાં આવે છે. કારણ કે મોસંબી માં ફાઈબર, વિટામિન અને પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. એટલા માટે ઉનાળામાં મોસંબી નું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. મોસંબી એ ખાટું-મીઠું ફળ છે જેણે અંગ્રેજીમાં ‘સ્વીટ લેમન’ કહેવાય છે. તો ચાલો આજે આપણે જાણીએ મોસંબીના ફાયદાઓ.
મોસંબી ગરમીમાં શરીરને ઠંડું રાખવામાં મદદરૂપ થાય છે. ગરમીની સિઝનમાં જ્યૂસ કે સિરકા બનાવીને પણ તેનું સેવન કરી શકાય છે. મોસંબીની ખાસિયત છે કે તે બહુ લાંબા સમય સુધી ખરાબ નથી થતી. ગરમીની સિઝનમાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે પણ મોસંબીના જ્યુસનું સેવન ઉત્તમ મનાય છે.
પાચનક્રિયા માટે મોસંબીનો જ્યુસ ઘણો ફાયદાકારક હોય છે. પોતાની મીઠી ખુશ્બૂ અને એસિડના પ્રમાણના કારણે મોસંબીનો જ્યુસ પાચનક્રિયામાં મદદ કરે છે. મોસંબીનો જ્યુસ પેટની ઘણીબધી સમસ્યાઓથી પણ છૂટકારો અપાવે છે. ગર્ભવતી મહિલાઓ માટે પણ મોસંબીનો જ્યુસ ઘણો ફાયદાકારક હોય છે. આ માતા અને બાળકો બંનેના સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવા માટે મોસંબીનું સેવન કરવું સારું માનવામાં આવે છે. મોસંબીમાં વિટામિન સી પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે. જેનાથી શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. અને શરીરને બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે.એટલા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવા માટે લોકો ને મોસંબી નું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
મોસંબી ખાવાથી શરીરમાં સુગર લેવલ પણ નિયંત્રિત રહે છે. કારણ કે સુગર એક મોટી બીમારી થતી જઈ રહી છે.પરંતુ મોસંબી એ એવું ફળ છે જે શુગર લેવલને નિયંત્રિત રાખે છે. મોસંબીમાં સુગર કંટ્રોલ રાખતા પોષક તત્વો જોવા મળે છે. એટલા માટે જે લોકોને સુગર ની સમસ્યા હોય તેને મોસંબી ખાવા જોઈએ.
વિટામીન સી’ થી ભરપુર મોસંબી થી દાંતો અને પેઢા મજબુત બને છે. સાથે જ મોંઢામાં આવતી દુર્ગંધ પણ દુર થાય છે. આ ગ્લુકોઝ કરતા પણ શક્તિશાળી ફ્રુટ છે. તેથી જ્યારે શરીરમાં પાણી ઘટી જાય ત્યારે મોસંબીનું સેવન કરવું. મોસંબીમાં કેલેરી ખુબ ઓછી હોય છે. એક ગ્લાસ મોસંબીના જ્યુસમાં ફક્ત 50 ગ્રામ જ કેલરી હોય છે, જેનાથી તમારું વજન ઘટશે.
મોસંબીના રસના 3 થી 4 ટીપા હોઠ પર લગાવવાથી કાળા હોઠ દુર હશે. સાથે જ હોઠ નરમ પણ બનશે. આનું સેવન કરવાથી માથાનો દુઃખાવો દુર થશે. મોસંબીના જ્યુસમાં તમે ફૂદીના ના પાન અને મીઠું પણ નાખી શકો છો. ટાઈફોઈડ થયો હોય તો પણ મોસંબીનું સેવન કરવું. મોસંબીનું જ્યુસ પીવાથી ખીલ અને ત્વચાની કરચલી દુર થશે. આ ઘણા બધા ન્યુટ્રીશંસથી ભરપુર છે જે ત્વચા માટે ફાયદેકારક છે.
મોસંબીનો જ્યુસ પીવાથી કૉલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને બ્લડ પ્રેશરની સમસ્યા પણ દૂર થાય છે. મોસંબીના જ્યુસમાં કૉપર મળી આવે છે જેનાથી તે વાળને કન્ડિશનિંગનું કામ કરે છે. તેનાથી વાળ ધોવાથી વાળ મુલાયમ અને ચમકદાર બને છે. મોસંબીના રસનું સેવન કરવાથી શારીરિક નબળાઈને કારણે ઉત્પન થયેલ થાક દુર થાય છે.
જુકામથી વધુ પીડિત રહેનાર સ્ત્રી પુરુષ મોસંબીનો રસને હળવો ગરમ કરીને અને આદુ ભેળવીને પીવે તો ઘણો ફાયદો થાય છે. મોસંબીના રસથી સર્દી જુકામના જીવાણુંઓને નાશ કરીને રોગ પ્રતિકારક શક્તિ વિકસાવે છે. એનીમિયા ના રોગમાં મોસંબીનો રસ રોજ બે વખત પીવાથી લોહીમાં વધારો થાય છે. મોસંબીના સો ગ્રામ જ્યુસમાં પચાસ ગ્રામ હળવું ગરમ પાણી, થોડુ શેક્લું જીરું અને સુંઠ ને ભેળવીને પીવાથી દમ રોગમાં ઘણો ફાયદો થાય છે.
મોસંબીના જ્યૂસમાં એન્ટીબેકટેરિયલ ગુણ હોય છે. જે ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. મોસંબીના જ્યૂસમાં રહેલું ફ્લેવોનોઈડ્સ અલ્સરની પ્રોબ્લેમને દૂર કરવામાં મદદ કરે છે. રક્તવિકાર ને કારણે વધુ ફોડકા ફૂસીઓ નીકળવા, ખરજવું, ખંજવાળ જેવી તકલીફ ઉપર રોજ સવારે સાંજે મોસંબીનો રસ પીવાથી લોહી ચોખ્ખું થાય છે અને બધા રોગો દુર થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.