કોરોના વાયરસની બીજી તરંગમાં બીજી ચિંતાજનક બાબત બહાર આવી રહી છે. કોરોનાને કારણે, લોકો મ્યુકો ફંગસનો શિકાર બની રહ્યા છે. અમુક અમુક લોકોને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એ લોકોને જો આ રોગ થાય તો આમની આંખ જ કાઢી નાખવી પડે છે. મ્યુકો ફંગસ સૌપ્રથમ નાકની અંદર પ્રવેશ કરે છે. નાક અને આંખ વચ્ચે એક એકદમ પાતળું હાડકું આવેલું હોય છે એના દ્વારા નાકમાં ઘૂસી જાઈ છે. સૌ પ્રથમ આપણે જાણીશું મ્યુકો ફંગસ રોગ થવાના લક્ષણો વિશે.
મ્યુકો ફંગસ લક્ષણો :
નાકની અંદરથી લોહી નીકળવું, નાકમાં વાંસ આવે, નાક અને આની આજુબાજુમાં કે દાંતમાં દુખાવો થાય, મોઢા ઉપર દુખાવો થાય, આંખમાં પાછળ જબકારા મારતા હોય એવો દુખાવો થાય અથવા તો માથું દુખે આમાંથી કઈ પણ થઈ શકે તો તમારે સમજવું કે મ્યુકો ફંગસ રોગના લક્ષણો છે. થોડા સમય પહેલા આ રોગ કોરોના થયા પછી 30 દિવસ પછી મ્યુકો ફંગસ રોગ લાગુ પડતો હતો પરંતુ અત્યારના સમયગાળામાં કોરોના થયો હોય ત્યારે પણ મયુકો ફંગસ રોગ થઈ શકે છે. ચાલુ કોરોનાથી માંડીને 2 મહિના સુધીમાં પણ મ્યુકો ફંગસ થઈ શકે છે.
મોટા ભાગના કેસોમાં એવું જોવા મળે છે કે જે લોકોને ડાયાબિટીસ અને કોરોના હોય એ લોકોને મ્યુકો ફંગસ રોગ થવાની શક્યતા વધુ રહે છે. ઘણા લોકોને દવાના કારણે શુગર વધી જતું હોય છે, આવા લોકોને મ્યુકો ફંગસ રોગ થવાની સંભાવના રહે છે. હવે અમે તમને જણાવીશું કોરોના થયેલા વ્યક્તિને મ્યુકો ફંગસથી બચવા માટે શું શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે.
મ્યુકો ફંગસથી બચવા માટે શું શું ધ્યાન રાખવું ?
કોરોના થયેલ વ્યક્તિને આ રોગથી બચવા માટે ગરમ પાણીની વરાળથી નાસ લેવો જોઈએ. નાકને ખોતરવું નહીં અને આંખને સાફ કરવાની નહીં કે ચોળવાની નહીં. આવા લોકોએ અનુલોમ વિલોમ પણ જરૂર કરવા જોઈએ. એક નાકમાં પાણી નાખી બીજા માંથી બહાર કાઢવું. હવે અમે તમને જણાવીશું તમે શું થાય તો તરત જ ડોક્ટર ની સલાહ લેવી જોઈએ તેના વિશે.
શું થાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી ?
તમને નાક વધારે પડતું બંધ લાગે, નાકની અંદર દુખાવો થતો હોય કે ચહેરાની આસપાસ કોઈપણ જગ્યા જેમ કે આંખ, ગાલ, કાન કે નાકની આસપાસ દુખાવો થતો હોય કે વીજળી જેવા જબકાર લાગે તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આંખ માંથી વધારે પડતું પાણી પડે, આંખમાં વધારે પડતો સોજો લાગે, આંખ જીણી થાય અથવા તો મોટી થાય અને આંખ કે માથામાં દુખાવો થાય તો તરત જ ડોક્ટર પાસે જવું જોઈએ.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.