નાગરવેલના પાન એક એવી ચીજ છે જેનો ઉપયોગ મુખવાસથી લઇને પૂજામાં પણ કરવામાં આવે છે. ઘણા લોકોને પાન ખાવાની આદત હોય છે. પરંતુ તે આદત ખરાબ નથી પાન ખાવાના ફાયદા જાણીને તમે પણ ચકિત થઈ જશો પરંતુ આ એક સત્ય છે.
નાગરવેલ ના આયુર્વેદિક ગુણો જાણીને આશ્ચર્ય થશે કે નાગરવેલના પાનમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ તેમજ વિટામિન હોય છે. તેની તાસિર પણ ગરમ હોય છે. જો તેને યોગ્ય માત્રામાં લેવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક નીવડી શકે છે. મિત્રો આજે અમે તમને નાગરવેલ ના પાન ના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ.
ઘરમાં પૂજાથી લઈને ઘણી જગ્યાઓ પર ઉપયોગમાં લેવાતા નાગરવેલના પાનના ઘણાં ફાયદા છે. આ પાન પાચન માટે પણ ફાયદાકારક છે. કબજિયાતમાં પણ આ પાન ફાયદાકારક સાબિત થાય છે. ગેસ્ટ્રિક અલ્સરને પણ આ પાન ઠીક કરવામાં મદદરૂપ બને છે. આ સિવાય પાનના બીજા અન્ય ફાયદા પણ છે.
શરદી, તાવ, ઉધરસ, અસ્થમા, જેવી બિમારીથી નાગરવેલના પાન રક્ષા આપે છે. આ પાન ચાવીને તેનો રસ પીવાથી તમામ તકલીફોમાં રાહત મળે છે. આ પાન માત્ર મુખવાસ માટે જ નહિં પરંતુ ઘા પર લગાડવામાં પણ અસરકારક પરિણામો આપે છે અને અનેક પ્રકારના ઇંફેક્શનથી પણ રાહત આપે છે.
5-6 નાગરવેલના નાના પાંદડાને એક ગ્લાસ પાણીમાં ઉકાળો તે પાણીથી આંખો ઉપર છંટકાવ કરો. તેનાથી આંખોને ઘણો આરામ મળશે. પાનના ૨૦ પાંદડા ને પાણીમાં ઉકાળો. સારી રીતે ઉકાળ્યા પછી તે પાણી થી નાહી લો. તેનાથી ખંજવાળની તકલીફ દુર થઈ જશે.
નાગરવેલના પાનને વાટીને દાઝેલી જગ્યા ઉપર લગાવો થોડી વાર પછી તેને ધોઈ નાખો અને ત્યા મધ લગાવીને રહેવા દો તેનાથી ધાવ તરત જ ઠીક થઇ જાય છે. ઉનાળાના દિવસોમાં નાક માંથી લોહી નીકળતું હોય તો નાગરવેલના પાંદડાને વાટીને સુંઘો. તેનાથી ખુબ જલ્દી આરામ મળે છે.
વજન ઓછું કરી રહેલા લોકો માટે નાગરવેલના પાંદડા ચાવવા ખુબ ફાયદાકારક નીવડે છે, પાનનું સેવન કરવાથી શરીરનું મેટાબોલીજ્મ વધારે છે. જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે ,તેના સેવનથી શરીરમાં આંતરિક ચરબી પણ નષ્ટ થાય છે.
નાગરવેલનું પાન ખીલ પણ દૂર કરે છે. આ માટે સૌ પ્રથમ પાનને વાટી લો અને પાણીમાં મિક્સ કરી તેને બરાબર ઉકાળો. ત્યારબાદ તેના ઘટ્ટ મિશ્રણને ફેસપેકની જેમ લગાવો. 20 મિનીટ રાખ્યા પછી તમારો ફેસ ધોઇ લો. આમ કરવાથી ચહેરા પરના ખીલ દૂર થાય છે.
દાઝ્યા પછી થતી બળતરાને દૂર કરવા પાનને વાટીને લેપ બનાવીને દાજયા હોય તે ભાગ પર લગાવો, અને 20-25 મિનિટ પછી ધોઈ નાખો. ત્યારબાદ ઉપરથી મઘ લગાવો. તેનાથી બળતરા શાંત થઈ જશે.
શ્વાસની નળી પર સોજો આવી જતો હોય તો નાગરવેલના 7 પાનને 2 કપ પાણીમાં ખાંડ નાખીને ઉકાળો. જ્યારે પાણી અડધુ થઈ જાય પછી 3-4 વખત આ પાણી પીવાથી ઘણો ફાયદો થાય છે. પેઢામાં લોહી નીકળતું હોય તો 2 કપ પાણીમાં 4 પાંદડા નાખીને ઉકાળી લો. અને પછી તે પાણીથી કોગળા કરો. પેઢામાંથી લોહી આવવાનું બંધ થઇ જશે.
નાગરવેલના પાનમાં એવા તત્વો હોય છે, જે બેક્ટેરિયાના પ્રભાવને ઓછો કરવામાં મદદરૂપ બને છે. જે લોકોને મોઢામાથી દુર્ગંધ આવતી હોય તેમના માટે આ પાન ફાયદાકારક સાબિત થાય છે. પાન ખાનારની લાળમાં એસ્કોર્બિક એસિડનું સ્તર સામાન્ય બની જાય છે, જેનાથી મોઢામાંથી દુર્ગંધ આવવાની સમસ્યા દૂર થઈ જાય છે.
નાગરવેલ ના પાનની ઠંડી વિશેષતાઓને કારણે તીવ્ર માથાના દુ:ખાવાથી રાહત અપાવવામાં મદદ કરે છે. પાનનો લેપ લમણા પાસે લગાવવાથી માથાનો દુ:ખાવો મટે છે. પાનમા રહેલ એનાલ્જેસિક તત્વ માથાના દુ:ખાવામા આરામ અપાવે છે.
પાન ખાવાથી કબજીયાતની તકલીફ પણ દૂર થાય છે. પાન ચાવવાથી જે રસ નીકળે છે તેનાથી મોંઢાના કેન્સર થવાની શક્યતાઓ પણ ઘટી જાય છે. જેને મોં ના કેન્સરની તકલીફ હોય તેમને નાગરવેલના 10 થી 12 પાન પાણીમાં ઉકાળવા ત્યાર બાદ તે પાણીમાં મધ નાખી તેને પીવાથી રાહત મળે છે.
આ પાંદડાનો આમ તો મોઢાના ફ્રેશનર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પણ તે પાન ને ચાવવા ખુબ ફાયદાકારક હોય શકે છે. તેને ચાવીને ખાવાથી લાળ ગ્રંથી ઉપર અસર પડે છે. જે પાચન તંત્ર માટે ખુબ જરૂરી છે. જો ભારે ભોજન કરી લીધું છે તો ત્યાર પછી આ પાન ખાઈ લો. તેનાથી ભોજન સરળતાથી પચી જાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.